મહારાષ્ટ્ર સરકારના તઘલખી નિર્ણયને પગલે મંડીમાં વેપારીઓની હડતાળ

સરકાર નિર્ણય પાછો ન લે ત્યાં સુધી વેપારથી દૂર રહેવાની જાહેરાત

strike

મહારાષ્ટ્ર સરકાર દ્વારા એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)એ કાયદામાં સંશોધન કરીને મિનિમમ સર્પોટ પ્રાઇસ (MSP)થી નીચે અનાજ અને કઠોળની ખરીદી કરવા સામે વેપારીઓ સામે ગુનો નોંધવાની જાહેરાત કરી છે, જેની સામે રાજ્યની તમામ મંડીનાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે અને સોમવારે મંડીમાં વેપારો બંધ રહ્યાં હતા.

મહારાષ્ટ્રની કૅબિનેટ કમિટીએ ગત સપ્તાહમાં APMC ઍક્ટમાં ફેરફાર કરીને નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ જો કોઈ પણ વેપારી પ્લ્ભ્થી નીચે ખરીદી કરે તો તેને ૫૦ હજા રૂપિયાનો દંડ અથવા તો એક વર્ષની જેલની જોગવાઈ કરી છે.

મહારાષ્ટ્રના વેપારીઓ, ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓએ આનો મોટા પાયે વિરોધ કર્યો છે અને મંડીમાં કામકાજથી દૂર રહ્યા હતા. વેપારીઓનું કહેવું છે કે જો આ પ્રકારનો નિર્ણય લાગુ કરવામાં આવશે તો વેપારીઓ રાજ્યમાંથી ખરીદી કરવાને બદલે બીજાં રાજ્યોમાંથી ખરીદી કરવાનું પસંદ કરશે, કારણ કે હાલમાં બજારભાવ અને MSP વચ્ચે જમીન-આસમાનનો ફરક છે અને બીજાં રાજ્યોમાંથી ખરીદી કરવામાં આવે તો વેપારીઓને માલ સસ્તો મળે એમ છે.

વેપારીઓની એવી દલીલ છે કે ભાવ માગણી અને પુરવઠાને આધારે નક્કી થાય છે. સરકાર દ્વારા કૃત્રિમ રીતે વેપારીઓ પર ઊંચા ભાવથી ખરીદી કરવાની ફરજ પાડવામાં આવે છે એ ખોટી વાત છે. વેપારીઓએ મંડીમાં જ્યાં સુધી સરકાર આ નિર્ણય પાછો ન લે ત્યાં સુધી કામકાજથી દૂર રહેવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે તમામ ખરીફ પાકોના ટેકાના ભાવ એની ઉત્પાદન પડતરની તુલનાએ ૫૦ ટકા વધારે કરવાની જાહેરાત કરી છે, જેનો અમલ થાય એ માટે સરકારે વેપારીઓ પર જ ફરજ પાડી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા નિર્ણયની દેશભરના વેપારીઓમાં પણ ચર્ચા થઈ છે અને વિરોધ પણ થયો છે. આગામી દિવસોમાં બીજાં રાજ્યોના વેપારીઓ દ્વારા પણ મહારાષ્ટ્રના ટ્રેડરોને ટેકો જાહેર કરવામાં આવે એવી સંભાવના છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK