ઐતિહાસિક ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાંથી ઊડતી લાલ માટીને કારણે રહેવાસીઓ હેરાન-પરેશાન

આ વિશે સંખ્યાબંધ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં નક્કર પગલાં નથી લેવાયાં


સુધરાઈએ દોઢ વર્ષ પહેલાં થોડા સમયમાં ઉપાડી લઈશું એમ કહીને ઐતિહાસિક ઑગસ્ટ ક્રાન્તિ મેદાન પાસે લાલ માટીના ઢગલા કરી દીધા પછી હવે ઉપાડવાનું નામ જ લેતી નથી.આ માટીને કારણે આસપાસના રહેવાસીઓ ભારે હેરાનપરેશાન થઈ ગયા છે. આ વિશે તેમના તરફથી સુધરાઈના સંબંધિત વિભાગ સહિત અનેક વિભાગોમાં સંખ્યાબંધ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં નક્કર પગલાં લેવામાં આવતાં નથી. આ સમસ્યાથી ત્રાહિમામ્ થયેલા લોકો છુટકારો મેળવવા કામચલાઉ રીતે પોતાના ઘરની વિન્ડો બંધ રાખે છે. આ ઉપરાંત પાસે આવેલી સ્કૂલે પોતાની સ્કૂલનો યુનિફૉર્મ સુધ્ધાં ચેન્જ કરી નાખ્યો છે. આટલું બધું થવા છતાં સુધરાઈના પેટનું પાણી હલતું નથી એવો આક્ષેપ આ સમસ્યા માટે પહેલાં જ દિવસથી લડી રહેલા અને નજીકની સોસાયટીમાં રહેતા ડૉ. નીલેશ બક્ષીએ કયોર્ હતો.

ગ્રાન્ટ રોડના નાના ચોકમાં ઐતિહાસિક ઑગસ્ટ ક્રાન્તિ મેદાન આવેલું છે. ૧૯૪૭માં ભારત છોડો ચળવળ અહીંથી શરૂ થઈ હતી. ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં પાંચ મેદાન આવેલાં છે જેમાંથી ફેલોશિપ સ્કૂલને લાગીને આવેલા અને સામેની બાજુએ આવેલા મેદાનમાં સુધરાઈ દ્વારા લાલ માટી નાખવામાં આવી છે. આ મેદાનમાં બાળકો રમતાં હોય છે તો બીજા મેદાનમાં છોકરાઓ ક્રિકેટ, ફૂટબૉલ વગેરે રમે છે. એથી આ મેદાનમાં નાખવામાં આવેલી લાલ માટી ઊડતી હોય છે. એમાંય ખાસ કરીને હવાને કારણે માટી ખૂબ જ ઊડતી હોય છે. આસપાસ આવેલી ભાવેશ્વર નિકેતન સોસાયટી, ગાર્ડન વ્યુ વગેરેના રહેવાસીઓનાં ઘરોમાં આ માટી ઊડીને જાય છે. આ ઉપરાંત સામે આવેલી ફેલોશિપ સ્કૂલમાં પણ માટી ઊડીને જાય છે. એથી રહેવાસીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય એમ છે. આ વિશે ઘણી વાર ફરિયાદો કરવામાં આવી છે, પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી.

આ સંદર્ભમાં બોલતા ડૉ. નીલેશ બક્ષીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે  ‘આ વિશે અસંખ્ય ફરિયાદ કરવામાં આવી હતી, પણ કોઈ એના વિશે ખાસ ધ્યાન આપતું નથી. આ સમસ્યાના નિરાકરણ માટે અહીંના વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢા સાથે એ સમયે અમારી બેઠક થઈ હતી. એ બેઠક દરમ્યાન અમે અમારી ફરિયાદ રજૂ કરી હતી અને તેમણે સ્થાનિક નગરસેવકને પગલાં લેવા જણાવ્યું હતું. ત્યાર બાદ સ્થાનિક નગરસેવકે વૉર્ડ-ઑફિસર અને ગાર્ડન-ઑફિસરને આદેશ આપ્યો હતો. ત્યાર બાદ તેઓ મેદાનમાં આવીને સર્વે કરી ગયા હતા. ત્યાર બાદ અમને આશા થઈ કે આટલી ફરિયાદનું કોઈ પરિણામ આવશે. આ બેઠકને એક વર્ષ થવા આવ્યું પણ કોઈ એક વાર જોવા પણ આવ્યું નથી. સોસાયટીના લોકોના ઘરમાં આ માટી ઊડીને જાય છે. કોઈ પણ ત્યાં ઊભું રહે તો કપડાં પણ લાલ થઈ જાય છે. આ માટી રોજેરોજ આસપાસના લોકોના ઘરમાં અને પાસે આવેલી સ્કૂલમાં ઊડતાં સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ છે. આ વિશે સુધરાઈએ હવે તો કંઈ પગલાં લેવાં અનિવાર્ય છે.’

આ મેદાન પાસેની ફેલોશિપ સ્કૂલનાં પ્રિન્સિપાલ તૃપ્તિ જોશીએ જણાવ્યું હતું કે ‘આ લાલ માટીને કારણે તો અમે પણ હેરાન થઈ ગયા છીએ. સ્કૂલમાં આવતા વાલીઓ અમને દરરોજ ફરિયાદ કરતા હતા. વિદ્યાર્થીઓને મેદાનમાં રમવા લઈ જઈએ તો યુનિફૉર્મ પણ લાલ થઈ જાય છે. એથી વિદ્યાર્થીઓને પણ ખૂબ ઓછા લઈ જઈએ છીએ. માટી સ્કૂલ સુધી આવતી હોવાથી બાળકોના યુનિફૉર્મ લાલ થઈ જતા હોવાથી અંતે અમે કંટાળીને યુનિફૉર્મ પણ અમે છ મહિના પહેલાં જ ચેન્જ કરી નાખ્યો છે.’

ગાર્ડન વ્યુમાં રહેતા વિપુલભાઈએ જણાવ્યું હતું કે ‘માટી ઊડીને ઘરમાં આવતી હોવાથી ઘર ગંદું થાય છે. અમે વારંવાર ઘર સાફ કરીએ, પણ ઘરની હાલત પાછી એવી ને એવી થઈ જાય છે. એમાં વરસાદમાં તો આખો પરિસર કિચડ-કિચડ થઈ જાય છે. આ મેદાન આટલું ઐતિહાસિક હોવા છતાં આ વિશે ધ્યાન આપવામાં આવતું નથી. અમારી ફરિયાદો છતાં પ્રશાસનના પેટનું પાણી હલી નથી રહ્યું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK