ટ્રેનો અટકી, માનવતા નહીં

નાલાસોપારા પાસે ઊભી રહી ગયેલી લાંબા અંતરની ટ્રેનાના પ્રવાસીઓને આસપાસનાં બિલ્ડિંગના રહેવાસીઓએ ચા, પાણી, બિસ્કિટ અને વડાપાંઉની વ્યવસ્થા કરી;

train1

પલ્લવી આચાર્ય

મુંબઈ ભલે કૉન્ક્રીટનું જંગલ કહેવાય પણ અહીંના લોકોમાં હજી માનવતા મરી પરવારી નથી. મુંબઈ પર આવી પડેલી આફતના સમયે તેમણે આ વાત સાચી ઠેરવી જ છે. ગઈ કાલે નાલાસોપારા પહેલાં અટકી પડેલી મેલ ટ્રેનોમાં પ્રવાસીઓને ટ્રૅક નજીકનાં બિલ્ડિંગોના યુવાનો, બાળકો અને સ્ત્રીઓએ ચા, પાણી, બિસ્કિટની મદદ પહોંચાડી હતી.

નાલાસોપારામાં ટ્રૅક પર પાણી ભરાઈ જવાથી મુંબઈ આવનારી વેસ્ટર્ન લાઇનની મેલ ટ્રેનો અટકી પડી. અમદાવાદથી ઊપડતી લોકશક્તિ ટ્રેન વહેલી સવારે પાંચ વાગ્યે બોરીવલી આવી જાય છે. ગઈ કાલે પાંચ વાગ્યે એ વિરારથી અડધો કિલોમીટર દૂર હતી ત્યારે પ્રવાસીઓને હતું કે હવે અડધો કલાકમાં બોરીવલી પહોંચી જઈશું. આમ વિચારીને અમે અમારી સાથે બૉટલમાં પીવાનું પાણી હતું એ ઢોળીને ઊતરવાની તૈયારી કરી લીધી એમ જણાવતાં આ ટ્રેનમાં S૧૦ કોચમાં ટ્રાવેલ કરી રહેલાં આરતી જાની, સંદીપ જાની અને ભાવના ભટ્ટને ક્યાં ખબર હતી કે બોરીવલી સ્ટેશન હજી ક્યારે પહોંચી શકાશે?

સવારે પાંચ વાગ્યાથી લઈને બપોરે બે વાગ્યા સુધી વેસ્ટર્ન રેલવે તરફથી ન કોઈ જાહેરાત થઈ કે ન કોઈ ઑલ્ટરનેટિવ વ્યવસ્થા, એથી પ્રવાસીઓએ નાછૂટકે ટ્રેનમાં જ બેસી રહેવું પડે એમ હતું.

train

લોકશક્તિ ટ્રેનમાં પૅન્ટ્રી નથી અને વહેલી સવારે પોણાપાંચ વાગ્યે એ બોરીવલી આવી જતી હોવાથી ટ્રેનમાં ચા-પાણીવાળા કોઈ ફેરિયા પણ નથી હોતા એટલું જ નહીં, ટ્રેન વિરાર સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર હતી એથી પાણી પણ ક્યાંયથી મળી શકે એમ નહોતું. કેટલાક લોકોએ ટ્રેનમાંથી ઊતરી જવાનું વિચાર્યું, પણ એમ કરીને પણ કોઈ ફાયદો નહોતો, કારણ કે આગળ ચારે બાજુ પાણી ભરાયેલાં હોવાથી ચાલી શકાય એમ નહોતું ને કોઈ વાહનનો ઉપયોગ પણ કરી શકાય એમ નહોતું. આમ ટ્રેનમાં બેસી રહેવા સિવાય કોઈ છૂટકો જ નહોતો. લગભગ સાડાઅગિયાર વાગ્યા પછી ટ્રેનમાં પ્રવાસ કરી રહેલી આરતીને ભારે તરસ લાગી. પાણી સાથે નહોતું અને જેની પાસે હતું એ પણ પતી ગયું હતું એટલે તેણે દૂર સામે દેખાઈ રહેલા બિલ્ડિંગની બારીમાં ઊભા રહેલા કોઈની સામે હાથ હલાવ્યો, પાણી ક્યાંકથી મળી જાય એ આશાએ. એના જવાબમાં સામેના બિલ્ડિંગની વ્યક્તિએ પણ હાથ હલાવ્યો તો આરતીએ પાણી માટે ઇશારો કર્યો. થોડા જ સમયમાં આ બિલ્ડિંગમાં રહેતા લોકો બૉટલોમાં પાણી ભરીને બિલ્ડિંગના કમ્પાઉન્ડની દીવાલ પર ચડીને તેમની સામે ફેંકવા લાગ્યા. કેટલીક બૉટલો ગટરમાં પડી તો પણ લોકોએ એ લઈ લીધી અને પાણી પીવા લાગ્યા એમ વિચારીને કે બૉટલનું ઢાંકણું બંધ છે એથી કંઈ વાંધો નહીં. એ પછી તો આજુબાજુનાં બિલ્ડિંગોના લોકો ટ્રૅક ક્રૉસ કરીને ચા, પાણી અને બિસ્કિટ સાથે આવી ચડ્યા. લાઇનસર ઊભી રહેલી બધી ટ્રેનોના લોકોને એ પહોંચાડવા લાગ્યા એટલું જ નહીં, ટ્રેનમાં કેટલાક જૈન લોકો હતા તેઓ ઉકાળેલું પાણી જ પીતા હતા તો તેમના માટે કેટલાક યુવાનો ઘરેથી ઉકાળેલું પાણી લઈ આવ્યા. કેટલાક લોકો વડાપાંઉ આપી રહ્યા હતા. આ કાર્યમાં કેટલાક મુસ્લિમ યુવકો પણ સાથે હતા. નાતજાતના ભેદભાવ વિના રહેમદિલથી સેવા કરનારા આ લોકોએ માનવતાની મિસાલ કાયમ કરી.

ગઈ કાલે વિરાર સ્ટેશન પહેલાં અટકી પડેલી લોકશક્તિ, દુરૉન્તો, વડોદરા એક્સપ્રેસ સહિતની ટ્રેનોને વિરાર પ્લૅટફૉર્મ પર લાવવામાં આવી હતી. આ ટ્રેનના ઉતારુઓ માટે પ્લૅટફૉર્મ પર વિરાર સ્ટેશન નજીક આવેલા સંભવનાથ દેરાસર તરફથી ચા અને નાસ્તાની સગવડ કરવામાં આવી હતી એટલું જ નહીં, તેમને રહેવા અને જમવા માટે પણ દેરાસરના હૉલમાં સગવડ કરવામાં આવી હતી. ચારે બાજુ પાણી વધુ ભરાયેલાં હોવાથી

બાય-રોડ ટ્રાવેલ પણ કરી શકાય એમ ન હોવાથી તેઓ ટ્રેનના મુસાફરોને દેરાસરના હૉલમાં રોકાઈ જવા માટે પણ સમજાવી રહ્યા હતા. આફતના સમયે વિરારના આ દેરાસરની કામગીરીએ અનેક લોકોને રાહત આપી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy