નાયર હૉસ્પિટલની બહારનો પરિસર ઘણાં વર્ષો પછી બન્યો ફેરિયામુક્ત

મિડ-ડે LOCALએ આ કામ કરી બતાવ્યું હોવાથી લોકોએ ખાસ ધન્યવાદ આપ્યા

પ્રીતિ ખુમાણ ઠાકુર


સાઉથ મુંબઈમાં આવેલી રાજ્ય સરકારની જાણીતી અને બહુમતી ગુજરાતીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી નાયર હૉસ્પિટલનો બહારનો પરિસર છેલ્લાં ઘણાં વર્ષોથી ખૂબ કથળેલી હાલતમાં પડ્યો હતો. હૉસ્પિટલની બહાર આવેલા આખા પરિસરમાં મનફાવે ત્યાં ફેરિયાઓ ધંધો નાખીને બેસી ગયા હોવાથી લોકોની તેમ જ ઍમ્બ્યુલન્સની અવરજવર પર ભારે અસર થઈ હતી. આ વિશે લોકોએ ઘણી વાર સંબંધિત વિભાગમાં ફરિયાદ કરી હોવા છતાં વર્ષોથી લોકોને આવીને આવી પરિસ્થિતિનો જ સામનો કરવો પડતો હતો, પરંતુ મિડ-ડે LOCALમાં અહેવાલ આવ્યા બાદ આ સમસ્યાથી લોકોને છુટકારો મળ્યો છે. વર્ષોથી હેરાન થઈ રહેલી સમસ્યાથી લોકોને અંતે ઉકેલ મળ્યો છે.

નાયર હૉસ્પિટલમાં દિવસમાં હજારોની સંખ્યામાં મુલાકાતીઓની અવરજવર હોય છે તેમ જ કોઈ અકસ્માતનો બનાવ બને તો મોટા ભાગે જખમીઓને અહીં જ લાવવામાં આવે છે. છેલ્લા ઘણા વખતથી હૉસ્પિટલની બહાર મનફાવે એમ ફેરિયાઓ ખાણીપીણીનો ધંધો ખોલીને બેસી જતા હતા એટલે એ સ્વાસ્થ્ય માટે પણ હાનિ ઊભી કરી શકે એમ હતું. આ બધી સમસ્યાઓ વિશે મિડ-ડે LOCALમાં અહેવાલ આવ્યો હતો અને આ પછી ત્યાં કાર્યવાહી કરીને ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા હતા.

મિડ-ડે LOCALને ખાસ ધન્યવાદ આપતાં હૉસ્પિટલની ફૂટપાથ પરથી દરરોજ ચાલીને જતા પંકજ મારુએ જણાવ્યું હતું કે ‘છેલ્લા ઘણા વખતથી આ ફેરિયાઓને હું જોઉં છું. તેઓ ખાદ્ય પદાર્થ રસ્તા પર ખુલ્લેઆમ વેચે છે એટલે રસ્તા પર ગંદકી વધી જતી હતી. આ ઉપરાતં ઇમર્જન્સી સેવા પર પણ એને કારણે અસર થતી હતી. છતાં ફેરિયાઓને દૂર કરવામાં આવતા નહોતા. આથી અમે લોકોએ મિડ-ડે LOCALમાં ફરિયાદ કરતાં અહેવાલ આવ્યા બાદ અહીં કાર્યવાહી કરવામાં આવી છે. આથી અમે મિડ-ડે LOCALને ખાસ ધન્યવાદ કહીએ છીએ.’



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK