મોહમ્મદ અલી રોડની એક લેન પર કયોર્ સેકન્ડ-હૅન્ડ કાર-ડીલર્સે ગેરકાયદે કબજો

માથાના દુખાવા જેવા ટ્રાફિક ઉપરાંત રાહદારીઓ માટે પણ જગ્યા બચી નથીફૂટપાથો પર ફેરિયાઓના કબજાથી ત્રસ્ત સાઉથ મુંબઈના મોહમ્મદ અલી રોડના રહેવાસીઓ માટે હવે એક નવી સમસ્યા ઊભી થઈ છે. આ રોડ પર સેકન્ડ-હૅન્ડ કારના ડીલરો પોતાની સેલમાં રાખેલી મોટરકારો ફૂટપાથને અડીને આવેલી લેનમાં ખડકી દેતા હોવાથી સતત વ્યસ્ત મોહમ્મદ અલી રોડ પર ટ્રાફિક જૅમની સાથે રાહદારીઓને ચાલવાની જગ્યા જ નથી બચી. નવાઈની વાત તો એ છે કે આ વિસ્તાર નો-પાર્કિંગ ઝોન હોવા છતાં ગેરકાયદે પાર્કિંગથી ઊભરાઈ રહ્યો છે અને એને રોકવાવાળું કોઈ જ નથી. લોકોની આ સંબંધી ફરિયાદો પણ ઑથોરિટીના બહેરા કાને અથડાઈ છે.

આ રોડ પર રોજ નીકળતાં શાહીન કાદરીએ કહ્યું હતું કે ‘ત્રણ લેનના આ રોડ પર ફૂટપાથ તરફની ત્રીજી લેન પર સેકન્ડ-હૅન્ડ કારના ડીલરોએ કબજો જમાવ્યો છે એટલે વચ્ચેની લેનમાં શૉપિંગ કે સામાન આપવા માટે આવતા લોકોનાં વાહનોથી ઊભરાય છે અને આવ-જા કરતાં વાહનો માટે માત્ર એક જ લેન બચી છે. ટ્રાફિકમાં એકાદ કિલોમીટરનું અંતર કાપવામાં અડધાથી પોણો કલાક નીકળી જાય છે.’

ટ્રાફિકની સમસ્યાગ્રસ્ત મોહમ્મદ અલી રોડનો આ ભાગ JJ ફ્લાયઓવરની નીચે આવેલો છે જેમાં JJ હૉસ્પિટલથી ક્રૉફર્ડ માર્કેટ સુધી ટ્રાફિકનો અસહ્ય ત્રાસ સતત રહે છે. એક ટ્રાફિક સિગ્નલ સંભાળતા ટ્રાફિક-કૉન્સ્ટેબલે કહ્યું હતું કે ‘અમે અમારી ડ્યુટી કરીએ અને કોઈ ફરિયાદ મળે તો પગલાં લઈએ છીએ. ક્યારેક તો અમે ગેરકાયદે પાર્ક થતાં વાહનો ઉઠાવી જવા માટે અમારી મેળે જ ઍક્શન લઈએ છીએ.’ જોકે પ્રયત્નો કરવા છતાં સુધરાઈ તરફથી આ મામલે કોઈ પ્રતિક્રિયા મળી નહોતી.

Comments (1)Add Comment
...
written by Mufaddal A Diwan, August 25, 2014


myself residing 74 Mohammaedali rd'Mohammedi Masjid.MUMBAI 400 003 verydifficult to walk on footpath vit family bcoz dookandar extended their dookan n 2nd hand cars seller parked their vehicals adjourned vit footpath also beggers n small feriywalla nusence.I think GOD will come from heaven n solve our difficulties pl help us
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK