મુંબઈમાં રેન્ટ અ મોટરસાઇકલ સ્કીમ શરૂ થશે?

મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટીએ પોલીસ અને ટ્રાફિક-પોલીસ પાસેથી અભિપ્રાયો મગાવ્યા

bike

રાજેન્દ્ર બી. આકલેકર

લોકલ રેલવે, મેટ્રો રેલ અને મોનોરેલનાં સ્ટેશનોથી પ્રવાસીઓએ જે સ્થળે જવું હોય ત્યાં સુધીની લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે મોટરબાઇક્સ ભાડે આપવાની યોજના શરૂ કરવાની વિચારણા મહારાષ્ટ્રની ટ્રાન્સપોર્ટ ઑથોરિટી કરી રહી છે. જોકે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના નિષ્ણાતો આ પ્રકારની યોજના માટે મુંબઈ યોગ્ય શહેર ન હોવાનો અભિપ્રાય દર્શાવે છે.

મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઑથોરિટીની બોર્ડ-મીટિંગમાં ચોક્કસ સ્ટેશનોથી એ વિસ્તારનાં ટૂંકા અંતરનાં સ્થળો સુધી પહોંચવા માટે મોટરબાઇક્સ ભાડે આપવાની જોગવાઈની યોજનાનાં કાનૂની પાસાં તપાસવામાં આવતાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રેન્ટ અ મોટરસાઇકલ સ્કીમ’નાં સલામતી સંબંધી પાસાં વિશે રાજ્યના પોલીસતંત્ર ઉપરાંત ખાસ કરીને ટ્રાફિક-પોલીસના અભિપ્રાયો માગવામાં આવ્યા છે. 

મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ કમિશનર શેખર ચન્નેએ ‘રેન્ટ અ મોટરસાઇકલ સ્કીમ’ વિશે જણાવ્યું હતું કે ‘આ પ્રકારની સર્વિસ ચલાવવા વિશે અમને કેટલીક અરજીઓ મળી છે. સંબંધિત સરકારી તંત્રો, હોદ્દેદારો અને સંસ્થાઓ સાથે વિગતવાર ચર્ચા કરીને એમને વિશ્વાસમાં લઈને કોઈ પણ નિર્ણય લેવામાં આવશે.’

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘આ પ્રકારની સર્વિસ ગોવા જેવાં ક્ષેત્રોમાં લોકપ્રિય છે. બાઇક્સ રાઇડરની સાથે ભાડે આપવાનો અને  ભાડે લેનારને સોંપવાનો એમ બન્ને વિકલ્પો ઉપલબ્ધ રહેશે.’

ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાંક રાજ્યોમાં ‘રેન્ટ અ મોટરસાઇકલ સ્કીમ’ શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ શરૂ કરવા માટે અરજદાર કે વેન્ડર પાસે ઑફિસસ્પેસ અને GPS સિસ્ટમ ધરાવતી ઓછામાં ઓછી પાંચ મોટરસાઇકલ હોવી જરૂરી છે. વ્યક્તિઓ, પર્યટકો કે સ્થાનિક રહેવાસીઓ લાઇસન્સ અને રેસિડેન્શ્યલ ઍડ્રેસના પુરાવા આપીને બાઇક્સ ભાડે લઈ શકે છે. એ પુરાવા વેન્ડરે ચોકસાઈથી સાચવવાના રહેશે.

ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના નિષ્ણાતો ‘રેન્ટ અ મોટરસાઇકલ સ્કીમ’ મુંબઈ શહેર માટે અનુકૂળ ન હોવાનો મત વ્યક્ત કરે છે. મુંબઈ વિકાસ સમિતિના અગ્રણી અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના નિષ્ણાત અજિત શેણોયે જણાવ્યું હતું કે ‘આ પ્રકારની યોજનાઓ માટે મુંબઈ સદંતર અયોગ્ય છે. એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની જરૂર છે. મહાનગરમાં ટૂ-વ્હીલર્સ બેફામ વધ્યાં છે. આ ઉપરાંત ટૂ-વ્હીલર રાઇડર્સમાં ડિસિપ્લિન લાવવાની જરૂર છે. આ પ્રકારની યોજના મુંબઈમાં લાગુ કરવામાં આવશે તો માર્ગો પર ગીચતા, અવ્યવસ્થા, અરાજકતા અને ધાંધલ વધશે.’ નિષ્ણાતો કહે છે કે આવી યોજનાઓ ગોવામાં ચાલે, મુંબઈમાં તો નહીં જ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK