મોટા ભાગનાં સ્ટેશનોની બહાર ઍમ્બ્યુલન્સની સુવિધા જ નથી

રેલવે-પ્રશાસન આ ઇમર્જન્સી સેવા પર ધ્યાન આપતું ન હોવાથી ટ્રેન-ઍક્સિડન્ટમાં ઘાયલ થયેલા પ્રવાસીઓને જરૂરી સારવાર તરત મળતી નથી અને ઘણી વાર જીવ પણ ગુમાવવો પડે છે

રેલવે-સ્ટેશનની બહાર ઍમ્બ્યુલન્સની સુવિધા હોવી કેટલી જરૂરી છે એ તો મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને ખબર હશે જ. જોકે આ વાતની ગંભીરતા રેલવે-પ્રશાસનને ન હોય એવું દેખાઈ રહ્યું છે, કેમ કે સાઉથ મુંબઈનાં મોટા ભાગનાં સ્ટેશનોની બહાર ઍમ્બ્યુલન્સની સુવિધા જોવા મળતી નથી.

દિવસભરમાં ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના એક કે બે રેલવે-અકસ્માત તો થતા જ હોય છે. એમાં ઘણી વાર તો સ્ટેશનની બહાર ઍમ્બ્યુલન્સની સુવિધા ન હોવાથી જખમી હાલતમાં પ્રવાસીને ટૅક્સી દ્વારા લઈ જવો પડે છે. ઘણી વાર જ્યાં સુધી ટૅક્સી  મળે કે પછી હૉસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં પ્રવાસીએ જીવ ગુમાવી દીધો હોય છે. ઘણી વાર આવા બનાવો બનતા હોય છે. એમ છતાં રેલવે-પ્રશાસન સ્ટેશનની બહાર ઍમ્બ્યુલન્સની સુવિધા કેમ નથી ઉપલબ્ધ કરી આપતું એ સમજાતું નથી. સાઉથ મુંબઈનું વેસ્ટર્ન રેલવેનું મરીન લાઇન્સ, ચર્ની રોડ કે મુંબઈ સેન્ટ્રલ હોય અથવા સેન્ટ્રલ લાઇનનું સૅન્ડહસ્ર્ટ રોડ કે મસ્જિદ બંદર સ્ટેશન હોય; આવાં મોટા ભાગનાં અતિવ્યસ્ત રહેતાં સ્ટેશનોની બહાર ઍમ્બ્યુલન્સ ૨૪ કલાક ફરજિયાત ઊભી રહેવી જોઈએ. અકસ્માત થાય કે નહીં, ઍમ્બ્યુલન્સની સુવિધા હોવી જ જોઈએ એવી માગણી સાઉથ મુંબઈના રેલવે-પ્રવાસીઓએ કરી છે.

મુંબઈ સેન્ટ્રલમાં રહેતા મુકેશ મહેતાએ આ માગણી વિશે માહિતી આપતાં મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘મારા જ મિત્રની વાત કરું તો તે ચીરાબજાર બાજુએ કામ પર જાય છે. એક વાર તે ટ્રેનમાંથી ઊતરી રહ્યો હતો એ વખતે તેને પાછળથી જોરદાર ધક્કો આવતાં તે સીધો પ્લૅટફૉર્મ પર પડ્યો હતો અને એક પગ ટ્રેન નીચે ગયો હતો. ઈજા થતાં તેને મરીન લાઇન્સ સ્ટેશનથી ટ્રેનમાં રહેલું તેનું ગ્રુપ તરત જ ઉપાડીને બહાર લઈ ગયું, પણ ત્યાં ઍમ્બ્યુલન્સની સુવિધા જ નહોતી એટલે તેને ટ્રાફિકમાં લઈને ઊભા રહેવું પડ્યું હતું. થોડી વાર પછી ટૅક્સી આવી અને તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એ તો સારું હતું કે મારા મિત્રને બહુ ઈજા થઈ નહોતી, નહીં તો તેનો અધવચ્ચે જ જીવ ગયો હોત. આમ રેલવે-પ્રિમાઇસિસની બહાર તો ઍમ્બ્યુલન્સ જેવી ઇમર્જન્સી સેવા હોવી ખૂબ જ જરૂરી છે.’

સૅન્ડહસ્ર્ટ રોડમાં રહેતા હરેન સોલંકીએ કહ્યું હતું કે ‘રેલવેમાં પ્રવાસીઓ પૈસા ખર્ચીને પ્રવાસ કરતા હોય છે. રેલવે-પ્રશાસન જાહેરાતો અને બીજી ન જોઈતી બાબતે પૈસા ખર્ચતું હોય છે, પણ જેની જરૂર છે એના પર ખર્ચો કરવામાં આવતો નથી. સ્ટેશનની બહાર ઍમ્બ્યુલન્સ હોવી અનિવાર્ય છે અને એને ફરજિયાત જ બનાવી દેવી જોઈએ. રેલવે જ્યારે પોતાનું બજેટ બહાર પાડે છે ત્યારે અમુક બજેટ આ ઇમર્જન્સી સેવા માટે રાખવું જોઈએ. મુંબઈની લાઇફલાઇન કહેવાતી લોકલ ટ્રેનમાં દિવસે-દિવસે પ્રવાસીઓ વધતા જાય છે એમ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોનોરેલ માટે આટલા પૈસા ખર્ચવામાં આવે છે તો આ ઍમ્બ્યુલન્સ માટે કેમ નહીં?’

મરીન લાઇન્સમાં મેડિકલ શૉપ ધરાવતા રાજેશ ગાલાએ આ વિશે કહ્યું હતું કે ‘હું દરરોજ મરીન લાઇન્સ સ્ટેશનથી અવરજવર કરતો હોઉં છું. ઈસ્ટમાં ઍમ્બ્યુલન્સ પાર્કિંગનું ર્બોડ માર્યું છે છતાં એની પાસે શૅર-અ-ટૅક્સી ઊભી રહેતી હોય છે. શૅર-અ-ટૅક્સી પકડવા મુસાફરો એકબીજા પર પડતા હોય છે. આવામાં કોઈ ઇમર્જન્સી કેસ આવ્યો તો આ બધામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ અટવાઈ જાય છે. એથી રેલવેએ ખાસ ધ્યાન આપીને આ સેવા આપવી ખૂબ જ જરૂરી છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK