નળબજારમાં બસ-સ્ટૉપ પર ગર્દુલ્લાઓનું સામ્રાજ્ય

જોકે સ્થાનિક નગરસેવક કહે છે કે તેમને હટાવવાની પોલીસની જવાબદારી છે



નળબજારમાં ગોળદેવળ મંદિરની પાસે પ્રવાસીઓની સુવિધા માટે ઇન્સ્ટૉલ કરવામાં આવેલા બેસ્ટના બસ-સ્ટૉપ પર ગદુર્લ્લાઓએ વર્ષોથી અડ્ડો જમાવી દીધો હોવાથી સ્થાનિક દુકાનદારો સહિત પ્રવાસીઓ ત્રાસી ગયા હોવાને કારણે પ્રવાસીઓ અહીંના બસ-સ્ટૉપનો ઉપયોગ કરતા નથી અને દુકાનદારોને અતિશય ત્રાસ વેઠવો પડે છે. રાતના સમયે ભેગી થતી દારૂડિયાઓની ટોળકીને કારણે મહિલાઓ અસુરક્ષિતતા અનુભવે છે. આ બાબતે સ્થાનિક દુકાનદારો તેમ જ રહેવાસીઓએ બેસ્ટ તેમ જ પોલીસને લેખિતમાં ફરિયાદ કરતાં બેસ્ટ દ્વારા રહેવાસીઓ પાસે જાહેરાતથી થતી આવકની માગણી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવી રહ્યાં નથી. આને પગલે આ વિસ્તારમાં ગદુર્લ્લાઓનું સામ્રાજ્ય વધી રહ્યું છે તેમ છતાં નગરસેવક પોતાના વિસ્તારની સુરક્ષિતતા સામે બેદરકારી દાખવી રહ્યા છે. આ વિશે વધુ માહિતી આપતાં સ્થાનિક દુકાનદાર નેમજી ગાલાએ
મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લાં બે-ત્રણ વર્ષથી અહીં બસ-સ્ટૉપ ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા છે.

આ બસ-સ્ટૉપથી ૧૦૧ અને ૪૨ એમ બે રૂટની ઘ્લ્વ્ તેમ જ ભાઉચા ધક્કા જવા માટેની બસો ઊભી રહે છે, પરંતુ અહીં બસ-સ્ટૉપ ઇન્સ્ટૉલ કર્યા ત્યારથી જ ગદુર્લ્લાઓએ બસ-સ્ટૉપ પર પોતાનો અડ્ડો જમાવી દીધો છે. તેઓ દિવસ-રાત અહીં બેસે છે, ગપ્પાં મારે છે અને રાતના સમયે દારૂ પીને અહીં પડ્યા રહે છે. તેમને અહીંથી હટવા માટે કહીએ તો તેઓ અમારી સાથે ઝઘડો કરે છે અને અપશબ્દો કહે છે. આમ તેમના રોજના ત્રાસથી કંટાળીને અમે સ્થાનિક લોકોએ બેસ્ટ તેમ જ પોલીસને લેખિત ફરિયાદ કરી હતી. ત્યારે બસ-સ્ટૉપ પર લગાવવામાં આવતી જાહેરાતોથી થતી આવકની માગણી કરી બસ-સ્ટૉપ હટાવવામાં આવશે એવું બેસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને પોલીસ કાર્યવાહીમાં પોલીસના અધિકારીઓ અહીંથી પસાર થાય ત્યારે ગદુર્લ્લાઓ હટી જાય છે અને પોલીસ ત્યાંથી જાય ત્યારે ફરી આવીને બેસી જાય છે. આને કારણે મહિલા પ્રવાસીઓ તેમ જ સ્થાનિક લોકો અહીં ઊભા રહેવાનું અથવા પસાર થવાનું પણ ટાળે છે. આને કારણે અમારા ગ્રાહકો પર પણ અસર થાય છે.’


અન્ય એક દુકાનદારે નામ ન આપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં ઇન્સ્ટૉલ કરવામાં આવેલાં બસ-સ્ટૉપો પર ગદુર્લ્લા, દારૂડિયાઓ બેસીને ચરસ-ગાંજાનું સેવન કરે છે તેમ જ અનેક ગેરપ્રવૃત્તિઓ થાય છે જેના પર સંબંધિત અધિકારીઓને અનેક ફરિયાદો કર્યા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવી રહ્યાં નથી અને દિવસે-દિવસે અહીં ન્યુસન્સ વધી રહ્યું છે. આ બસ-સ્ટૉપ પર ૧૦૧, ૪૨ અને ૧૮ એમ ત્રણ રૂટની બસો ઊભી રહે છે. આ જ બસો ગોળદેવળ મંદિર પાસેના બસ-સ્ટૉપ પર પણ ઊભી રહે છે જ્યાંથી પ્રવાસીઓને ટિકિટના ભાડામાં બે રૂપિયાનો ફાયદો થાય છે. એથી ૯૫ ટકા પ્રવાસીઓ આગળના બસ-સ્ટૉપથી જ પ્રવાસ કરે છે. એ સિવાય ગદુર્લ્લાઓની જમાવટને કારણે પ્રવાસીઓ અહીં ઊભા રહેતા નથી અને છેવટે આ બસ-સ્ટૉપનો ઉપયોગ પ્રવાસીઓ માટે નહીં, પરંતુ ગદુર્લ્લાઓના અડ્ડા તરીકે થાય છે. અહીંના મોટા ભાગનાં બસ-સ્ટૉપ પર ગદુર્લ્લાઓ, ચરસીઓ અને દારૂડિયાઓનું રાજ થઈ ગયું હોવાને કારણે કોઈ તેમની સાથે મગજમારી કરતું નથી જેથી તેમને ફાવતું મળïી રહે છે.’


સુધરાઈ અને પાલિકાનું કામ જણાવી ફક્ત દલીલો કરી સ્થાનિક નગરસેવક યાકુબ મેમણે પોતાનો બચાવ કરતાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગદુર્લ્લાઓને હટાવવાનું મારા હાથમાં નથી. આ કામ પોલીસ અને પાલિકાનું છે. પોલીસની જવાબદારી હોવાથી પોલીસે આ બાબતે કડક પગલાં લેવાં જોઈએ. અમે ૨૪ કલાક આ બાબતે ધ્યાન આપી શકીએ નહીં તેમ જ પત્રકારોએ પોલીસની મદદથી આ ન્યુસન્સ હટાવવું જોઈએ.’

ગદુર્લ્લાઓની સ્થાનિક લોકોને ધમકી

સ્થાનિક દુકાનદારે દારૂડિયા અને ગદુર્લ્લાઓને બસ-સ્ટૉપ પરથી હટવાનું કહેતાં તેમણે દુકાનદારોને જાનથી મારી નાખવાની તેમ જ જો બસ-સ્ટૉપ ખાલી કરાવવા ફરિયાદ કરશે તો દુકાનને આગ લગાડવાની ધમકી આપી હતી.




Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK