તળ મુંબઈના ટ્રાફિક-આઇલૅન્ડ: કેટલા ઉપેક્ષિત, કેટલા સુશોભિત?

તળ મુંબઈનાં અનેક ટ્રાફિક-જંક્શનો પર અથવા બે રસ્તાના કૉર્નર પર સુધરાઈ દ્વારા ટ્રાફિક-આઇલૅન્ડ બનાવવામાં આવ્યા છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે અને વાહનવ્યવહાર સરળતાથી ચાલતો રહે.

બકુલેશ ત્રિવેદી

વધુમાં એ ટ્રાફિક-આઇલૅન્ડ પર ફૂલઝાડ રોપવામાં આવે છે જેથી સુંદરતાની સાથે પર્યાવરણની જાળવણીનો પણ હેતુ સરે. જનરલી સુધરાઈ દ્વારા એની સંભાળ લેવામાં આવતી હોય છે, પણ ઘણી વાર એ વિસ્તારના વિવિધ રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા એની સંભાળ લેવામાં આવે છે. જોકે એક વાર એનું બ્યુટિફિકેશન કરાવ્યા બાદ પોતાની પાર્ટીનાં અને એ બ્યુટિફિકેશન કરાવ્યાનાં ર્બોડ મૂક્યા બાદ એની ભાગ્યે જ દરકાર કરવામાં આવતી હોય છે.

મોહમ્મદઅલી રોડ અને ઇબ્રાહિમ રહેમતુલ્લા રોડના માંડવી જંક્શન પર આવેલી માંડવી પોસ્ટ-ઑફિસની સામેના ટ્રાફિક-આઇલૅન્ડની હાલત બિસમાર છે. મુંબઈના મૂળ રહેવાસીઓ માછીમાર કોળી લોકોની ઓળખને ઉજાગર કરતી હોડીનું સિમેન્ટ-કૉન્ક્રીટનું એક મૉડલ એમાં મૂકવામાં આવ્યું છે. એ હોડી સહિત આખો આઇલૅન્ડ હાલ કંગાળ હાલતમાં છે. એ આઇલૅન્ડની અંદરની બાજુ લોખંડની ગ્રિલથી કવર કરેલી ફૂટપાથ છે જેના પર સખત કચરો હોવાથી લોકો ચાલવા માટે એનો ઉપયોગ કરતા નથી. અંદરની સાઇડ આજુબાજુના વિસ્તારના ફેરિયાઓ દ્વારા કચરો પણ નાખવામાં આવે છે. સાંજ પડે એ આઇલૅન્ડમાં ગદુર્લ્લા તેમનો અડ્ડો જમાવી દે છે. હોડીની હાલત ખરાબ છે. હવે એને રંગરોગાનની પણ જરૂર છે. શહેરના બ્યુટિફિકેશન માટે બનાવવામાં આવેલા આ ટ્રાફિક-આઇલૅન્ડની હાલત બદથી બદતર બનતી જાય છે.

સર વિઠ્ઠલભાઈ પટેલ રોડના નળબજાર જંક્શન પર આવેલા ઇમામ અહમદ રઝા ચોકનું ત્યાંના વિધાનસભ્ય ભાઈ જગતાપે ૨૦૦૮-’૦૯ દરમ્યાન બ્યુટિફિકેશન કરાવેલું છે. આરસની ટાઇલ્સવાળી દીવાલ ચણી સ્ટીલની કરેલી ફેન્સિંગ હજી પણ જળવાઈ રહી છે અને એમાં કોઈ બહારથી એન્ટર ન થઈ શકે એ માટે ગેટ બનાવીને એને તાળું પણ મારવામાં આવ્યું હોવાથી અંદરનાં ઝાડપાન સારી રીતે સચવાઈ રહ્યાં છે.

ગુલાલવાડી, કીકા સ્ટ્રીટ તરફના ઘ્ભ્ ટૅન્કના નાકા પર આવેલા પીપળાને કવર કરી બનાવવામાં આવેલા ટ્રાફિક-આઇલૅન્ડના સુશોભનનું કામ શિવસેનાનાં નગરસેવિકા યુગંધરા સેળવેકરે ૨૦૧૨-૨૦૧૩ દરમ્યાન કરાવેલું છે. સ્ટીલની રેલિંગ અને દીવાલની કન્ડિશન સારી છે, પણ એ પીપળા પર શ્રદ્ધાળુઓ દ્વારા દેવ-દેવીઓના ફોટો લગાડી દેવામાં આવ્યા છે જેનાં લોકો દર્શન પણ કરે છે. આગળ જતાં ત્યાં કાચું અને પછી પાકું ગેરકાયદે મંદિર બની જાય તો નવાઈ નહીં. એ ઉપરાંત એમાં અન્ય કચરો પણ નાખવામાં આવ્યો હોવાનું જણાયું છે. 

ઘ્ભ્ ટૅન્કના માધવબાગ તરફના નાકા પરના ટ્રાફિક-આઇલૅન્ડમાં સુધરાઈ દ્વારા અન્ડરગ્રાઉન્ડ યુરિનલની સગવડ આપવામાં આવી છે. એથી એની બહારના ઉપરના ભાગમાં બ્યુટિફિકેશન જળવાઈ રહ્યું છે અને ઝાડપાનની પૂરતી કાળજી લેવામાં આવે છે અને કોઈ કચરો ન થાય એની સાવચેતી રાખવામાં આવે છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK