મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનની બહાર બેસતા ફેરિયાઓ સુધરાઈને બનાવે છે ઉલ્લુ

વારંવાર કાર્યવાહી કરીને દૂર કરવા છતાં ફરી આવીને ધંધો કરવા બેસી જાય છે : આખો રસ્તો બ્લૉક થઈ જતો હોવાથી લોકોને અવરજવરમાં થાય છે તકલીફ



મુંબઈ સેન્ટ્રલ-વેસ્ટમાં સ્ટેશનની બહાર રસ્તા પર ખુલ્લી જગ્યાએ ખાણી-પીણી વેચતા ફેરિયાઓએ લોકોના નાકે દમ લાવી દીધો છે. અવરજવર કરવાનો મુખ્ય રસ્તો બંધ થઈ જતાં લોકોને ચાલવામાં ખૂબ જ તકલીફ થાય છે. એ સાથે ત્યાં ચરસીઓનો ખુલ્લેઆમ અડ્ડો સુધ્ધાં બની ગયો છે. આ રસ્તા પરથી રાતના સમયે મહિલાઓને ચાલવું ખૂબ જ જોખમભર્યું થઈ ગયું છે. કેટલીયે વાર પ્રશાસન દ્વારા આ ફેરિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે છતાં તેઓ પ્રશાસનને ઉલ્લુ બનાવીને બીજા-ત્રીજો દિવસે ફરી ત્યાં બેસી જાય છે.

મુંબઈ સેન્ટ્રલ-વેસ્ટમાં સ્ટેશનથી બહાર જઈએ તો તાડદેવ ય્વ્બ્, મોટી કૉર્પોરેટ ઑફિસો અને બ્રિજ ક્રૉસ કરીને જઈએ તો બે-ત્રણ હૉસ્પિટલો પણ આવેલી છે. એથી અહીં લોકોની તેમ જ રેલવે-પ્રવાસીઓની ખૂબ અવરજવર હોય છે. આવા ભીડભાડવાળા રસ્તા પર ફેરિયાઓ પોતાનો ધંધો કરવા બેસી જાય છે એટલે રસ્તા પર ચાલવાની જગ્યા રહેતી નથી. ઇમર્જન્સીમાં ઍમ્બ્યુલન્સ સુધ્ધાં જઈ શકે એટલી જગ્યા રહેતી નથી. એમાં આ ફેરિયાઓ રસ્તા પર જ ખાણી-પીણી બનાવે છે અને લોકો ખાવા માટે આ જ રસ્તા પર ઊભા પણ રહેતા હોય છે. આથી પ્રશાસન દ્વારા તેમની વિરુદ્ધ ઘણી વાર કાર્યવાહી કરીને તેમને હટાવવામાં પણ આવ્યા છે છતાં આ લોકો દૂર થતા જ નથી. કાર્યવાહી થાય એના બીજા દિવસે અથવા તો બે દિવસ છોડીને પાછા આ લોકો એની એ જ જગ્યા પર આવી જાય છે. પ્રશાસન કાર્યવાહી કરવા આવે ત્યારે આ લોકો નાસી જાય છે. કાર્યવાહી થાય ત્યાર બાદ તેઓ એક-બે દિવસ બેસે નહીં એટલે પ્રશાસનને એવું લાગે કે હવે તેઓ ફરી અહીં પોતાનો અડ્ડો જમાવશે નહીં, પણ પ્રશાસનને ઉલ્લુ બનાવીને તેઓ ફરી આવી જાય છે.

આખો રસ્તો બ્લૉક થઈ જતાં અમે ખૂબ હેરાન થઈએ છીએ એમ જણાવતાં તુલસીવાડીમાં રહેતાં જયશ્રી જાધવે કહ્યું હતું કે ‘આ રસ્તા પરથી રેલવે-બ્રિજ પરથી અમે ઘણી જગ્યાએ જઈ શકીએ છીએ. બહારગામની ટ્રેન પકડવા માટે પણ પ્રવાસીઓ અહીંથી જ ચાલતા હોય છે, પરંતુ રસ્તો બ્લૉક થઈ જતાં ચાલવામાં તકલીફ થતી હોય છે. ઘણી વાર તો લોકો સામસામે ભટકાતા હોય છે. રસ્તા પર ખાણી-પીણીની વસ્તુઓ વેચાય છે એ અયોગ્ય છે છતાં આ ફેરિયાઓ અહીંથી દૂર હટતા નથી. એમાં વળી તેઓ એટલી ગંદકી કરતા હોય છે કે ન પૂછો વાત. આ ઉપરાંત બ્રિજની સીડીઓ પાસે જ ચરસીઓ પણ બેસે છે. આ લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી, પણ ફરી તેઓ આવીને બેસી જાય છે એટલે રાતના સમયે મહિલાઓ માટે જોખમકારક બની જાય છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK