શોએબ અખ્તરનો સમારંભ રદ કરાવવાનો જશ ખાટવા રાજકીય પક્ષોમાં જામી છે હોડ

રવિવારે સાંજે ૬.૩૦ વાગ્યે સીસીઆઇ (ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા)માં શોએબ અખ્તરના પુસ્તક ‘કન્ટ્રોવર્શિયલી યૉર્સ’ની પ્રકાશનવિધિ યોજાવાની હતી, પરંતુ સમારંભ રદ થઈ ગયો. સીસીઆઇ કહે છે કે અમે પોતે જ સમારંભ રદ કર્યો છે, પરંતુ રાજકારણીઓ કંઈક જુદું જ કહી રહ્યા છે.

 

હેમલ આશર અને વરુણ સિંહ


મુંબઈ, તા. ૨૬

 

એનસીપી અને શિવસેનાના નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે સચિન તેન્ડુલકર માટે અમે આ પ્રોગ્રામ કૅન્સલ કરાવ્યો છે.


એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે એવો દાવો કર્યો હતો કે સમારંભ રદ કરવાનો આદેશ મેં સીસીઆઇને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘અમે થાણેમાં આ પુસ્તકના વિરોધમાં દેખાવો પણ યોજ્યા હતા અને શોએબ અખ્તરની નનામી પણ બાળી હતી. સચિન તેન્ડુલકર ક્રિકેટનો ભગવાન છે. એના વિશે જેમાં ઘસાતું લખાયું હોય એ પુસ્તકની પ્રકાશનવિધિ સીસીઆઇમાં યોજાઈ ન શકે.’


શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘સંબંધિત લોકોને ઉદ્ધવજીએ મેસેજ મોકલીને સમારંભ રદ કરવાનું જણાવી દીધું હતું. તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જો કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો એ માટે આયોજકો જવાબદાર ગણાશે, કારણ કે આ પુસ્તકે દેશના અનેક લોકોની લાગણી દુભાવી છે.’


દરમ્યાન સીસીઆઇના પ્રમુખ સેવંતી પરીખે કહ્યું હતું કે ‘અમારા પર કોઈ જ રાજકીય દબાણ નહોતું અને અમે અમારી મેળે જ સમારંભ રદ કરવાનો નર્ણિય લીધો હતો, કારણ કે અમે આ વિવાદથી દૂર રહેવા માગતા હતા. સેવંતી પરીખે એ પણ સ્પષ્ટતા કરી હતી કે સમારંભનું આયોજન અમે નહોતું કર્યું. અમે ફક્ત વેન્યુ પૂરું પાડ્યું હતું.


આ સમારંભનું આયોજન જાણીતા પત્રકાર અનિલ ધારકરની સંસ્થા ‘લિટરેચર લાઇવ’ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સીસીઆઇએ આ સમારંભ રદ કર્યો એનાથી મને આશ્ચર્ય નથી થયું.’


દરમ્યાન શોએબ અખ્તરના પુસ્તકના પ્રકાશન માટે ગુરુવારે યોજાનારો એક બીજો સમારંભ પણ રદ કરવામાં આવ્યો છે. ૨૯ સપ્ટેમ્બરે સીસીઆઇમાં જ દિલીપ સરદેસાઈ મેમોરિયલ લેક્ચર સિરીઝમાં ભારત-પાક ક્રિકેટ કઈ રીતે બે દેશો વચ્ચેના સંબંધો સુધારી શકે એ વિશે પાકિસ્તાનના ભૂતૂપર્વ કૅપ્ટન ઇમરાન ખાન વક્તવ્ય આપવાના હતા.


શોએબ અખ્તર વિરુદ્ધ થાણેમાં આંદોલન
સચિન તેન્ડુલકર વિશે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પોતાના પુસ્તકમાં છાપેલી ટિપ્પણીને લઈને ઉશ્કેરાયેલા એનસીપી (નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી)ના કાર્યકર્તાઓએ થાણેમાં ગઈ કાલે વિરોધપ્રદર્શન કર્યું હતું. થાણે સુધરાઈની ઑફિસ પાસે કાર્યકર્તાઓએ શોએબ અખ્તરનું પૂતળું પણ બાળવાની કોશિશ કરી હતી, પરંતુ એ કોશિશ નાકામ રહી હતી. ૧૫ જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે એ પહેલાં શનિવારે દહિસરમાં શોએબ અખ્તર વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. શોએબે પોતાની ઑટોબાયોગ્રાફી ‘કન્ટ્રોવર્શિયલ યૉર્સ’માં સચિન તેન્ડુલકર અને રાહુલ દ્રવિડ વિશે ઉતારી પાડતી અને સનસનાટીભરી વાતો લખતાં લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. તસવીર : સમીર માર્કન્ડે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK