લાલ કૃષ્ણ અડવાણીને કૉન્ગ્રેસ વધુ માન આપે છે : રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના ચીફે ગોરેગામમાં પાર્ટીના બૂથ-લેવલના કાર્યકરોને સંબોધિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો

ો્નોલગ

એક વર્ષમાં બે કરોડ યુવાનોને નોકરી આપવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું વચન તેઓ પાળી શક્યા નથીવું કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ ગઈ કાલે ગોરેગામમાં કૉન્ગ્રેસના કાર્યકર્તાઓની રૅલીને સંબોધતાં કહ્યું હતું. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે પાર્ટીના બૂથ-લેવલના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવાના પ્રયત્નોના ભાગરૂપે રાહુલે આ રૅલીને સંબોધી હતી અને પ્રવચનમાં મોદી સરકારને પણ ટાર્ગેટ કરી હતી.

બીજું શું-શું કહ્યું...

મોદીએ તેમના ગુરુ લાલ કૃષ્ણ અડવાણી સાથે હંમેશાં અપમાનિત વ્યવહાર કર્યો છે. સત્તાવાર સમારોહમાં પણ તેમનું માન જાળવવામાં નથી આવતું. આવા સમારોહમાં હું તેમની સાથે રહું છું અને તેમનું માન જળવાય એવું કરું છું અને સાથે વાતો કરું છું. વાસ્તવમાં અડવાણીને કૉન્ગ્રેસ વધુ માન આપે છે.

ચીન ૨૪ કલાકમાં ૫૦,૦૦૦ યુવાનોને નોકરી આપે છે, જ્યારે BJP સરકાર આ સામે માત્ર ૪૫૦ યુવાનોને જ નોકરી આપે છે.

લોકસભાની ચૂંટણીમાં BJPના એક મિનિસ્ટરે કહ્યા પ્રમાણે ભારતમાં છેલ્લાં આઠ વર્ષથી સૌથી વધુ બેરોજગારી છે. BJP સરકારે ભારતના અમીર ૧૫-૨૦ લોકોને ૨.૫ લાખ કરોડ રૂપિયાની લોન આપી છે, પરંતુ આ જ ખેડૂતોની લોનમાફીની માગણી નકારી દેવામાં આવે છે.

ફાઇનૅન્સ મિનિસ્ટર અરુણ જેટલી કહે છે કે ખેડૂતોએ લીધેલી લોન માફ કરી દેવાની તેમની પૉલીસી નથી. ખેડૂતોને જો થોડી હિંમત મળી હોત તો આજે તેઓ ચીન સાથે સ્પર્ધા કરતા હોત.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy