સાઉથ મુંબઈના રહેવાસીઓને પાણી ચોખ્ખું અને વધુ મળે એ માટે સુધરાઈનું ઑપરેશન શરૂ

સાઉથ મુંબઈના રહેવાસીઓને પાણી ચોખ્ખું અને વધુ મળી રહે એ માટે સુધરાઈએ ૩-૪ સપ્ટેમ્બરથી ઑપરેશન શરૂ કરી દીધું છે.


કૉર્પોરેટર વીણા જૈન.



આ ઑપરેશનમાં સુધરાઈ સાઉથ મુંબઈના વિવિધ વિસ્તારમાં ખોદકામ કરી પાણીની જૂની પાઇપલાઇનની જગ્યાએ નવી પાઇપલાઇનો બેસાડી રહી છે અને આ કામમાં સુધરાઈને ૫૦ ટકા સફળતા પણ મળી છે. હાલમાં સાઉથ મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી વધુ મળી રહ્યું છે, પણ હજી પણ રહેવાસીઓને પાણી ગંદું આવી રહ્યું છે.

૩-૪ સપ્ટેમ્બરે સુધરાઈએ ખોદકામ કરી સાઉથ મુંબઈથી કનેક્ટેડ મહાલક્ષ્મી વિસ્તાર પાસેની પાઇપલાઇનો ચેક કરી હતી અને એમાં સુધરાઈએ પાણીનો ફોર્સ ચેક કર્યો હતો. આ નવી પાઇપલાઇનને કારણે સુધરાઈને ઘણી સફળતા મળી છે, પણ હજી પણ રહેવાસીઓને ગંદું પાણી મળી રહ્યું છે. એના કારણે સાઉથ મુંબઈમાં ૩-૪ સપ્ટેમ્બરે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો હતો. એમાં સાઉથ મુંબઈના ઘણા વિસ્તારમાં ૫૦થી ૧૦૦ ટકા સુધી પાણીકાપ રહ્યો હતો.

શું ફાયદો થયો રહેવાસીઓને?

મુંબાદેવીનાં કૉર્પોરેટર વીણા જૈને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ નવી પાઇપલાઇનોને કારણે C વૉર્ડમાં પાણી વધુ આવી રહ્યું છે અને પાણીનો ફોર્સ પણ વધી ગયો છે, પરંતુ કાલબાદેવી વિસ્તારમાં હજી પણ રહેવાસીઓના ઘરે ગંદું પાણી આવી રહ્યું છે. સુધરાઈએ અમને કહ્યું હતું કે પાણીની પાઇપલાઇનો બદલવામાં આવી હોવાથી આવી સમસ્યા નિર્માણ થઈ છે અને આ સમસ્યા જલદી જ પૂરી થઈ જશે.’

ફોર્ટના કૉર્પોરેટર ગણેશ સાનપે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફોર્ટથી લઈને કોલાબા સુધીના રહેવાસીઓના ઘરે હવે ચોખ્ખું અને વધુ પાણી આવી રહ્યું છે અને રહેવાસીઓ પણ ઘણા ખુશ છે. સુધરાઈએ આવું ઑપરેશન વારંવાર કરવું જોઈએ અને રહેવાસીઓને ચોખ્ખું પાણી મળે એની કોશિશ કરવી જોઈએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK