મોજમજા માટે ચોરી કરતા યુવકની ધરપકડ

ઘરફોડીના ચાર કેસ ઉકેલીને સાડાપાંચ લાખના દાગીના પોલીસે રિકવર કર્યા

arrest

ભપકાદાર જીવનશૈલી ગુજારવા માટે કલ્યાણમાં ઘરફોડી કરતા ૧૯ વર્ષના એક રીઢા ગુનેગારની બાજારપેઠ પોલીસે ધરપકડ કરી છે. કલ્યાણમાં રહેતો સૅમસન ડૅનિયલ દિવસરાત ફરીને જે બિલ્ડિંગમાં CCTV ન હોય અને જે ઘર બંધ હોય એવી જગ્યાએ ચોરી કરતો હતો. સૅમસનની ધરપકડ થતાં ઘરફોડીના ચાર કેસ ઉકેલાયા છે અને તેની પાસેથી સાડાપાંચ લાખ રૂપિયાના દાગીના કબજે કરવામાં આવ્યા છે. ચોરીના દાગીના લેનાર કલ્યાણના જ્વેલર રાજીવ ઉર્ફે અમોલ સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે.

સૅમસન રેકૉર્ડ પરનો ગુનેગાર છે. સગીર વયમાં કરેલા પાંચ ગુના માટે તેને રિમાન્ડ હોમમાં મોકલવામાં આવ્યો હતો એમ જણાવતાં બાજારપેઠ પોલીસ-સ્ટેશનના ક્રાઇમ બ્રાન્ચના સબ-ઇન્સ્પેક્ટર રાહુલ વ્હરકાતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્યાણમાં ઘરફોડીના કેસ સૉલ્વ કરવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. એ અંતર્ગત અમે રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરી હતી. એમાંથી એક સૅમસન વિશે ટીમને ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે સૅમસનને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો. તેના પપ્પા રિક્ષા-ડ્રાઇવર છે. દસમી પાસ સૅમસનના શોખ ઊંચા છે અને એ પૂરા કરવા માટે તે ચોરી કરતો હતો. ચોરીનો માલ ઓછી કિંમતે વેચીને તે મોજશોખ પૂરા કરતો હતો. તેની પૂછપરછ કર્યા બાદ ચોરીના દાગીના લેતા કલ્યાણના જ્વેલરની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી કુલ ૫,૫૫,૭૦૦ રૂપિયાના ૧૯૫ ગ્રામના સોનાના દાગીના કબજે કરવામાં આવ્યા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy