આવી ભીડમાં કોઈ ઇમર્જન્સી આવી તો કોણ જવાબદાર રહેશે?

ભુલેશ્વરના ત્રીજા ભોઈવાડા વિસ્તારના રહેવાસીઓનો પ્રશાસનને સવાલ, લગ્નપ્રસંગનો સમય આવી રહ્યો હોવાથી માર્કેટમાં ભારે ભીડ જોવા મળતાં લોકો બહુ હેરાન : ઍમ્બ્યુલન્સને જવા માટે પણ રસ્તો નહીં

મુંબઈમાં લગ્નની ખરીદી કરવા માટે કોઈ માર્કેટ હોય તો એ છે ભુલેશ્વરની માર્કેટ. ભુલેશ્વરમાં કોઈ પણ સમયે જઈએ તો ભારે ભીડ જોવા મળે છે, પરંતુ હાલમાં તો લગ્નપ્રસંગનો સમય આવી રહ્યો હોવાથી માર્કેટ ખીચોખીચ ભરેલી જોવા મળે છે. આ ભીડને કારણે અહીં રહેવાસીઓ ભારે હેરાન થઈ રહ્યા છે. રહેવાસીઓ પ્રશાસનને સવાલ પૂછી રહ્યા છે કે જો આવામાં કોઈ ઇમર્જન્સી આવે અથવા કોઈ અણબનાવ બને તો એ માટે જવાબદાર કોણ રહેશે?

ભુલેશ્વરમાં આવેલા ત્રીજા ભોઈવાડા અને ભુલેશ્વરમાં બહારથી આવતા લોકોને ખરીદી કરવાની મજા પડી જાય છે, પણ ત્યાંના રહેવાસીઓ માટે તો એ માથાનો દુખાવો બની ગયો છે. હાલમાં લગ્નનો સમય આવી રહ્યો હોવાથી લોકોનો મેળો લાગ્યો હોય એમ રસ્તા પર ચાલવાની પણ જગ્યા નથી રહેતી. એથી રહેવાસીઓએ તો પોતાના ઘરથી બહાર નીકળવું હોય તો વિચાર કરીને ઊતરવું પડે છે.

અહીંના એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આમ તો દરરોજ અહીં માર્કેટ ભરાય છે, પરંતુ રવિવારે સવારે સાત વાગ્યાથી લઈને બપોરે સાડાબાર વાગ્યા સુધી ભુલેશ્વરના ત્રીજા ભોઈવાડા પરિસરમાં અને એની આસપાસની ગલીઓમાં ફેરિયાઓ આવીને બેસી જાય છે અને લોકો પણ ખરીદી કરવા તૂટી પડતા હોય છે. મુંબઈ જેવી લાઇફમાં રવિવાર ક્યારે આવે એની રાહ જોવાતી હોય છે, પણ આ માર્કેટ ખાસ રવિવારે જ ભરાતી હોવાથી રવિવાર પણ અમારા માટે નકામો થઈ જાય છે. લોકો અને ફેરિયાઓ એટલો બધો ઘોંઘાટ કરતા હોય છે કે કશું સાંભળી પણ શકાતું નથી. પોલીસ કે સુધરાઈ આ ફેરિયાઓ સામે કેમ કોઈ પગલાં નથી લેતી. ફેરિયાઓને કેમ દૂર કરવામાં આવતા નથી એવો સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.’

ઍમ્બ્યુલન્સને જવા પણ રસ્તો નહીં

આ રહેવાસીએ વધુ જણાવતાં કહ્યું હતું કે ‘માર્કેટ છે એ સમજીએ છીએ, પણ માર્કેટમાં કોઈ શિસ્ત તો હોવી જોઈએને. રસ્તા પર ચાલવા માટે જગ્યા રહેતી નથી તો આ વિસ્તારમાં કોઈ અકસ્માત થયો હોય કે કોઈ બીમાર પડ્યું હોય તો ઍમ્બ્યુલન્સ જેવી અતિઆવશ્યક સર્વિસ કેવી રીતે આવી શકે. જો એવામાં કોઈ અણબનાવ બન્યો તો એ માટે જવાબદાર કોણ રહેશે?’

પ્રાઇવસી જરા પણ નહીં

ત્યાંના એક રહેવાસીએ આ વિશે જણાવ્યું હતું કે ‘મુંબઈના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં રહેવા છતાં આ ફેરિયાઓ અને અહીં ખાસ કરીને રવિવારે ભરાતી માર્કેટના કારણે રહેવાસીઓને પ્રાઇવસી જેવું કંઈ રહેતું નથી. બપોર હોય કે સવાર, ઘર નીચે બહુ અવાજ થતો હોવાથી અમારા ઘરની વિન્ડો બંધ રાખવી પડે છે. અમને પ્રાઇવસી જેવું કંઈ મળતું નથી. પોલીસ અને સુધરાઈએ સાથે મળીને રહેવાસીઓની સમસ્યા સામે ખાસ ધ્યાન આપવું જોઈએ.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK