વેસ્ટર્ન રેલવેએ હાથ ખંર્ખેયા : એલ્ફિન્સ્ટન રોડની દુર્ઘટના માટે વરસાદ અને અફવા જવાબદાર

વેસ્ટર્ન રેલવેએ એલ્ફિન્સ્ટન બ્રિજની હોનારતના કેસમાં પોતાના અધિકારીઓને ક્લીન ચિટ આપી દીધી હતી અને હોનારત માટેનો દોષનો ટોપલો અચાનક આવેલા વરસાદ અને અફવા પર ઢોળી નાખ્યો હતો. એલ્ફિન્સ્ટન રોડ-પરેલ ફુટઓવર બ્રિજ પર ૨૯ સપ્ટેમ્બરે નાસભાગની હોનારત થઈ હતી જેમાં ૨૩ લોકોના જીવ ગયા હતા અને ૩૯ જેટલા લોકો જખમી થયા હતા.


stampede

વેસ્ટર્ન રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા તપાસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અચાનક આવેલા ભારે વરસાદને કારણે રસ્તા પરના લોકોએ બ્રિજ નીચે આશ્રય લીધો હતો અને એ જ સમયે લોકોની ભીડ થતાં લોકો અને સામાનને ક્યાંય પણ બહાર નીકળવાની જગ્યા રહી નહોતી અને એમાં અચાનક અફવા ફેલાતાં હોનારત સર્જાઈ હતી.

રેલવેના અધિકારીઓએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્રિજના બાંધકામમાં કોઈ ડૅમેજ નથી. સેફ્ટી અધિકારીઓ સહિત વેસ્ટર્ન રેલવેની પાંચ મેમ્બરોની કમિટીએ આ ઘટનાની તપાસ કરી રિપોર્ટ રજૂ કર્યો હતો. તપાસમાં અધિકારીઓએ ૩૦થી વધુ સાક્ષીદારોનાં સ્ટેટમેન્ટ લીધાં છે અને આ નિર્ણય પર પહોંચ્યા છે. રેલવેના અધિકારીઓની ટીમે ઘટના દરમ્યાન લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ અને વિડિયો-ક્લિપની તપાસ પણ કરી હતી.

રિપોર્ટ પ્રમાણે અચાનક પડેલા ભારે વરસાદને કારણે લોકોએ ફુટઓવર બ્રિજ નીચે આશ્રય લીધો હતો, જેને કારણે એટલી બધી ભીડ થઈ ગઈ હતી કે બ્રિજ પર ને બુકિંગ ઑફિસ પાસે પ્રવાસીઓની મૂવમેન્ટ બ્લૉક થઈ ગઈ હતી. એવામાં ફૂલની છાબડી લઈને જઈ રહેલી વ્યક્તિની છાબડીમાંથી ફૂલ પડતાં જોઈને કોઈ બોલ્યું કે ફૂલ ગિરા અને લોકો સમજ્યા કે પુલ ગિરા અને પરિણામે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેને કારણે નાસભાગની દુર્ઘટના બની હતી.


રેલવેએ કહ્યું છે કે હવે ફુટઓવર બ્રિજ પહોળો કરવામાં આવશે અને બુકિંગ ઑફિસ નજીકના એક્ઝિટ-એન્ટ્રી પૉઇન્ટ તેમ જ પીક અવર્સમાં ભારે સામાન લઈ જતા લોકોને મૉનિટર કરવામાં આવશે, જેથી પ્રવાસીઓની મૂવમેન્ટ પર અસર ન થાય. વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજરને આગળનાં પગલાં લેવા માટે રિપોર્ટ સબ્મિટ કરવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy