સુધરાઈ દ્વારા રસ્તાઓના ધીમે ચાલતા કામને લીધે લોકોને થતી હેરાનગતિ

સુધરાઈ દ્વારા વરસાદની સીઝનમાં રસ્તાનું કે ફૂટપાથનું કામ કાઢવામાં આવતું નથી. જોકે દિવાળી પતી જતાં હવે સુધરાઈ દ્વારા તળ મુંબઈમાં ઠેર-ઠેર રસ્તાઓ ખોદી કાઢીને ત્યાં નવા રસ્તા બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે જેને કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત સામાન્ય સિવિક સમસ્યાઓ માટે રસ્તો ખોદવામાં આવે છે એ અલગ. રસ્તામાં પડી જતા ખાડા અને તૂટી જતી ફૂટપાથો તો કાયમની સમસ્યા છે.



બકુલેશ ત્રિવેદી



ફોર્ટના યુનિવર્સિટી રોડને છેલ્લા ૨૦-૨૫ દિવસથી ખોદી કાઢવામાં આવ્યો છે અને ત્યાં નવો રોડ બનાવવાનું કામ ચાલુ થયું છે. એ કામ એટલું ધીરે ચાલી રહ્યું છે કે લોકો પરેશાન થઈ ગયા છે. ખાસ તો મોટરિસ્ટોને એને કારણે ભારે હાડમારી ભોગવવી પડી રહી છે.

એ જ પ્રમાણે ફોર્ટના ફિરોજશાહ મહેતા (PM) રોડને પણ નવો બનાવવામાં આવી રહ્યો છે. મહાત્મા ગાંધી રોડથી લઈને મિન્ટ રોડની વચ્ચેના પૅચમાં મિન્ટ રોડ સાઇડનો રોડ ખોદી કાઢવામાં આવ્યો છે. આ વિશે ત્યાં રહેતી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘PM રોડ સારો જ હતો. એમાં એવી કોઈ તકલીફ નહોતી કે એને નવો બનાવવો પડે. સારા રોડને તોડીને સુધરાઈ શા માટે કૉન્ક્રીટનો નવો રોડ બનાવે છે એ જ સમજાતું નથી. આખી દુનિયામાં ટાર રોડ (ડામરના રોડ)ને બેસ્ટ ગણવામાં આવે છે ત્યારે આપણી સુધરાઈ ટાર રોડ તોડીને કૉન્ક્રીટના રોડ બનાવે છે. ટાર રોડ કરતાં કૉન્ક્રીટનો રોડ વધુ હાર્ડ હોય છે. એમાં જર્ક વધુ લાગે છે. વળી એ જલદી તપી જાય છે. એ વખત જતાં સ્મૂધ થઈ જાય છે. વરસાદમાં એના પર વાહનો સ્કિડ થવાના ચાન્સિસ વધુ હોય છે, જ્યારે આની સામે ટાર રોડ સૉફ્ટ હોય છે. એના પર જર્ક નથી લાગતા અને વાહનોની ગ્રિપ પણ સારી રહે છે. એને કારણે વાહનોને પણ ઓછું નુકસાન થાય છે.’

રસ્તો નવો બનાવવા જ રસ્તો ખોદાય એ જરૂરી નથી. કોઈ પણ સિવિક સમસ્યાઓ માટે અવારનવાર રસ્તાઓ તો ખોદાતા જ રહે છે. હાલમાં જ PM રોડ અને કાવસજી પટેલ રોડના જંક્શન પર પાણીની પાઇપલાઇન બેસાડવાનું કામકાજ ચાલી રહ્યું હતું અને એ માટે ગયા ગુરુવારથી રસ્તો ખોદી કાઢવામાં આવ્યો હતો.

PM રોડ પર લક્ષ્મી બિલ્ડિંગ, લાઇફ ઇન્શ્યૉરન્સની બ્રાન્ચ-નંબર ૮૮૦ સામે ફૂટપાથ પરના પેવર બ્લૉક્સ નીકળી ગયા છે અને હાલ ત્યાં માટી નાખી દેવામાં આવી છે.

કાલા ઘોડા પાસે બરદોરજી ભરૂચા માર્ગ પાસે ગટરના મેઇન હોલની આસપાસનું કૉન્ક્રીટનું ફિલિંગ નીકળી જવાથી એ ગટર હવે જોખમી બની ગઈ છે અને એની આજુબાજુનો રસ્તો તૂટી પડે એવી શક્યતા છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK