ડાયમન્ડ માર્કેટમાં આતંક ખુરસીનો

૧૩ જુલાઈએ ડાયમન્ડ માર્કેટમાંથી જ્યાં બૉમ્બ મળ્યો હતો એની પાસે જ ફરી બૉમ્બ હોવાનું જણાવવામાં આવતા હવે ડરના માર્યા આ ખુરસીની આસપાસ કોઈ હવે ફરકતું નથી

(પ્રીતિ ખુમાણ)

શનિવારે બપોરે અચાનક ડાયમન્ડ માર્કેટમાં બૉમ્બ હોવાની અફવા ફેલાતાં આખા માર્કેટમાં અફરાતફરી જેવું વાતાવરણ થઈ ગયું હતું. એને કારણે માર્કેટના વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. એ સાથે ડાયમન્ડ માર્કેટના વેપારીઓના મનમાં ભય પેસી ગયો છે એટલે ૧૩ જુલાઈએ જે જગ્યાએથી બૉમ્બ મળ્યો હતો એ જ જગ્યાની પાસે રાખવામાં આવેલી ખુરસી પાસેથી શનિવારે બ્લુ કલરની થેલીમાં બૉમ્બ હોવાની અફવા ફેલાતાં વેપારીઓ આ ખુરસીની આજુબાજુ ફરકતા પણ નથી. શનિવારે ભલે બૉમ્બ નહીં પણ મૉક ડ્રિલ હતી, પરંતુ આ મૉક ડ્રિલે વેપારીઓના મનમાં રહેલા ભયમાં કેટલો વધારો કર્યો છે એ સ્પષ્ટ થયું હતું.

શનિવારે સાંજે સાડાચારથી પોણાછ વાગ્યા સુધી ચાલેલા આ ડ્રામાએ આખા ડાયમન્ડ માર્કેટને હલાવી મૂક્યું હતું. ત્યાં કામ કરતા વેપારીઓને તો જરા પણ અંદાજ નહોતો કે જે બૉમ્બની અફવાને કારણે તેમનો જીવ અધ્ધર ચડી ગયો હતો એ ફક્ત એક મૉક ડ્રિલ હતી. પંચરત્ન બિલ્ડિંગની પાછળના ગેટના ખૂણાએ અને પૉપ્યુલર બિલ્ડિંગના ગેટની અને ૧૩ જુલાઈ થયેલા બ્લાસ્ટથી લગભગ ૨૦-૨૫ ફૂટની દૂરીએ બ્લુ કલરની એક થેલીમાં બૉમ્બ હોવાની અફવા ફેલાતાં ડાયમન્ડ માર્કેટમાં અચાનક લોકો ભાગવા લાગ્યા હતા. થોડી વારમાં આખું માર્કેટ ખાલી થઈ ગયું હતું. માર્કેટમાં આવેલી ખાઉગલીમાં લોકો નાસ્તો ફેંકીને ભાગ્યા હતા.

દોઢ કલાકના આ ડ્રામાએ વેપારીઓની ભારે હાલત કરી નાખી હતી એમ જણાવતાં એક વેપારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અચાનક જ આખા માર્કેટમાં બૉમ્બ છે; ભાગો, માર્કેટ ખાલી કરો એના સિવાય કંઈ સંભાળાઈ રહ્યું નહોતું. એટલે બધા લોકો સામાન મૂકી ઑફિસ બંધ કરીને ભાગવા લાગ્યા હતા. અમે આગળ-પાછળ કંઈ જોયું નહીં અને બસ જીવ બચાવવા ભાગ્યા, કેમ કે ૧૧ જુલાઈએ એક વાર અમારા પર વીતી એ ફરી જોવા માગતા નહોતા. નીચે ઊતર્યા તો લોકો આમથી તેમ ભાગી રહ્યા હતા. અમને કંઈ જ ખબર પડતી નહોતી કે આ શું થઈ રહ્યું છે. પોલીસ અને ડૉગ-સ્ક્વૉડ ટોળેટોળામાં આવવા લાગ્યાં. અમે તો કંઈ જોવા ઊભા ન રહ્યા. ફક્ત માર્કેટમાંથી કેમ નીકળીએ એ જ વિચારી રહ્યા હતા.’

ડાયમન્ડ માર્કેટમાં દલાલીનું કામ કરતા એક વેપારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગની ગેટ પાસે વૉચમૅનની ખુરસીની થોડે દૂરથી જ આ થેલી મળી હતી. બૉમ્બ શબ્દ સાંભળતાં જ અમે જીવ હાથમાં લઈને ભાગ્યા. હું તો ઑફિસમાં જે સામાન પડ્યો એ એવી જ રીતે નાખીને ભાગવા લાગ્યો અને મારી સાથે કેટલાય બીજા લોકો પણ એમ જ ભાગ્યા હતા. મારી આંખની સામે કેટલાય લોકોને ઈજા પણ થઈ હતી. એક વૃદ્ધ ભાઈને તો ભાગવામાં માથે વાગ્યું હતું અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ બધી ઘટનાએ મનમાં એટલો ભય બેસાડી દીધો છે કે પેલી ખુરસીની આસપાસ તો કોઈ ફરકતું પણ નથી. આ ખુરસી પાસેથી નીકળવાનું પણ બધા હવે ટાળી રહ્યા છે. એના પરથી અંદાજ લગાડી શકાય છે કે મૉક ડ્રિલે અમારા ભયમાં કેટલો વધારો કર્યો હશે.’

૧૩ જુલાઈ બાદ ડાયમન્ડ માર્કેટના વેપારીઓએ બિલ્ડિંગના ગેટ પાસે સીસીટીવી કૅમેરા લગાડ્યા હતા, પણ હાલમાં મોટા ભાગના સીસીટીવી કૅમેરાનાં ખોખાં ખાલી પડેલાં જોવા મળી રહ્યાં છે. આ કૅમેરા ચોરી થઈ ગયા છે કે એનું શું થયું એની વેપારીઓને પણ ખબર નથી

સીસીટીવી = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK