પ્રિન્સેસ સ્ટ્રીટમાં ટ્રાફિકના નિયમોનો છડેચોક ભંગ

રસ્તાની બન્ને તરફ વાહનો પાર્ક કરવામાં આવતાં હોવાથી લોકોને કરવો પડે છે ભારે હાડમારીનો સામનો

દવાબજાર, બુક્સ અને છત્રીઓની હોલસેલ માર્કે‍ટ ગણાતી પ્રિન્સેસ સ્ટ્રીટમાં બન્ને તરફ વાહનો પાર્ક કરી ટ્રાફિકના નિયમોનો છડેચોક ભંગ કરવામાં આવે છે. એક બાજુનાં મકાનોમાં ઑફિસો અને દુકાનો ધરાવતા વેપારીઓ તેમની કાર પાર્ક કરે છે, જ્યારે બીજી બાજુ તેમની દુકાનોમાં માલ ખાલી કરવા માગતા અથવા તેમની દુકાનોમાંથી માલની ડિલિવરી લેતા ટેમ્પો હારબંધ ઊભા હોય છે જેને કારણે રસ્તાની વચ્ચે માત્ર એક જ વાહન જઈ શકે એટલી જગ્યા માંડ બચે છે. આમ બન્ને તરફ પાર્ક કરવામાં આવેલાં વાહનોને કારણે રાહદારીઓને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.  

તળ મુબંઈની ઝવેરી બજાર પાસે આવેલી જંજીકર સ્ટ્રીટમાં નો પાર્કિંગના બોર્ડ હેઠળ જ પાર્ક કરવામાં આવેલાં એકાદ-બે નહીં, સંખ્યાબંધ ટૂ-વ્હીલરને કારણે રસ્તો તો બ્લૉક થાય જ છે ઉપરાંત રસ્તે આવતા-જતા લોકો સહિત દુકાનોમાં આવતા ગ્રાહકોને પણ દુકાનમાં એન્ટ્રી લેવા સાત કોઠા પાર કરવા જેવી પરિસ્થિતિ સરજાય છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK