ભુલેશ્વરના રહેવાસીઓને ત્રાસ ચીમનીના પ્રદૂષણનો

૧૦,૦૦૦ લોકો આ સમસ્યાને કારણે શિફ્ટ થયા છે : ભુલેશ્વર રેસિડન્ટ્સ અસોસિએશન આપી રહ્યું છે લડત

છેલ્લાં ૧૦ વર્ષથી ‘સી’ વૉર્ડના ભુલેશ્વરમાં ગેરકાયદે સોનાના દાગીના બનાવતાં લગભગ ૫૨૦૦ કારખાનાંમાંથી ચીમની દ્વારા રોજ ઝેરી ધુમાડો બહાર છોડવામાં આવી રહ્યો છે એને કારણે અહીંના લગભગ દસ હજાર રહેવાસીઓએ તેમનું ઘર વેચી દીધું છે અને તેઓ બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. લૅબોરેટરીમાંથી મળેલા રિપોર્ટને આધારે આ કારખાનાંઓમાંથી ઝેરી સલ્ફ્યુરિક અને નાઇટ્રિક ઍસિડ ધુમાડારૂપે ચીમની દ્વારા બહાર છોડવામાં આવે છે, એને કારણે અહીંના રહેવાસીઓને શ્વાસોશ્વાસથી થનારી દમ જેવી બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં આ ચીમનીઓ વિરુદ્ધ ‘ભુલેશ્વર રેસિડેન્ટ્સ અસોસિએશન’ સંસ્થાએ હાઈ કોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ) દાખલ કરી છે. હજી સુધી ફાઇનલ હિયરિંગ થયું નથી. બીજેપીના અગ્રણીઓ આવાં કારખાનાંઓને સાથ આપી રહ્યા હોવાનું અહીંના રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું. થોડાં વર્ષો પહેલાં આ જ કારખાનાંમાં આગ લાગવાથી ત્યાં કામ કરનારા લગભગ ૩૨ કારીગરોનાં મૃત્યુ થયાં હતાં.

ભુલેશ્વરમાં રહેતા અને હવે કાંદિવલી શિફ્ટ થયેલા હરેન્દ્ર ભટ્ટે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ભુલેશ્વરમાં હું વર્ષ ૧૯૬૫થી મારા પરિવાર સાથે રહેતો હતો, પણ ત્યાંનાં કારખાનાંમાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે મેં હાલમાં જ મારું ઘર મારા ભાઈને વેચી દીધું છે અને કાંદિવલીમાં મારા પરિવાર સાથે શિફટ થઈ ગયો છું. જ્યારે હું ભુલેશ્વરમાં રહેતો હતો ત્યારે મને અને મારા પરિવારને ગળામાં દુખાવો થતો હતો અને વારંવાર શરદી થતી હતી, ડૉક્ટરોએ એથી મને સલાહ આપી હતી કે તમે ક્યાંક બીજી જગ્યાએ રહેવા જાઓ, જ્યાં આવાં કારખાનાં ન હોય, એથી મેં મારું ઘર બદલી નાખ્યું હતું. હાલમાં હું સુખી જીવન ગાળી રહ્યો છું.’ આવી જ રીતે ભુલેશ્વરમાં લગભગ ૧૦ હજારથી વધુ લોકોએ આ કારખાનાંના પ્રદૂષણને કારણે તેમનાં ઘર વેચી દીધાં છે અને તેઓ બીજી જગ્યાએ રહેવા ચાલ્યા ગયા છે.

રહેવાસીઓ કહ્યું હતું કે ભુલેશ્વરમાં એક મ્યુનિસિપલ સ્કૂલ પણ હતી, પણ આ કારખાનાંઓને કારણે એ બંધ કરી દેવામાં આવી હતી.

કાલબાદેવીમાં આવેલી નરનારાયણ મંદિર બિલ્ડિંગમાં રહેતાં ૪૨ વર્ષનાં ગૃહિણી નીતા ભગવાનદાસ સોનીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી પાડોશમાં રહેનારાં ચેતનાબહેન વઘાસિયાએ પણ હાલમાં જ તેમનું ઘર બદલી દીધું છે. જોકે તેમના બાળક સહિત તેમના સમ્રગ પરિવારને આ કારખાનાંઓને કારણે દમની બીમારી થઈ હતી એને કારણે તેઓ હાલમાં જ મલાડમાં શિફ્ટ થઈ ગયાં હતાં. અમે પણ હાલમાં ઘર બદલવાનું વિચારી રહ્યા છે, કારણ કે આવા વિસ્તારમાં અમે વધુ જીવી શકીએ એમ નથી. આ ગેરકાનૂની કારખાનાંનાં ચીમનીમાંથી ક્યારેક પીળા રંગનો ધુમાડો નીકળે છે. એને કારણે હવામાં ઝેરી ગૅસ છોડવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અમારા ઘરે દરેકને સતત શ્વાસોશ્વાસની તકલીફો થાય છે, પણ અમારી પાસે આ માટે કોઈ દવા નથી. અમને પણ દમ જેવી બીમારીઓ થાય એવાં લક્ષણો જોવા મળ્યાં છે એવું હાલમાં જ ડૉક્ટરોએ કહ્યું છે. એથી ફરિયાદ કરી ત્યારે હાલમાં જ અમારા ઘરની પાસેની ચાર ચીમનીઓ અમે કઢાવી દીધી છે, પણ હજારોની સંખ્યામાંથી ફક્ત ચાર ચીમની કાઢી દેવાથી કંઈ ફરક પડશે એમ નથી. આ કારખાનાંઓ બંધ કરાવી દેવાં જોઈએ. લોકો માટે સ્વાસ્થ્ય જરૂરી છે, રૂપિયા નહીં. એક તરફ અહીં મુંબાદેવી મંદિર, જે અમારા માટે સ્વર્ગ છે એવી જ રીતે બીજી તરફ અહીં સોનાના દાગીના બનાવનારાં કારખાનાંઓ અમારા માટે નરકરૂપે સાબિત થયાં છે. હું સરકારને વિનંતી કરું છું કે જલદી જ આ કારખાનાંઓ અહીંથી હટાવી દેવાં જોઈએ, નહીં તો આખા ભુલેશ્વરમાં દમની બીમારી ફરી વળશે.’

સંસ્થાના ખજાનચી વિજય શાહે મિડ-ડે LOCALને  કહ્યું હતું કે ‘અમે આ ચીમનીઓ હટાવવા પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ. ૨૦૧૦થી અમે લડાઈ ચાલુ રાખી છે. આ ગેરકાનૂની ચીમનીઓ અમે હટાવીને જ રહીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK