ફોર્ટનો એરિયા ચકાચક થયો

નગરસેવકે પોતાના ફન્ડમાંથી હાઉસગલીઓ સાફ કરાવી અને દરેક વિસ્તારમાં ડસ્ટબિન મુકાવડાવ્યાં



ફોર્ટમાં આવેલા બોરા બઝાર, બઝારગેટ, મોદી સ્ટ્રીટ, શહીદ ભગત સિંહ રોડ, મિન્ટ રોડ, મારુતિ લેન, બમનજી લેન જેવા અનેક વિસ્તારોની ગંદી રહેતી હાઉસગલીઓ શિવસેનાના નગરસેવક ગણેશ સાનપે શિવસેનાના શાખા-ક્રમાંક ૨૨૪નાં મહિલા શાખાપ્રમુખ બીના દૌંડકર અને અનિલ વાળુંજના સહયોગથી પોતાના ફન્ડમાંથી સાફ કરાવી હતી અને આ વિસ્તારોની ગલીઓમાં ૨૦૦ ડસ્ટબિન પણ મુકાવડાવ્યાં છે. હાઉસગલીઓને ૧૦૦ ટકા સાફ રાખવા બદલ નગરસેવકે સોસાયટીના પ્રતિનિધિઓને ‘ધન્યવાદ સર્ટિફિકેટ’ આપીને બહુમાન કરવાના કાર્યક્રમનું પણ ગયા અઠવાડિયે આયોજન કર્યું હતું.

આ વિશે વધુ માહિતી આપતાં મહિલા શાખાપ્રમુખ બીના દૌંડકરે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બિલ્ડિંગની પાછળ હાઉસગલીઓમાં કચરો ફેંકવામાં આવતાં ગંદકી થાય છે અને એમાંથી મચ્છરો પેદા થાય છે. અમુક સમયે ગટરનું ગંદું પાણી ભરાઈ જતાં રોગચાળાની શક્યતા વધી જાય છે. એને કારણે અનેક પ્રકારની બીમારીઓ ફેલાય છે. આમ ફોર્ટની હાઉસગલીઓ ખૂબ ગંદી રહેતી હોવાથી સ્થાનિક નગરસેવક ગણેશ સાનપે પોતાના ફન્ડમાંથી ત્રણ મહિનામાં ૭૦ હાઉસગલીઓ સાફ કરાવીને રિપેર કરાવી હતી તેમ જ લોકો કચરો ફેંકી પરિસર ગંદો ન કરે અને ડસ્ટબિનમાં જ નાખે એ માટે ત્રણ-ચાર બિલ્ડિંગો વચ્ચેની ગલીઓમાં ચાર ફૂટ મોટા ઢાંકણવાળાં ૨૦૦ ડસ્ટબિન મુકાવવામાં આવ્યાં છે. આ હાઉસગલીઓમાં ૧૦૦ ટકા સાફસફાઈ રાખી કો-ઑપરેટ કરવા બદલ અને અપ્રીશિએટ કરવા માટે સોસાયટીઓના પ્રતિનિધિઓનું અમે ‘ધન્યવાદ સર્ટિફિકેટ’ આપીને બહુમાન પણ કર્યું હતું અને ગલીઓમાં કચરો નાખી પરિસર ગંદો ન કરવા અને સફાઈ રાખવા ફોર્ટના રહેવાસીઓને આહ્વાન કર્યું હતું. આ કામમાં અમને સમાજસેવિકા કુંતી ઓઝા અને ભૂતપૂર્વ નગરસેવિકા સરોજ કાપડિયાએ ખૂબ સહયોગ આપ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK