આત્મહત્યા રોકવા માટે મંત્રાલયમાં સેફ્ટી-નેટ

મંત્રાલયના વચ્ચેના આખા ખુલ્લા ભાગને આવરી લેવામાં આવ્યો

mantralaya

મંત્રાલયમાં વારંવાર થતી આત્મહત્યા તેમ જ આત્મહત્યાના પ્રયાસ રોકવા માટે સાવચેતીના પગલારૂપે મંત્રાલયમાં ગઈ કાલે લોખંડની સેફ્ટી-નેટ (જાળી) લગાવવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસમાં મંત્રાલયમાં આત્મહત્યાના પ્રયત્નો થયા એને ધ્યાનમાં લઈને આ પગલું લેવામાં આવ્યું છે.

પબ્લિક વક્ર્સ ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે ‘ઉપરથી ગ્રાઉન્ડ પર ડાયરેક્ટ નીચે પડતું મૂકવાની કોશિશ કરતી વ્યક્તિની સેફ્ટી માટે આ નેટ લગાવવામાં આવી છે. મંત્રાલયના મેઇન્ટેનન્સ માટે પબ્લિક વક્ર્સ ડિપાર્ટમેન્ટ જવાબદાર છે. અમુક બારીઓમાં પ્રોટેક્શન માટેની ગ્રિલ પણ ન હોવાથી બારીઓ પર લોખંડની ગ્રિલ નાખવામાં આવશે અને ત્યાં સુધી આવી બારીઓ બંધ રાખવામાં આવશે જેથી આવા બનાવો અટકાવી શકાય.’

ગયા અઠવાડિયે જ ચેમ્બુરના ૪૩ વર્ષના સુરેશ રાવતે મંત્રાલયના પાંચમા માળ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. એ પહેલાં બાવીસ જાન્યુઆરીએ ૮૦ વર્ષના ખેડૂત ધર્મા પાટીલે મંત્રાલયમાં ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. અહમદનગરના પચીસ વર્ષના રહેવાસી અવિનાશ શેટે પણ મંત્રાલયમાં પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

વિપક્ષે કરી ટીકા

સાવચેતીના પગલા તરીકે મંત્રાલયમાં લોખંડની જાળીઓ લગાવવાના સરકારના પગલાની ટીકા કરતાં વિધાન પરિષદના વિપક્ષી નેતા ધનંજય મુંડેએ ટ્વીટ કર્યું છે કે ‘મહોદય, આ મંત્રાલય છે કે સરકસનું મેદાન? આત્મહત્યા રોકવા માટે સરકાર મંત્રાલયમાં જાળી બેસાડે છે. સરકારે લીધેલું આ ઉત્તમ પગલું છે, પરંતુ આત્મહત્યા શા માટે થાય છે અને એનું મૂળ કારણ શું છે એ શોધી આત્મહત્યાઓ રોકવી જોઈએ.’

વિધાનસભાના વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલે સરકારની ટીકા કરતાં ટ્વીટમાં કહ્યું છે કે ‘આ સરકારનું વિકાસનું મૉડલ છે કે? આ મંત્રાલય છે કે સરકસનું મેદાન? પ્રશાસન ક્યાં મૂકી દીધું છે?’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK