ભાતબજારની નરસી નાથા સ્ટ્રીટમાં ગંદકીનું સામ્રાજ્ય

લાંબા સમયથી અહીંની ઊભરાતી ગટરો અને પેવર બ્લૉક્સના કાચા કામને કારણે કંટાળેલા રહેવાસીઓ અને દુકાનદારો કહે છે કે ૬ મહિના ઉપર થયા, હવે તો આ સમસ્યાઓથી છુટકારો અપાવો : ગંદકીને કારણે સ્વાસ્થ્ય અને ધંધા પર પણ અસર થઈ રહી હોવાની ફરિયાદ

મસ્જિદ બંદરમાં આવેલા ભાતબજારની નરસી નાથા સ્ટ્રીટના રસ્તાનું કાચું કામ, રસ્તાના ખૂણેખાંચરે પડેલા પેવર બ્લૉક્સના ઢગલા અને ઊભરાતી ગટરોને કારણે અમે કંટાળી ગયા છીએ અને ગંદકી ફેલાતી હોવાથી અમારા સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર થવાની સાથે ધંધા પર પણ અસર થઈ રહી છે એવી ફરિયાદ ત્યાંના દુકાનદારો-રહેવાસીઓએ કરી છે.

મસ્જિદ બંદરના ભાતબજારમાં આવેલી ૨૦૫/૨૦૭, નરસી નાથા સ્ટ્રીટની ગટરનું ઢાંકણું છેલ્લા ૬ મહિનાથી ખુલ્લું છે. એ ઉપરાંત રસ્તા પર ગટર પણ ઊભરાઈ રહી છે છતાં સુધરાઈની આંખ ચોમાસામાં કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ બાદ જ ઊઘડવાની હોય એમ એ કુંભકર્ણની જેમ ઊંઘી રહી છે. વળી આ સ્ટ્રીટની જસ્ટ લેફ્ટમાં કૉર્પોરેટર જાવેદ જુનેજાની ઑફિસ છે, છતાં તેમનું પણ હજી સુધી આ સમસ્યા તરફ ધ્યાન ગયું નથી.

આ સમસ્યાથી કંટાળેલા ત્યાંના એક દુકાનદાર નરેન્દ્ર ભાનુશાલીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘મસ્જિદ બંદર વિસ્તારમાં નવા રસ્તાઓ બન્યા બાદ ગટરનાં ઢાંકણાંઓ બેસાડવા તરફ દુર્લક્ષ કરવામાં આવ્યું છે. ચોમાસામાં જ્યારે માર્ગ પર પાણી ભરાશે ત્યારે આ ઢાંકણા વગરની ખુલ્લી ગટરો અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી દેશે. એ ઉપરાંત રસ્તા પરની ગટરો પણ ઊભરાઈ રહી છે, જેને યોગ્ય રીતે સાફ કરવામાં નથી આવતી. એને લીધે અમારી દુકાનો ગટરની પાસે હોવાથી અમારા સ્વાસ્થ્ય પર એની અસર થાય છે. ઉપરથી નવા રસ્તા બન્યા બાદ પેવર બ્લૉક્સના ઢગલાઓને માર્ગ પર એમ જ છોડી દેવામાં આવ્યા છે. પેવર બ્લૉક્સ બેસાડવાનું કામ ઉપરછલ્લી રીતે કરવામાં આવ્યું છે અને એનું થાગડથીગડ રીતે લીંપણ કરી દેવામાં આવ્યું છે એને કારણે ચાલતી વખતે ઠોકર લાગી જાય છે અને પડી જવાનો ડર રહે છે. રસ્તાને રિપેર કરવા માટે પૈસા વેડફવામાં આવે છે તો પછી એક જ વાર રસ્તાનું કામ સારી ગુણવત્તાવાળું કરે તો પૈસા પણ ન વેડફાય અને અમને પણ શાંતિ થાય. એ ઉપરાંત ગટરનો ત્રાસ દૂર થાય તો અમને રાહત મળે. રસ્તો ખરાબ હોવાથી માલસામાન લાવતાં-લઈ જતાં અમને હેરાનગતિ થાય છે એથી અમારા ધંધા પર પણ એની અસર પડી રહી છે. વહેલી તકે આને માટે કોઈ પગલાં લેવામાં આવે તો સારું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK