મરીનલાઇન્સ પર ટ્રૅક ક્રૉસ કરવા જતાં મુંબઈના જાણીતા બિઝનેસમૅનનું મૃત્યુ

મુંબઈના જાણીતા ઐશ્વર્યા ડિઝાઇન સ્ટુડિયોના પાર્ટનર અને લાકડિયા ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના હંસરાજ સુરજી ગડા ગઈ કાલે સાંજે સાડાસાત વાગ્યે મરીન લાઇન્સ સ્ટેશન પર પાટા ક્રૉસ કરતી વખતે ટ્રેનની અડફેટે ચડી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.



આ ઍક્સિડન્ટ વિશે માહિતી આપતાં ચર્ચગેટ સ્ટેશનના ગવર્નમેન્ટ રેલવે પોલીસના એક ઑફિસરે કહ્યું હતું કે ‘તેઓ બે નંબરના પ્લૅટફૉર્મ પરથી એક નંબરના પ્લૅટફૉર્મ પર પાટા ક્રૉસ કરીને આવી રહ્યા હતા ત્યારે બાંદરા જતી સ્લો ટ્રેનની અડફેટે ચડ્યા હતા. ટ્રેનનો જોરદાર ફટકો લાગતાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેઓ ફંગોળાઈને પછડાયા હતા જેને કારણે તેમના પગમાં પણ ઈજા થઈ હતી. ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું. તરત જ અમને આ બાબતની જાણ કરવામાં આવી હતી. હંસરાજભાઈના ખિસ્સામાંથી એ વખતે ૧૬,૫૩૪ રૂપિયા, તેમનું આઇ-કાર્ડ, ચેઇન, હીરાજડિત વીંટી મળ્યાં હતાં. તેમના ખિસ્સામાંથી મળેલા મોબાઇલ પરનો લાસ્ટ નંબર હતો જે તેમના સાઢુભાઈના દીકરા અંકિતનો હતો. તેને અમે આ ઘટના વિશે જાણ કરી હતી. ત્યાર બાદ તેમના મૃતદેહને ઞ્વ્ હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK