આત્મહત્યાનો પાણીદાર સ્ટન્ટ

મંત્રાલયની સામે વૃદ્ધાએ કેરોસીનની જગ્યાએ શરીર પર પાણી રેડીને જાણે બળી મરવાની કોશિશ કરતાં હોય એવી ઍક્ટિંગ કરી

lady\\

મમતા પડિયા

પોતાની સમસ્યાના ઝડપી નિરાકરણ માટે મંત્રાલયમાં લોકો આવતા હોય છે અને જ્યારે સમસ્યાનું નિરાકરણ લાંબો સમય ન થાય ત્યારે કેટલીક વ્યક્તિઓ આત્મહત્યાનો પ્રયાસ પણ કરે છે. જોકે ગઈ કાલે ૭૦ વર્ષનાં સિનિયર સિટિઝને મંત્રાલયની બહાર આત્મહત્યાનો સ્ટન્ટ કરીને બધાના જીવ અધ્ધર કરી નાખ્યા હતા.

૪૦ વર્ષ જૂના જમીનના વિવાદના પગલે બુધવારે સવારે ૭૦ વર્ષનાં રાધાબાઈ સાળુંખેએ મંત્રાલય સામે પોતાના શરીર પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ત્યાં હાજર લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા, પરંતુ હકીકતમાં બૉટલમાં કેરોસીન નહીં પણ પાણી હતું. મરાઠવાડાના બીડ જિલ્લાના એક ગામમાં રહેતાં રાધાબાઈ મહેસૂલપ્રધાનને નિવેદન આપવા આવ્યાં હતાં. સવારે દસ વાગ્યે મંત્રાલય સામે તેમણે પોતાની થેલીમાંથી એક બૉટલ કાઢીને પોતાના શરીર પર એમાંથી કેરોસીન જેવું દેખાતું પ્રવાહી છાંટ્યું હતું. ત્યાં ઊભેલા ગાર્ડ અને પોલીસે આ જોતાં જ રાધાબાઈ પોતાને આગ ચાંપે એ પહેલાં તેમને રોકી દીધાં હતાં. ત્યાર બાદ તેમને મરીન ડ્રાઇવ પોલીસને સોંપવામાં આવ્યાં હતાં.

lady1

રાધાબાઈએ પોતાના શરીર પર કેરોસીન નહીં પરંતુ પાણી છાંટ્યું હતું એમ જણાવીને મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિલાસ ગંગવણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાધાબાઈની જમીનનો કેસ છેલ્લાં ૪૦ વર્ષથી ચાલી રહ્યો હતો અને એનો ચુકાદો તેમની વિરુદ્ધમાં આવ્યો હતો. એથી તેઓ ગઈ કાલે સવારે પોતાની વ્યથા જણાવવા મહેસૂલપ્રધાનને મળવા માટે આવ્યાં હતાં. તેમની પાસે નિવેદનપત્ર પણ હતો. સામાન્ય રીતે બપોરે બે વાગ્યા બાદ પ્રધાન નાગરિકોની સમસ્યા જાણવા માટે તેમને મળતા હોય છે. મંત્રાલયમાં આ અગાઉ આત્મહત્યા અને આત્મહત્યાના પ્રયાસના કેટલાય કિસ્સા બની ચૂક્યા છે. આ વૃદ્ધાએ પણ પોતાની તરફ ધ્યાન દોરવા માટે આ ડ્રામા કર્યો હતો. તેમણે શરીર પર છાંટેલા દ્રવ્યની તપાસ કરતાં જાણ થઈ હતી કે કેરોસીન જેવું દેખાતું પ્રવાહી હકીકતમાં તો પાણી હતું. રાધાબાઈએ પોલીસ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સામાન્ય પૂછપરછ કર્યા બાદ તેમને પાછાં મોકલવામાં આવ્યાં હતાં. મંત્રાલયમાં મહેસૂલપ્રધાનના પર્સનલ અસિસ્ટન્ટ સાથે રાધાબાઈની મુલાકાત કરાવી આપવામાં આવી હતી અને તેમણે નિવેદન સુપરત કર્યું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK