સ્ટેશન પર ગુંજતો યાત્રીગણ કૃપયા ધ્યાન દેં.. અવાજ કોનો છે?

ભારતના કોઈ પણ રેલવે-સ્ટેશને તમે જાઓ ત્યારે ‘યાત્રીગણ કૃપયા ધ્યાન દેં...’ શબ્દોથી શરૂ થતી સૂચનાઓ સૌએ સાંભળી હશે.

sarla

તમે સફર કરતા હો ત્યારે સ્ટેશનો ભલે બદલાય, પણ આ અવાજ નથી બદલાતો. આજે જાણીએ રેલવે-સ્ટેશન્સ પર ગુંજતો આ અવાજ કોનો છે. આ અવાજ સરલા ચૌધરી નામનાં બહેનનો છે. જોકે હાલમાં આ બહેન હવે અનાઉન્સરના પદ પર નથી અને છતાં તેમનો અવાજ હજી કામ કરી રહ્યો છે. સરલા ચૌધરીએ ૧૯૮૨માં રેલવેમાં અનાઉન્સરના પદ માટે અરજી કરી હતી અને પરીક્ષા પાસ કરતાં તેમને સિલેક્ટ કરવામાં આવ્યાં હતાં. ૧૯૮૬ સુધી કમ્પ્યુટર ન હોવાથી દરેક સ્ટેશને પહોંચીને તેમણે અનાઉન્સમેન્ટ રેકૉર્ડ કરવી પડતી હતી. એ વખતે દરેક સ્ટેશન પર રેકૉર્ડિંગ માટે ત્રણ-ચાર દિવસ લાગી જતા હતા. અલગ-અલગ ભાષાઓમાં પણ અનાઉન્સમેન્ટ કરવી પડતી હતી. જોકે એ પછી નવી ટેક્નૉલૉજી આવતાં રેલવેએ તમામ અનાઉન્સમેન્ટની વ્યવસ્થા ટ્રેન-મૅનેજમેન્ટને સોંપી દીધી. સરલા ચૌધરી ૧૨ વર્ષ પહેલાં અનાઉન્સરનું કામ છોડીને રેલવેના બીજા વિભાગમાં કામ કરી રહ્યાં છે. તેમનો અવાજ સ્ટૅન્ડ બાય મોડ પર રેકૉર્ડ કરી લીધો હોવાથી હજીય આપણને રેલવે-સ્ટેશનો પર તેમનો અવાજ સાંભળવા મળે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy