જ્યારે અનિલ અંબાણીને સિંધી માની લેવામાં આવ્યા

૧૯૭૫માં K.C કૉલેજમાં ઍડ્મિશન લેવા ઇન્ટરવ્યુ આપવા ગયેલા ત્યારે તેમની સરનેમમાં ણી હોવાને લીધે એવી ગેરસમજ થયેલી


મહાનુભાવો : રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ગઈ કાલે કે. સી. મહાવિદ્યાલય હીરક મહોત્સવ સમારંભનું ઉદ્ઘાટન કર્યું હતું. એ પ્રસંગે રાજ્યપાલ કે. શંકરનારાયણન, મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, કેન્દ્રીય રાજ્યપ્રધાન મિલિંદ દેવરા, એજ્યુકેશન મિનિસ્ટર રાજેશ ટોપે, અમિતાભ બચ્ચન, સંસ્થાના અધ્યક્ષ નિરંજન હીરાનંદાણી, ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી તથા પ્રિન્સિપાલ મંજુ નિચાણી હાજર હતાં.


ચર્ચગેટની K.C કૉલેજમાં ૧૯૭૫માં પ્રવેશ મેળવતી વખતે તેમની અંબાણી સરનેમને કઈ રીતે કૉલેજ-મૅનેજમેન્ટે ભૂલથી સિંધી સરનેમ ધારી લીધેલી એ કિસ્સો કહીને ગઈ કાલે રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિત બધા આમંત્રિતોને ખડખડાટ હસાવ્યા હતા.     

K.C કૉલેજની ડાયમન્ડ જ્યુબિલીની ઉજવણીનું ગઈ કાલે ફંક્શન યોજાયું હતું, જેમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિત અમિતાભ બચ્ચન અને અન્ય મહાનુભાવો આવ્યા હતા. K.C કૉલેજમાંથી એજ્યુકેશન મેળવનાર અનિલ અંબાણીએ તેમની સાથે બનેલા એ કિસ્સાની યાદ અપાવતાં કહ્યું હતું કે ‘૧૯૭૫માં હું કૉલેજમાં દાખલ થયેલો. એ વખતે મારા ઍડ્મિશનના ઇન્ટરવ્યુ માટે હું અહીં આવ્યો હતો ત્યારે મારી સરનેમ અંબાણી હોવાથી બધા મારી સાથે સિંધીમાં વાત કરતા હતા. ત્યાં મોટા ભાગના સ્ટુડન્ટ્સની સરનેમ કુંદનાણી, નિચાણી, કેવલરામાણી હતી એથી તેમણે અંબાણી સરનેમ પણ સિંધી ધારી લીધી હતી. એક ક્ષણ માટે તો મને એમ જ લાગ્યું હતું કે મારી સરનેમમાં 'ણી' હોવાને કારણે મને ઍડ્મિશન મળ્યું છે. જોકે મને ‘અંબાણી’ સરનેમ પ્રત્યે માન છે. મને ગુજરાતી હોવાનો અને સૌથી વધુ ઇન્ડિયન હોવાનો ગર્વ છે.’

રાષ્ટ્રપતિ દ્વારા કૉલેજના હોનહાર ભૂતપૂર્વ સ્ટુડન્ટ્સનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે અનિલ અંબાણીનાં મમ્મી કોકિલાબહેન અને પત્ની ટીના અંબાણી પણ હાજર હતાં.   

ભણતરના મહત્વને સમજાવતાં અમિતાભ બચ્ચને આ પ્રસંગે કહ્યું હતું કે ‘સાક્ષરતાને કારણે માત્ર લખી કે વાંચી શકાય છે એવું લોકો ધારતા હોય છે, પણ એવું નથી. સાક્ષરતા ઘરેણા જેવી છે. જેવા તમે લખતાં કે વાંચતાં શીખો છો ત્ય્ાારે એક નવા મોટા સમુદાયમાં જોડાઈ જાઓ છો. સામાજિક અને આર્થિક બાબતોમાં તેમ જ ગરીબી નાબૂદ કરવામાં અને માનવઉત્થાન માટે સાક્ષરતા અસરકારક સાધન બની રહે છે.’  

K.C = કિશિનચંદ ચેલારામ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK