શિવસેનાનો સવાલ : અટલજીનું મૃત્યુ ૧૬ ઑગસ્ટે જ થયું હતું?

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું મૃત્યુ ૧૬ ઑગસ્ટે થયું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વાતંત્ર્યદિનની સ્પીચમાં કોઈ ભંગાણ ન પડે એની ખાતરી કરવા માટે તેમનું મૃત્યુ એ દિવસે જાહેર કરવામાં આવ્યું હતું એવી શંકા શિવસેનાના સિનિયર લીડર સંજય રાઉતે ગઈ કાલે ઉપસ્થિત કરી હતી.

atal


ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ ઇન્ડિયાની પ્રીમિયર હૉસ્પિટલે ૧૬ ઑગસ્ટે અટલ બિહારી વાજપેયીનું મૃત્યુ જાહેર કર્યું હતું તેમ જ તેમના મૃત્યુનો સમય પણ આપવામાં આવ્યો હતો. એના પર પ્રશ્ન ઉપસ્થિત કરવા માટે સંજય રાઉતે કોઈ કારણ કે સ્પષ્ટતા આપ્યાં નહોતાં.

સંજય રાઉતે કહ્યું હતું કે ‘સ્વરાજ્ય શું એ માટે અમારા નિયમો પહેલાં સમજવા જોઈએ. અટલ બિહારી વાજપેયી ૧૬ ઑગસ્ટે મૃત્યુ પામ્યા હતા, પરંતુ ૧૨-૧૩ ઑગસ્ટથી જ તેમની તબિયત બગડેલી હતી. રાષ્ટ્રીય શોક જાહેર ન કરવો પડે અને સ્વાતંત્ર્યદિને અડધી કાઠીએ ધ્વજ ન ફરકાવવો પડે એ માટે તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લાલ કિલ્લા પરથી પોતાની સ્પીચમાં ભંગાણ ન કરવું હોવાથી ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના મૃત્યુની જાહેરાત ૧૬ ઑગસ્ટે કરવામાં આવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK