ટીનેજર કિડનૅપરોને થાપ આપી છૂ થઈ

બબ્બે વાર તેનું અપહરણ કર્યું, પરંતુ બન્ને વાર તે ભાગી જવામાં સફળ રહી

kidnap

ઉલ્હાસનગરમાં રહેતી ૧૩ વર્ષની ટીનેજરનું તેના ઘરમાંથી બે યુવકોએ અપહરણ કર્યું હતું અને તેને અજાણી જગ્યાએ લઈ જઈ કપડાં ઉતારવા કહ્યું ત્યારે ટીનેજરે હિંમત દાખવી હતી અને પોતાનો સ્વબચાવ કરવામાં સફળ રહી હતી.

પોલીસે જણાવ્યા પ્રમાણે આરોપીઓએ શનિવારે બપોરે ટીનેજરનું અપહરણ કર્યા બાદના કલાકોના સમયમાં ટીનેજરે બન્નેને થાપ આપી હતી અને નાસી જવામાં સફળ રહી હતી. એ પછી મોડી રાતે ઘરે પહોંચી હતી. શનિવારે બપોરે ટીનેજર ઘરમાં એકલી હતી ત્યારે યુવકોએ ઘરની બેલ વગાડી હતી ત્યારે ટીનેજર દરવાજો ખોલવા ગઈ અને આરોપીઓએ તેનું અપહરણ કર્યું હતું. બપોર પછી આરોપીઓએ ટીનેજરની માતાને ફોન કર્યો હતો. એ દરમ્યાન આરોપીઓએ ટીનેજરને કપડાં બદલવાનું કહી જબરદસ્તી કરી ત્યારે ટીનેજરે બન્ને પર બૉટલથી હુમલો કર્યો હતો અને ત્યાંથી નાસી ગઈ હતી. તે અપહરણકર્તાના પંજામાંથી બચીને ભાગી રહી હતી ત્યારે તેણે પોતાના પિતાના મિત્રને જોયા હતા અને તેની મદદ માગી હતી, પરંતુ તે મદદ કરે એ પહેલાં તેના અપહરણકર્તા ત્યાં પહોંચી ગયા હતા અને તેને ફરી ઉઠાવી ગયા હતા. જોકે આ બહાદુર ટીનેજર ફરી તેમના સકંજામાંથી ભાગી છૂટવામાં સફળ રહી હતી અને મોડી રાતે ઘરી પહોંચી હતી. આ સંદર્ભે ટીનેજરની માતાએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy