મરીન ડ્રાઇવના રહેવાસીઓનો વિજય

F-1ની રેસનો કાર્યક્રમ હવે મરીન ડ્રાઇવ પર નહીં થાય : રોડના વ્યાવસાયિક ઉપયોગના વિરોધમાં રેસિડન્ટ્સનો હતો વિરોધ




મરીન ડ્રાઇવમાં ફૉમ્યુર્લા-૧ રેસનું આયોજન કરવા સામે હવે આ વિસ્તારના રહેવાસીઓનો વિરોધ હોવાથી આયોજકોને માટે સમસ્યા નર્મિાણ થઈ છે અને આ રેસ માટે બીજું કોઈ સ્થળ ગોતવું પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. ટેલિકોમ કંપની વોડાફોને પ્રમોશન માટે ફૉમ્યુર્લા-૧ના ૨૦૦૮ના વર્ષના ચેમ્પિયન લુઇસ હેમિલ્ટનની ફૉમ્યુર્લા-૧ની કારને ઝડપથી દોડાવવાના કાર્યક્રમનું આયોજન ૧૬ સપ્ટેમ્બરે કર્યું હતું.

મરીન ડ્રાઇવના રહેવાસીઓનો આ કાર્યક્રમ સામે વિરોધ છે. આ વિરોધ વ્યક્ત કરવા માટે આ વિસ્તારના બધાં જ રેસિડૅન્ટ્સ અસોસિએશનોએ મરીન ડ્રાઇવ કાઉન્સિલનું ગઠન કર્યું છે. રહેવાસીઓનો એવો આક્ષેપ છે કે આ રેસનું આયોજન કરવામાં આવશે તો તેનાથી -જાહેર જગ્યાનો વ્યાવસાયિક ઉપયોગ થશે અને આ રેસને કારણે બેફામ ઝડપે કાર દોડાવવાને પ્રોત્સાહન મળશે.

આ કાઉન્સિલનું પ્રતિનિધિમંડળ રાજ્યના મુખ્ય સચિવ જે. કે. બંથિયાને મળ્યું હતું અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલે રાજ્ય સરકાર હસ્તક્ષેપ કરે અને રેસનું સ્થળ બદલાવવામાં આવે એવી માગણી રહેવાસીઓએ કરી હતી. આ પહેલાં રહેવાસીઓએ સુધરાઈ અને રાજ્યના ચીફ સેક્રેટરીને પત્ર લખીને આ રેસની સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને પગલે સુધરાઈએ આયોજકો સામે બે શરતો રાખી હતી, એક તો ટ્રાફિક વિભાગની મંજૂરી મેળવવી અને બીજી આ વિસ્તારના રહેવાસી અસોસિએશનોની મંજૂરી મેળવવી.

બીજી તરફ વોડાફોન તરફથી જારી અખબારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ફૉમ્યુર્લા-૧નું આયોજન ૧૬ સપ્ટેમ્બરના રોજ જ કરવામાં આવશે.

નવી જગ્યા ક્યાં?

આયોજકોના જણાવ્યા પ્રમાણે F-1 ઇવેન્ટની નવી જગ્યા બીકેસીની એશિયન હાર્ટ હૉસ્પિટલથી ૨૦૦ મીટર દૂરથી એમટીએનએલ બિલ્ડિંગ સુધી ૧.૨૦ કિલોમીટર સુધીની હશે. કૉન્ક્રીટ રોડ પર કોઈ પણ જાતનાં સ્પીડ-બ્રેકરો ન હોવાને કારણે આ ઇવેન્ટ માટે અનુકૂળ જગ્યા છે.

સમગ્ર વિસ્તારમાં F-1  માટેનું વાતાવરણ ઊભું કરવામાં આવશે. વળી મહેમાનો કોઈ પણ જાતના અવરોધ વગર સમગ્ર ઇવેન્ટને માણી શકે એ માટે તેમની બેસવાની જગ્યા પણ કરવામાં આવશે. રેસ એક કલાક સુધી ચાલશે તેમ જ સમગ્ર ઇવેન્ટ ૯૦ મિનિટ કરતાં લાંબી નહીં ચાલે. ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે આયોજકો ચર્ચા કરી રહ્યા છે જેથી ઇવેન્ટ દરમ્યાન ટ્રાફિકને અન્યત્ર વાળવામાં આવે.   

એમટીએનએલ = મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK