અમિત શાહનો માતોશ્રીનો ફેરો ફોગટ ગયો

ઉદ્ધવ ઠાકરેની ચોખ્ખી વાત : પહેલાં રાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ જાહેર કરો, પછી અમારો ટેકો માગો


રાષ્ટ્રપતિની ચૂંટણી માટે BJPના પ્રમુખ અમિત શાહ અને તેમના સાથી પક્ષ શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઈ કાલે યોજાયેલી બેઠકમાં મડાગાંઠ સર્જાઈ હતી. શિવસેનાનાં સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની પસંદગીની સંપૂર્ણ સત્તા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવી જોઈએ એવી દરખાસ્ત અમિત શાહે રજૂ કરી હતી. જોકે ઉદ્ધવ ઠાકરેએ એ દરખાસ્તનો અસ્વીકાર કર્યો હતો.

દેશના સર્વોચ્ચ બંધારણીય પદ માટેનો પોતાનો ઉમેદવાર BJP જાહેર કરશે એ પછી તેને ટેકો આપવો કે નહીં એનો ફેંસલો શિવસેના કરશે એવું પણ ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને જણાવ્યું હતું.

માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ ૧૭ જુલાઈએ યોજાનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટેના ઉમેદવારની જાહેરાત નરેન્દ્ર મોદી કરશે એવું અમિત શાહે કહ્યું હતું અને શિવસેનાનો ટેકો મળવાની આશા વ્યક્ત કરી હતી.

ઉદ્ધવ ઠાકરેના બાંદરા (ઈસ્ટ)ના કલાનગરસ્થિત માતોશ્રી બંગલે સવારે દસ વાગ્યે શરૂ થઈને આશરે ૭૫ મિનિટ સુધી ચાલેલી બેઠકમાં ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હાજરી આપી હતી. જોકે અમિત શાહની સાથે મહારાષ્ટ્ર BJPના વડા રાવસાહેબ દાનવે માતોશ્રી ગયા હતા, પણ શિવસેનાએ તેમને રાષ્ટ્રપતિપદ સંબંધી ચર્ચામાં ભાગ લેવા દીધો નહોતો. ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ અને શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત પણ આ બેઠકનો હિસ્સો બન્યા નહોતા.


RSSના વડા મોહન ભાગવતને રાષ્ટ્રપતિ બનાવવાનો આગ્રહ શિવસેના રાખી રહી છે, પણ BJPએ એનો કોઈ પ્રતિભાવ આપ્યો નથી અને મોહન ભાગવતે જણાવ્યું હતું કે તેમને રાષ્ટ્રપતિ બનવામાં કોઈ રસ નથી. એ પછી ગયા અઠવાડિયે શિવસેનાએ ૯૧ વર્ષના વિખ્યાત કૃષિવિજ્ઞાની એમ. એસ. સ્વામીનાથનનું નામ રાષ્ટ્રપતિપદ માટે વહેતું મૂક્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy