ફોર્ટની પેરિન નરીમાન સ્ટ્રીટમાં પાણીનો ફરજિયાત વેડફાટ

ગંદા પાણીની સમસ્યા પર સુધરાઈ ધ્યાન આપતી ન હોવાથી રોજ ૨૦ મિનિટ પાણી જવા દીધા બાદ ઉપયોગ માટે ભરવામાં આવે છે



(શિરીષ વક્તાણિયા)

ફૉર્ટના બોરાબજારમાં આવેલી પેરિન નરીમાન સ્ટ્રીટના ૭૦૦થી વધુ પરિવારોના ઘરે તેમના નળમાં હજી સુધી ગંદું અને દૂષિત પાણી આવી રહ્યું છે. આ સમસ્યાને કારણે અહીંના રહેવાસીઓ શરૂઆતની ૨૦ મિનિટ સુધી પાણી નળમાંથી જવા દે છે અને ત્યાર પછી તેઓ ઘરના વપરાશ માટે પાણી ભરે છે. અમુક રહેવાસીઓએ પાણી શુદ્ધ કરવા ઘરમાં વૉટર પ્યૉરિફાયરનાં મશીનો પણ બેસાડ્યાં છે. જોકે અમુક લોકો ઘરમાં પાણી ગરમ કરીને વાપરી રહ્યા છે, જ્યારે અહીંના વેપારીઓ બહારથી પાણી ખરીદી લાવીને વાપરે છે.

ઑગસ્ટ મહિનામાં અહીંના રહેવાસીઓએ સુધરાઈમાં ફરિયાદ કરી હતી કે તેમના ઘરમાં કાળા અને પીળા રંગનું દૂષિત પાણી આવે છે. જોકે આ સમસ્યા ઓછી થઈ છે, પણ સંપૂર્ણપણે આ સમસ્યા પર અંકુશ લાવવામાં આવ્યો નથી. પેરિન નરીમન સ્ટ્રીટથી સુધરાઈની ઑફિસ ફક્ત ૧૦૦ મીટર જ દૂર છે, પણ કાર્યવાહી કરવા માટે ૧૦૦થી વધુ દિવસો લાગી રહ્યા છે. પેરિન નરીમન સ્ટ્રીટ પર આવેલા સત્યનિવાસ બિલ્ડિંગમાં પહેલા માળે રહેતાં ૫૬ વર્ષનાં ગુજરાતી ગૃહિણી મંજુલા વેલજી ગાલાએ મિડ-ડે LOCALને કહ્યું કે ‘અમારા ઘરે રોજ સવાર અને સાંજે ફક્ત એક કલાક પાણી આવે છે. આ પાણી કાળા રંગનું અને દૂષિત હોય છે, એથી શરૂઆતની ૨૦ મિનિટ પાણી અમે જવા દઈએ છે અને ત્યાર પછી રસોઈ અને ઘરમાં વપરાશ માટે પાણી ભરીએ છે. અમે ઘણી વાર સુધરાઈમાં આ વિશે ફરિયાદ કરવા ફોન કયોર્ હતો, પણ બીએમસીના કોઈ પણ અધિકારીઓ સરખી રીતે જવાબ આપતા નથી. અમારી પાણીની પાઇપલાઇન પણ અહીંનાં નાળાંઓ પાસેથી જ પસાર થાય છે. એથી જો એક પણ પાણીની પાઇપ ફૂટી જાય તો એમાં તરત જ નાળાનું દૂષિત પાણી ભળી જાય છે અને ઘરમાં નળમાં આવનારા પાણીનો રંગ તરત જ બદલાઈ જાય છે. ઘરમાં એથી અમે વૉટર પ્યૉરિફાયર પણ બેસાડ્યું છે. છેલ્લાં ૩૫ વર્ષથી હું આ સોસાયટીમાં રહું છું, પણ પહેલી વાર અમને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.’

પેરિન સ્ટ્રીટ પર જાદવ ટેલર નામની દુકાન ધરાવતા ૪૧ વર્ષના ગુજરાતી રાજુ જાદવે કહ્યું હતું કે ‘મારી દુકાન ઘણાં વષોર્થી અહીં છે, પણ આજ સુધી મને કદી પણ પાણીની સમસ્યા થઈ નથી, પણ આવું પહેલી વાર બન્યું છે મારી દુકાન માટે પાણી મારા ઘરેથી કે બહારથી ખરીદીને મગાવવું પડે છે. અહીંના નળમાં ગંદું પાણી આવે છે એવું સાંભળ્યા પછી મેં નળમાંથી પાણી ભરવાનું બંધ કરી દીધું છે. હવે હું ફક્ત મારા ઘરમાંથી કે બહારથી પાણી ખરીદીને જ વાપરું છું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK