ગિરગામ ચોપાટી પાસે સુમેર ગ્રુપે બાંધેલા સુમેર હાઇટ્સ બિલ્ડિંગમાં કાયદાના ભંગની ફરિયાદ

ગેરકાયદે ગેટ બાંધવા અને ફૂટપાથ પચાવી પાડવા બદલ બિલ્ડરને નોટિસ

અતિક્રમણ : સુમેર હાઇટ્સના બાંધવામાં આવેલા ગેટ અને બહાર ફૂટપાથ પર પાર્ક કરવામાં આવેલી કાર. તસવીર : પ્રદીપ ધિવાર



(અકેલા)

કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં ગેરકાયદે ૧૦૨ ફ્લૅટ્સ બાંધવાના મુદ્દે ચાલી રહેલી લડાઈને પગલે સુધરાઈએ આવાં ગેરકાયદે બાંધકામો પ્રતિ ઉદાસીન વલણ છોડી દઈને આક્રમક વલણ લીધું છે અને ગયા બુધવારે ગિરગામ ચોપાટીમાં સુમેર ગ્રુપ દ્વારા બાંધવામાં આવેલા ૧૩ માળના સુમેર હાઇટ્સ બિલ્ડિંગમાં વિવિધ કાયદાઓનો ભંગ થયો હોવાથી મહારાષ્ટ્ર રીજનલ ઍન્ડ ટાઉન પ્લાનિંગ (પ્ય્વ્ભ્) ઍક્ટ હેઠળ નોટિસ ફટકારી હતી. બિલ્ડરે ચાર ગેટ ગેરકાયદે બાંધ્યા હોવાની તથા ફૂટપાથ પર અતિક્રમણ કર્યું હોવાની ફરિયાદ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ ગેરકાયદે ગેટ્સ ૧૫ દિવસમાં તોડી પાડવાનો આદેશ સુધરાઈએ આપ્યો હતો.

રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટિવિસ્ટ સંતોષ દૌંડકરે આ ફરિયાદ ફેબ્રુઆરી મહિનામાં કરી હતી. એમાં જણાવ્યા અનુસાર ‘ડેવલપર રાહુલ શાહે વિલ્સન કૉલેજ પાસે ૧૩ માળનું આ બિલ્ડિંગ બાંધ્યું છે અને સોસાયટીમાં જવા માટે ચાર વધારાનાં એન્ટ્રન્સ ઊભાં કયાર઼્ છે. બિલ્ડિંગના મૂળ પ્લાનમાં માત્ર બે જ ગેટની વાત હતી. બિલ્ડરે ફૂટપાથ પર સુધરાઈએ લગાવેલા

પેવર-બ્લૉક્સ હટાવી દીધા છે અને આ ફૂટપાથ પર આ સોસાયટીના લોકોને કાર પાર્ક કરવા દેવામાં આવે છે. બિલ્ડરે કોસ્ટલ રેગ્યુલેશન ઝોનના નિયમોનો પણ ભંગ કર્યો છે. સુધરાઈએ પ્ય્વ્ભ્ ઍક્ટ હેઠળ નોટિસ ફટકારી છે, પણ પબ્લિક પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડવા માટે બિલ્ડર સામે પોલીસે FIR લેવાની જરૂર છે.’

સ્થાનિક રહેવાસીઓની પણ ફરિયાદ છે કે ફૂટપાથ પર બીજા કોઈને ગાડી પાર્ક કરવા દેવામાં નથી આવતી. વળી ગેટ્સ હોવાથી એની સામે પણ કાર પાર્ક કરી શકાતી નથી એથી ઘણા લોકોને તકલીફ પડે છે. આ વિસ્તારમાં આવેલી હોટેલોમાં આવતા લોકોને પણ પાર્કિંગની સમસ્યા થાય છે.

દૌંડકરની ફરિયાદને પગલે સુધરાઈના અધિકારીઓએ સાઇટની મુલાકાત લીધી હતી અને બિલ્ડર પાસેથી આ સંદર્ભમાં દસ્તાવેજ માગ્યા હતા. વધારાના ચાર ગેટને તોડી પાડવા માટે પણ બિલ્ડરને જણાવવામાં આવ્યું હતું. આ અધિકારીઓએ કબૂલ કર્યું હતું કે બિલ્ડિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટમાં આ વધારાના ચાર ગેટની કોઈ વાત નથી.

સુધરાઈની નોટિસ બાદ બિલ્ડરે આ માટે આર્કિટેક્ટને દોષ આપ્યો હતો અને જણાવ્યું હતું કે આર્કિટેક્ટ તમામ છ ગેટ પ્લાનમાં દર્શાવવાનું ભૂલી ગયો હતો.

જોકે આ બહાનું આગળ ધરીને બિલ્ડરે સુધરાઈને એની નોટિસ પાછી ખેંચવા અને ગેટ્સને એમ જ રહેવા દેવાની વિનંતી કરી હતી, પણ એ વિનંતીને ઠુકરાવીને બુધવારે નવેસરથી નોટિસ મોકલીને ૧૫ દિવસમાં ગેટ્સ તોડી પાડવાનો આદેશ સુધરાઈએ આપ્યો હતો.

બિલ્ડર શું કહે છે?

સુમેર ગ્રુપના ચૅરમૅન રાહુલ શાહે કહ્યું હતું કે અમને એ યાદ છે કે ચાર ગેટની બાબતે કોઈ મુશ્કેલી હતી, પણ મને પ્ય્વ્ભ્ ઍક્ટ હેઠળ નોટિસ આપવામાં આવી હોવાની બાબતે કંઈ જ જાણ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK