લોકોના આરોગ્ય પ્રત્યે આંખ આડા કાન

કાલબાદેવી પોસ્ટ-ઑફિસના મુખ્યાલયના ગેટની બરાબર સામે ડ્રેનેજ અને હાઉસ ગલીના કચરાને બહાર કાઢીને સુધરાઈ દ્વારા રસ્તા પર એમ જ છોડી દેવામાં આવ્યો



કાલબાદેવીની પોસ્ટ-ઑફિસમાં દરરોજ હજારો મુલાકાતીઓ આવે છે ત્યાં કચરાના ઢગલાને જાહેર માર્ગ પર એમ જ ખુલ્લો છોડી દેવામાં આવ્યો હોવાથી પોસ્ટ-ઑફિસમાં આવનારા લોકોને પારાવાર મુશ્કેલી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. વિશેષમાં કહીએ તો

અત્યારે ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે એવામાં જો આ કચરાને સત્વર હટાવવામાં નહીં આવે તો એ ફરી તણાઈને ડ્રેનેજમાં જમા થઈ શકે છે અને વૉટર-લૉગિંગની સમસ્યા સર્જી શકે છે.

કાલબાદેવી પોસ્ટ-ઑફિસના મુલાકાતી આશિષ સાળવેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ પોસ્ટ-ઑફિસમાં દરરોજ હજારો મુલાકાતીઓ આવે છે. તેમણે પરાણે અહીંની દુર્ગંધને સહન કરવી પડે છે અને નાક પર રૂમાલ દાબીને પસાર થવું પડે છે. સુધરાઈ દ્વારા કચરાના આ ઢગલાને સત્વર ઉપાડી એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરીને મુલાકાતીઓને રાહત બક્ષવી જોઈએ. સુધરાઈ સમયસર કચરો ઉપાડતી ન હોવાથી લોકોને ભારે હેરાનગતિ થાય છે.’

આ કચરો ઘણા દિવસથી એમ જ પડ્યો રહ્યો છે જેને કારણે ગંદકી સાથે મચ્છરોનો ત્રાસ વધવા લાગ્યો છે. વળી અત્યારે દિવસના સમયે ભયંકર ગરમી પડી રહી છે જેને કારણે કચરો સડવા માંડવાથી સમગ્ર વિસ્તારમાં ભયંકર બદબૂ પ્રસરી ગઈ છે. સુધરાઈ જાહેર આરોગ્ય અને સુખાકારીના વિશાળ હિતને લક્ષ્યમાં લઈને કચરાના આ ઢગલાને સત્વર દૂર કરે એ જનતાના હિતમાં હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK