૩૦ ડેડ-બૉડી કાઢ્યા બાદ બચાવકાર્ય બંધ કરવામાં આવ્યું

પિકનિક જતી વખતે લીધેલો શૉર્ટકટ ભારે પડ્યો હોવાની આશંકા

mahabaleshwar

મહાબળેશ્વર જતી વખતે પોલાદપુરના આંબેનળી ઘાટમાં ખીણમાં પડી ગયેલી બસમાં ઍક્સિડન્ટને કારણે મરી ગયેલા લોકોને શોધવાનું કામ આશરે ૨૬ કલાકની તપાસ બાદ રોકી દેવામાં આવ્યું હતું. ટ્રેકર્સ અને NDRFની ટીમની મદદથી ખીણમાં પડી ગયેલી બસના ૩૩માંથી ૩૦ લોકોની ડેડ-બૉડી બહાર કાઢવામાં આવી હતી. આ ૩૦ જણની ઓળખ થઈ ગઈ છે અને અન્ય બાકીની ત્રણ ડેડ-બૉડીનો હજી સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ઘાટ પર આ ત્રણ વ્યક્તિ સંબંધે કોઈ પણ લિન્ક ન મળી હોવાથી આખરે બચાવટીમે શોધકાર્ય રોકી દીધું હતું.

શનિવારે સવારે ૧૦ વાગ્યે આંબેનળી ઘાટ પર દાપોલીની કોંકણ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના કર્મચારીઓની બસ ખીણમાં પડી જવાથી થયેલા અકસ્માતમાં ૩૩ જણ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ જણનો ચમત્કારિક બચાવ થયો હતો. શનિવારે રાતે ૧૭ ડેડ-બૉડી કાઢ્યા બાદ અંધારું થઈ જતાં બચાવકાર્ય રોકવામાં આવ્યું હતું જે ગઈ કાલે સવારે ફરી શરૂ કરવામાં આવ્યું હતું. કુલ ૩૦ ડેડ-બૉડી મળ્યા બાદ અને અન્ય ત્રણનો પત્તો ન મળતો હોવાથી બપોરે ૧૨ વાગ્યે ડેડ-બૉડીને શોધવાના કામને રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આ ઍક્સિડન્ટમાં એગ્રિકલ્ચર યુનિવર્સિટીનો એક લૅબ બૉય, બે ડ્રાઇવર, ૯ સિનિયર ક્લર્ક, ૧૧ જુનિયર ક્લર્ક અને ત્રણ અસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ મૃત્યુ પામ્યા છે. કેટલીક ડેડ-બૉડીની હાલત તો ખૂબ જ ખરાબ હોવાથી સ્કૂલના સાથી કર્મચારીઓ પણ એમની ઓળખ કરી શક્યા નહોતા. બધી ડેડ-બૉડી હૉસ્પિટલમાં લાવ્યા બાદ રિલેટિવ્સે ડેડ-બૉડીની ઓળખ કરી હતી.

દાપોલીની કોંકણ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના કર્મચારીઓ દર વર્ષે પિકનિક જાય છે. શનિવારે પણ આ કર્મચારીઓ દાપોલીથી મહાબળેશ્વર પિકનિક માટે નીકળ્યા હતા. આ કર્મચારીઓએ મહાબળેશ્વર જવા માટે પોલાદપુરવાળો શૉર્ટકટ પસંદ કર્યો હતો. રાયગડ જિલ્લામાંથી જતો આ રસ્તો ઍક્સિડન્ટ માટે જાણીતો ન હોવા છતાં જીવલેણ બન્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK