બર્થ-ડે પાર્ટી પછી મોતની દસ્તક

રાત્રે કલીગનો જન્મદિવસ ઊજવ્યા પછી સવારે ઑફિસ જતા સાત મિત્રોની કાર બસ સાથે ટકરાઈ : ચારનાં મોત, ત્રણની હાલત ગંભીર: જીવ ગુમાવનારા બે જણ ગુજરાતી અને ઘાયલોમાં પણ બે ગુજરાતી


The car they were travelling in collided head-on with a Thane municipal transport bus

ફૈસલ ટાંડેલ

સહકર્મચારીનો બર્થ-ડે માણ્યા પછી ગઈ કાલે સવારે ઑફિસ જતા સાત સૉફ્ટવેર એન્જિનિયર્સની કાર ભિવંડી બાયપાસ રોડ પર ભિવંડી-માણકોલી નાકા પર બસ સાથે ટકરાતાં એમાંથી ચાર જણ ઑન ધ સ્પૉટ મૃત્યુ પામ્યા હતા અને ત્રણ જણ હૉસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. નારપોલી પોલીસ-સ્ટેશને કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં ડોમ્બિવલીના ૨૪ વર્ષના વિક્રાન્ત અરુણકુમાર સિંહ, મીરા રોડના ૨૩ વર્ષના નીરજ કમલેશ પંચાલ તથા ૨૩ વર્ષના મિહિર અનિલ ઉતેકર તેમ જ બોરીવલીના ૩૩ વર્ષના નીરવ મહેતા મૃત્યુ પામ્યા છે. ત્રણ ઈજાગ્રસ્તોમાંથી ૨૪ વર્ષના વૈભવ છેડા અને બાવીસ વર્ષના રમેશ પટેલને ગંભીર હાલતમાં JJ હૉસ્પિટલમાં અને ૨૪ વર્ષના સંતોષ મિશ્રાને ડોમ્બિવલીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એ સાત એન્જિનિયર્સ જે કંપનીમાં જૉબ કરે છે એ કંપનીના માલિક અરવિંદર સિંહે જણાવ્યું હતું કે ‘એ સાત જણમાંથી નીરવ મહેતા સિનિયર ડેવલપરના હોદ્દા પર અને અન્ય સપોર્ટ એન્જિનર્સિના હોદ્દા પર સાંતાક્રુઝની મારી IT કંપની space.comમાં નોકરી કરતા હતા.’

accident


બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપનારા space.comના અન્ય કર્મચારી રોહિત શાહે કહ્યું હતું કે ‘૧૨ સપ્ટેમ્બરે નીરજનો બર્થ-ડે હતો. એથી ઉજવણી માટે ૧૦ જણ અન્ય એક મિત્ર સંકેતના ડોમ્બિવલીના ઘરે એકઠા થયા હતા. હું રાતે સાડાઅગિયાર વાગ્યે ત્યાં પહોંચ્યો અને પરોઢ પૂર્વે ત્રણ વાગ્યાની આસપાસ નીકળ્યો હતો. મંગળવારે સવારે સાડાદસ વાગ્યે મને ફોન પર ભિવંડી બાયપાસ રોડ પર ભિવંડી-માણકોલી નાકા પાસે કારના અકસ્માતની જાણ કરવામાં આવી હતી.’

રોહિત શાહે પરિસ્થિતિ સમજાવતાં કહ્યું હતું કે ‘સામાન્ય રીતે ડોમ્બિવલીમાં રહેતા કર્મચારીઓ ટ્રેન દ્વારા ઑફિસમાં આવે છે, પરંતુ એ સવારે એ સાત જણે કારમાં આવવાનું નક્કી કર્યું હતું. વિક્રાન્ત કાર ડ્રાઇવ કરતો હતો. જોકે વિક્રાન્ત સિંહ પાર્ટીમાં નહોતો ગયો, પરંતુ કોણે તેને ફોન કરીને કાર ઉપલબ્ધ કરાવવાનું કહ્યું એ હું નથી જાણતો. વિક્રાન્ત સિંહે એ બધાને રેલવે-સ્ટેશને ડ્રૉપ કર્યા બાદ ઓફિસમાં આવવાનું હતું, કારણ કે તે મૉર્નિંગ શિફ્ટની ડ્યુટીમાં હતો. તે કાર ડ્રાઇવ કરતો હતો એ દરમ્યાન અકસ્માત થયો હતો.’

નારપોલી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘ડ્રાઇવરે કાર પર અંકુશ ગુમાવતાં એ બસ સાથે અથડાઈ હતી. અમે વિક્રાન્ત સામે મોટર વાહન કાયદા તથા અન્ય કાયદા હેઠળ કેસ નોંધ્યો છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy