રોડ બનાવો, ખોદો અને ફરી બનાવો

સાઉથ મુંબઈના અત્યંત ભરચક ટ્રાફિક ધરાવતા રોડની યાદીમાં કાલબાદેવી રોડનો અચૂક સમાવેશ કરવો પડે. આ રોડ પર મિડ-ડે LOCAL દ્વારા નિરીક્ષણ કરતાં જણાયું હતું કે બેસ્ટ દ્વારા કાલબાદેવી રોડ પર ડૉ. એમ. વી. કેળકર ચોક પાસેની અને રામવાડી પાસે આવેલા પુરુષોત્તમદાસ પુરોહિત માર્ગ પરની ફૂટપાથો મેઇન્ટેનન્સના હેતુથી ખોદી નાખવામાં આવી છે જેને કારણે રાહદારીઓને અગવડ વેઠવાનો વારો આવે છે.
કાલબાદેવી રોડ પર આમ પણ ચાલવાની જગ્યા નથી હોતી ત્યારે આ રીતે ખાડાઓ ખોદીને પબ્લિકની પરેશાનીમાં વધારો જ કરવામાં આવે છે. વિવિધ તંત્રો વચ્ચે સંકલનના અભાવે સુધરાઈ દ્વારા રોડ બનાવવામાં આવે છે અને એને થોડો વખત પણ પસાર નથી થતો ત્યાં તો ટેલિફોન નિગમ, વૉટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ જેવાં વિવિધ તંત્રો દ્વારા રોડને કે ફૂટપાથને ખોદી નાખવામાં આવે છે અને પછી એમ જ થીગડાં મારીને છોડી દેવામાં આવે છે. વિકસિત દેશોમાં રોડ બનાવવામાં આવે છે ત્યારે રોડની નીચે અલગ-અલગ ડક્ટ્સ કે પાઇપો બેસાડીને ભૂગર્ભમાં જાળ બિછાવવામાં આવે છે જેથી પૂરો રોડ ન ખોદતાં ફક્ત બન્ને ટર્મિનલ એન્ડ્સ પર જ ખોદકામ કરવું પડે છે. એથી સમય અને નાણાંનો વ્યય નથી થતો અને જાહેર જનતાને ઓછામાં ઓછી હાલાકી વેઠવી પડે છે. ઉપરાંત તેમની પાસેથી હેવી પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે.

 આ વિશે પોતાનો રોષ ઠાલવતાં રાહદારી નિકુંજ પંડ્યાએ મિડ-ડે LOCAL ને જણાવ્યું હતું કે ‘કાલબાદેવી રોડને વન-વે બનાવે તો પણ આ રોડ પરના ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એમ નથી. ઉપરથી લોકો રોડ પર આડેધડ પાર્કિંગ કરે છે જે ટ્રાફિકની સમસ્યાને વધુ વકરાવે છે. આવામાં વિવિધ તંત્રો વચ્ચે સંકલનના અભાવે ફૂટપાથો કે રોડને ખોદવામાં આવે છે ત્યારે જાહેર નાણાંનો વ્યય તો થાય જ છે, પરંતુ ચાલવાની પણ જગ્યા ન બચતાં અકસ્માત થવાનો ભય રહે છે. કમસે કમ ચોમાસાની સીઝનમાં તો આવી પરમિશન અનિવાર્ય સંજોગો સિવાય આપવી જ ન જોઈએ.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK