મરીન ડ્રાઇવનાં તમામ બિલ્ડિંગોને ભારતીય રાષ્ટ્રધ્વજના રંગે રંગવાનો પ્રસ્તાવ

ક્વીન્સ નેક્લેસ તરીકે જાણીતા સાઉથ મુંબઈના સુંદર દરિયાકિનારા મરીન ડ્રાઇવની સામે આવેલાં તમામ બિલ્ડિંગોના કલર એકસરખા રાખવા માટે અને રાત્રે ક્વીન્સ નેકલેસની સુંદરતામાં વધારો કરતી લાઇટિંગ વ્યવસ્થા માટે સુધરાઈએ નોટિસ ઑફ મોશન પાસ કરી છે.


જોકે ચોક્કસ કેવી કલર-સ્કીમ હશે એનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ સુધરાઈની જનરલ બૉડીએ આ નોટિસ ઑફ મોશન પાસ કરી હોવાથી ટૂંક સમયમાં આ યોજના આકાર લેશે. મરીન ડ્રાઇવનાં બિલ્ડિંગો માટે એકસરખા કલર સંબંધી આ નોટિસ ઑફ મોશન ગયા મહિને આગળ ધરનારા BJPના સિનિયર કૉર્પોરેટર ડૉ. રામ બારોટે હવે સૂચન કર્યું છે કે આ તમામ બિલ્ડિંગોને ભારતના રાષ્ટ્રધ્વજના ત્રણ કલરથી રંગવાં જોઈએ. સાડાચાર કિલોમીટર લાંબા આ દરિયાકિનારાની સુંદરતા રાત્રે નિખરી આવે એ માટે ત્યાં નવી લાઇટિંગ સિસ્ટમની વ્યવસ્થાનું સૂચન પણ રામ બારોટે કર્યું છે. તાજેતરમાં રામ બારોટ ચીનના પ્રવાસે ગયા હતા અને ત્યાં શાંઘાઈમાં નદીકિનારે સુંદર કલર-કોડ અને લાઇટિંગ જોઈને તેમને આ વિચાર આવ્યો હતો.

BJP = ભારતીય જનતા પાર્ટી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK