ગ્રાન્ટ રોડના થિયેટરમાં તોડફોડની ઍન્ટિ-ક્લાઇમૅક્સ

એમએનએસના કાર્યકરોએ જે ફિલ્મના વિરોધમાં સુપર થિયેટરમાં તોડફોડ કરી એને પ્રદર્શિત કરવાની ભલામણ તેમની જ પાર્ટીના વિધાનસભ્યે કરેલી



ગ્રાન્ટ રોડ-ઈસ્ટમાં આવેલા વર્ષોથી જાણીતા સુપર થિયેટરમાં જે ભોજપુરી ફિલ્મના વિરોધમાં આંદોલન કરીને એમએનએસના કાર્યકર્તાઓએ તોડફોડ કરી હતી એ ફિલ્મને આ થિયેટરમાં દર્શાવવા માટેનો ભલામણપત્ર તેમની જ પાર્ટીના વિધાનસભ્યે આપ્યો હોવાનું બહાર આવતાં એમએનએસની હાલત કફોડી થઈ ગઈ છે, બીજી તરફ એમએનએસના આ વિધાનસભ્ય બાળા નાંદગાંવકરે એવો ખુલાસો કરવો પડ્યો છે કે તેમને ફિલ્મનું નામ પણ નહોતી ખબર અને ફિલ્મના મરાઠી ડિસ્ટ્રિબ્યુટરને મદદ કરવાના હેતુથી જ આ ભલામણપત્ર આપવામાં આવ્યો હતો.

સુપર થિયેટરમાં એક ભોજપુરી ફિલ્મ શુક્રવાર ૩૧ ઑગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મનું ટાઇટલ હતું, એક બિહારી... સૌ પે ભારી.’ ફિલ્મના ટાઇટલ સામે વિરોધ વ્યક્ત કરવા માટે એ જ દિવસે સાંજે આઠ વાગ્યાની આસપાસ પાંચથી છ વ્યક્તિ સુપર સિનેમાહૉલ પર પહોંચી ગઈ હતી અને તેમણે હૉલના સિક્યૉરિટી ગાર્ડ મોહમ્મદ ઝુબેર આલમની મારપીટ કરી હતી, ફિલ્મનાં પોસ્ટર ફાડી નાખ્યાં હતાં અને કાચની બારીઓને નુકસાન પહોંચાડ્યું હતું.

આ બનાવ પછી એમએનએસ દ્વારા અખબારી યાદી બહાર પાડીને એમ જણાવવામાં આવ્યું હતું કે આ ભોજપુરી ફિલ્મનું ટાઇટલ ઉશ્કેરણીજનક હતું. તેને કારણે નારાજ કાર્યકર્તાઓ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું.

બનાવના એક અઠવાડિયા પછી બહાર આવ્યું હતું કે ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરવાની ભલામણ કરતો પત્ર એમએનએસના વિધાનસભ્ય બાળા નાંદગાંવકરે ભાયખલાના પૅલેસ થિયેટર અને સુપર થિયેટરને લખ્યો હતો.

આ વસ્તુ બહાર આવતાં જ બાળા નાંદગાંવકરે ઉતાવળે એક બેઠક બોલાવી હતી અને તેમાં એવો ખુલાસો કર્યો હતો કે ‘હું માત્ર એક મરાઠી માણસને મદદ કરવાનો હેતુ જ ધરાવતો હતો. આવું ઉશ્કેરણીજનક ટાઇટલ ધરાવતી ફિલ્મને હું ક્યારેય પ્રોત્સાહન આપીશ નહીં. ફિલ્મના ટાઇટલ ‘એક બિહારી... સૌ પે ભારી’ સિવાય અમને ફિલ્મ સામે બીજો કોઈ વાંધો નથી.

ચોથી સપ્ટેમ્બરે લખેલા એક પત્રમાં ફિલ્મના પ્રોડ્યુસર રવિ શંકર શર્માએ ફિલ્મનું ટાઇટલ એક બિહારી... સૌ પે ભારીમાંથી બદલીને ‘એક નિરાહુઆ... સરફિરા’ કરી નાખ્યું હોવાની અને આ જ ટાઇટલ સાથે ફિલ્મ મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મના ડિસ્ટ્રિબ્યુટર કેસરીનાથ મ્હાત્રેએ એવું નિવેદન આપ્યું હતું કે ‘ફિલ્મમાં હીરો પોતાના પ્રેમને પામવા માટે ૧૦૦ ગુંડાઓ સાથે લડાઈ કરે છે, એટલે આવું નામ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં આ નામ સાથે ફિલ્મ રજૂ કરવી ભૂલ હતી. હવે આ ફિલ્મનું નામ બદલી નાખવામાં આવ્યું છે.

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK