હવે ભારતમાં પણ હવામાં ઉડશે ટૅક્સી, જાણો કેવી રીતે?

અમેરિકાનાં ડૅલસ અને લૉસ ઍન્જલસ શહેરોની પસંદગી બાદ ત્રીજા શહેર તરીકે મહાનગરના નામ પર વિચારણા

uber

મુંબઈગરાઓમાં પ્રિય થયેલી ઉબર ટૅક્સી-સર્વિસ બાદ હવે ઉબરની ઍર ટૅક્સી-સર્વિસનો લાભ પણ આગામી પાંચ વર્ષમાં મુંબઈગરાને મળે એવી શક્યતા છે. શહેરોમાં ટ્રાફિકની સમસ્યાના ઉકેલરૂપે ઉબરે ૨૦૧૬માં ઉબર એલિવેટ નામના પ્રોગ્રામની ઘોષણા કરી હતી અને એમાં ૨૦૨૩ સુધીમાં અમેરિકાનાં બે શહેરો ડૅલસ અને લૉસ ઍન્જલસમાં ઍર ટૅક્સી-સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સર્વિસમાં એક જ શહેરના એક છેડાથી બીજા છેડે પહોંચવા માટે જેમ ઉબર ટૅક્સી બુક કરવામાં આવે છે એમ ઉબર ઍર ટૅક્સી ઍપ દ્વારા બુક કરી શકાશે. ટ્રાફિકભર્યા રસ્તાઓમાં કલાકો સુધી ફસાઈને ટ્રાવેલ કરવાને બદલે મિનિટોમાં આ અંતર પાર કરી શકાશે.

હાલમાં જપાનના ટોક્યો શહેરમાં યોજાયેલી ઉબર એલિવેટ એશિયા પૅસિફિક સમિટમાં ગઈ કાલે જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાનાં બે શહેરો બાદ આ ઍર મોબિલિટી માટે ત્રીજા શહેરની પસંદગી કરવામાં આવશે. આ શહેર ભારત, બ્રાઝિલ, જપાન, ઑસ્ટ્રેલિયા અને ફ્રાન્સનાં શહેરોમાંથી એક હશે. ઉબર એલિવેટે ભારતમાં મુંબઈ ઉપરાંત દિલ્હી અને બૅન્ગલોરનાં નામોની વિચારણા કરી છે. આ સિવાય ટોક્યો, સોલ, સિડની અને તાઇપેઇનાં નામ પણ વિચારણા હેઠળ છે. આગામી છ મહિનામાં ડૅલસ અને લૉસ ઍન્જલસ બાદ ત્રીજા શહેરના નામની ઘોષણા કરવામાં આવશે.

ઉબર એલિવેટ આ સર્વિસ શરૂ કરવા માટે ઍર ટૅક્સી બનાવતી કંપનીઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરતી કંપનીઓ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, ટેક્નૉલૉજી ડેવલપર્સ અને બીજા સ્ટેકહોલ્ડરો સાથે પણ વાટાઘાટો કરી રહી છે. ઍર મોબિલિટી સર્વિસની ડેમોન્સ્ટ્રેશન ફ્લાઇટ ૨૦૨૦ સુધીમાં કરી દેવામાં આવશે. ઍર ટૅક્સી ઇલેક્ટિÿક હશે અને વર્ટિકલી ટેક-ઑફ અને લૅન્ડ કરી શકશે. એક વાર ચાર્જ થયા બાદ આ ટૅક્સી ૧૦૦૦થી ૨૦૦૦ ફુટની ઊંચાઈએ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઊડી શકશે. ૧૫થી ૧૦૦ કિલોમીટરના ટૂંકા પ્રવાસ માટે આ ઍર ટૅક્સી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ઉબર એલિવેટનો દાવો છે કે ઍર ટૅક્સી-સર્વિસ મોંઘી નહીં હોય અને લોકલ ટૅક્સીના ભાવ કરતાં બમણા ભાવે એ ઉપલબ્ધ થશે. પણ સમયની જોરદાર બચત કરાવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK