મમ્મીએ નશા માટે પૈસા ન આપ્યા એટલે થાણેના ગુજરાતી યુવાને ગળે ફાંસો ખાધો

મોડી રાતે ગૅલરીની સેફ્ટી-ગ્રીલ સાથે પટ્ટો બાંધીને કરી આત્મહત્યા

suiside



રોહિત પરીખ

મમ્મીએ નશા માટે પૈસા આપવાનો ઇનકાર કરતાં થાણે (વેસ્ટ)ના માનપાડા વિસ્તારમાં આવેલી હાઇડ પાર્ક રેસિડન્સી સોસાયટીના ઈ-૧ બિલ્ડિંગના બારમા માળે રહેતા ગુજરાતી યુવાને પહેલાં તેની મમ્મી સાથે બે કલાક સુધી ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ મોડી રાતે ગૅલરીની સેફ્ટી-ગ્રીલ સાથે પટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

થોડા સમય પહેલાં જ ૨૧ વર્ષનો કરણ કમલેશ ઠક્કર ગ્રૅજ્યુએટ થયો હતો. કરણના પિતા કમલેશ ઠક્કર ઇન્શ્યૉરન્સનું કામ કરે છે. કરણ અને કેવલ બે જોડિયા ભાઈઓ છે. કરણ ગ્રૅજ્યુએટ થયા પછી હજી કોઈ કામે લાગ્યો નહોતો, જ્યારે કેવલ હજી ભણી રહ્યો છે. લાડકોડથી ઊછરેલો કરણ શરાબને રવાડે ચડી ગયો હતો. શરાબના પૈસા માટે અવારનવાર કરણનો તેની મમ્મી હર્ષાબહેન સાથે ઝઘડો થતો હતો.

આ બાબતની માહિતી આપતાં માનપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગણપત પિંગળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કરણના પિતા હમણાં કામસર ચીન ગયા છે. ગુરુવારે રાતે દોઢ વાગ્યે કરણ શરાબ પીને ઘરે આવ્યો હતો. આવ્યા પછી કરણનો તેની મમ્મી હર્ષાબહેન સાથે મોડી રાત સુધી શરાબના પૈસા બાબતે ઝઘડો થયો હતો. ત્યાર પછી કરણ બાથરૂમ ગયો એટલે હર્ષાબહેન સવારે વાત કરીશું એમ વિચારીને  પોતાના રૂમમાં જઈને સૂઈ ગયાં હતાં. કરણ અને કેવલ એક જ રૂમમાં સૂવે છે, પરંતુ મોડે સુધી ચાલેલા ઝઘડાને કારણે કેવલ તરત જ સૂઈ ગયો હતો.’

હર્ષાબહેન કરણના રૂમમાં સવારના સાડાસાત વાગ્યાની આસપાસ ટુવાલ સૂકવવા ગયાં હતાં એ માહિતી આપતાં ગણપત પિંગળેએ કહ્યું હતું કે ‘ત્યારે હર્ષાબહેને જોયું કે કરણ ગૅલરીની અંદરના ભાગમાં ગ્રીલલ સાથે લટકતો હતો. તરત જ તેમણે પહેલાં કેવલને ઉઠાડ્યો હતો. ત્યાર પછી પાડોશીની મદદ લઈને ગ્રીલ સાથે લટકી રહેલા કરણને નીચે ઉતાર્યો હતો. હર્ષાબહેને તેમની બાજુની સોસાયટીમાં રહેતા એક ડૉક્ટરને બોલાવ્યા હતા. ડૉક્ટરે કરણને જોયા પછી તેને મૃત જાહેર કર્યો હતો. એથી હર્ષાબહેને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને કરણના મોતની જાણ કરી હતી.’

માનપાડા પોલીસને કરણ પાસેથી કોઈ જ પ્રકારની સુસાઇડ-નોટ મળી નહોતી. પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધીને કરણના મૃત્યુની વધુ તપાસ શરૂ કરી છે. ગઈ કાલે પોસ્ટમૉર્ટમ પછી પોલીસે કરણની ડેડ-બૉડી તેના પરિવારને અંતિમ સંસ્કાર માટેસોંપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK