પહેલાં આક્ષેપ કર્યા અને પછી માફી માગી

ઘાટકોપરની ખુશ્બૂ ઝોંસાએ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ પર મંગળવારે એક ન્યુઝ-ચૅનલ પર સ્ત્રીશોષણના ગંભીર આક્ષેપો કર્યા પછી ગઈ કાલે ક્ષમા માગી લીધી અને પછી કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં પોતાના એમ્પ્લૉયર અને ન્યુઝ-ચૅનલ સામે ફરિયાદ કરી

jain maharajરોહિત પરીખ

જૈન સ્થાનકવાસી ગોંડલ સંપ્રદાયના શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ પર મંગળવારે રાત્રે એક ન્યુઝ-ચૅનલ પર સ્ત્રીશોષણના આક્ષેપો કર્યા બાદ ઘાટકોપર (વેસ્ટ)ની કામા લેનમાં રહેતી અને એક સમયની મહારાજસાહેબની શિષ્યા ખુશ્બૂ ઝોંસાએ ગઈ કાલે સવારે મહારાજ-સાહેબની માફી માગી લીધી હતી. તેણે આક્ષેપો ફેરવી તોળતાં કહ્યું હતું કે ગુરુદેવ સામે આક્ષેપો કરવા માટે મારા એમ્પ્લૉયરે અને ચૅનલના રિપોર્ટરે મને ઉકસાવી હતી.

એટલું જ નહીં, ન્યુઝ-ચૅનલની રિપોર્ટર અને ચર્ની રોડમાં તે જેને ત્યાં  નોકરી કરતી હતી તે વ્યક્તિની વિરુદ્ધ ગઈ કાલે સાંજે તેણે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેની સાથે શ્રી વર્ધમાન સ્થાનકવાસી પાવનધામ જૈન સંઘના ટ્રસ્ટીઓએ આખા પ્રકરણની તપાસ કરવા માટે કાંદિવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટ્રસ્ટ ટૂંક સમયમાં ન્યુઝ-ચૅનલ અને સંબંધિત વ્યક્તિ સામે બદનક્ષીનો દાવો નોંધાવશે એવો એક ટ્રસ્ટીએ નિર્દેશ આપ્યો હતો.

બનાવ એવો બન્યો હતો કે મંગળવારે દેશની પ્રખ્યાત ન્યુઝ-ચૅનલ પર રાતના નવ વાગ્યે ૩૦ વર્ષની ખુશ્બૂએ નમ્રમુનિ મહારાજસાહેબના વિરોધમાં સ્ત્રીશોષણના અનેક આક્ષેપો કર્યા હતા. જેને લીધે જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.

આ આક્ષેપો પ્રસારિત થયાના કલાકોમાં જ ગઈ કાલે વહેલી સવારે ખુશ્બૂએ નમ્રમુનિ મહારાજસાહેબ અત્યારે ચાતુર્માસ માટે જ્યાં બિરાજમાન છે એ કાંદિવલીના પાવનધામમાં તેનાં માતા-પિતા સાથે જઈને મહારાજસાહેબની માફી માગી લીધી હતી. પોતે કરેલા આક્ષેપોની સ્પષ્ટતા કરતાં તેણે નમ્રમુનિ મહારાજસાહેબને કહ્યું હતું કે ન્યુઝ-ચૅનલની રિપોર્ટર અને છેલ્લા છ મહિનાથી તે જે વ્યક્તિને ત્યાં નોકરી કરતી હતી તે વ્યક્તિના દબાણમાં આવીને તેણે આક્ષેપો કર્યા હતા.

આ બાબતમાં વધુ ખુલાસો કરતાં ખુશ્બૂએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું જ્યાં નોકરી કરતી હતી તે વ્યક્તિને મેં ફક્ત મારી સાથે નમ્રમુનિ મહારાજસાહેબે અન્યાય કર્યો છે એટલી જ ફરિયાદ કરી હતી. એને બદલે તે વ્યક્તિએ મને નમ્રમુનિ મહારાજની વિરુદ્ધ સ્ત્રીશોષણના આક્ષેપો કરવા ઉકસાવી હતી. એને કારણે મેં ચૅનલમાં મહારાજસાહેબની વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. મહારાજસાહેબ મારા સંસારી ભાઈ છે. તેઓ મારી સાથે આવું હીણ કૃત્ય કરે જ નહીં. મારાથી તેમની સામે આક્ષેપો કરીને મોટી ભૂલ થઈ ગઈ છે. આથી મેં તે વ્યક્તિ અને ચૅનલ સામે ગઈ કાલે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પહેલાં મેં ગુરુદેવ સામે મહિલા આયોગમાં કરેલી ફરિયાદ ગઈ કાલે પાછી ખેંચી લીધી હતી તેમ જ ચીફ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટરને કરેલી ફરિયાદ પણ પાછી ખેંચી લઈશ.’

અમારા રાષ્ટ્રસંત સામે આટલી મોટી રમત રમીને તેમની આબરૂનો ધજાગરો કરનારી ન્યુઝ-ચૅનલ અને ખુશ્બૂને ઉકસાવનાર વ્યક્તિ સામે અમે બદનક્ષીનો દાવો કરીશું એમ જણાવીને શ્રી બૃહદ મુંબઈ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘના અધ્યક્ષ પરાગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નમ્રમુનિ મહારાજસાહેબે ખુશ્બૂને તો બાળક સમજીને માફ કરી દીધી છે. તેઓ સંપૂર્ણપણે જૈન ધર્મના સિદ્ધાંતોને માનતા હોવાથી તેમને કોઈની સામે રાગદ્વેષ નથી, રોષ પણ નથી. જોકે અમારા સંતને આ રીતે બદનામ કરવાનું ન્યુઝ-ચૅનલ હવે બંધ નહીં કરે તો અમે તેમની સામે બદનક્ષીનો દાવો કરીશું.’

આ સંદર્ભમાં ન્યુઝ-ચૅનલનું કહેવું છે કે ખુશ્બૂએ નમ્રમુનિ મહારાજસાહેબના દબાવમાં આવીને ફેરવી તોળ્યું છે.

Comments (1)Add Comment
...
written by Buddy, October 12, 2017
Hindu ane Jain dharm ne badnaam karvaanu ane todvani aa ek koshish hati. aanand che ke samaaj majboot che
report abuse
vote down
vote up
Votes: +1

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK