તહેવારો ખતમ કરી નાખો, પંચાંગ ફાડી નાખો : ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દિવાળીમાં ફટાકડા ફોડવા પરના પ્રતિબંધ વિશે અપનાવ્યું આક્રમક વલણ : બુધવારે નિરીક્ષણ કર્યું આઝાદ મેદાનમાં ચાલી રહેલા મેટ્રોના કામનું નિરિક્ષણ કર્યું હતું

uddhav


પંચાંગ ફાડી નાખો, તહેવારો વગેરે ભ્રમ છે અને એની ઉજવણી બંધ કરો એવો આદેશ કાઢવાનો જ હવે બાકી છે. આવો પણ આદેશ જોઈએ તો કાઢો.

શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્વવ ઠાકરેએ ફટાકડા પર લાદવામાં આવેલા પ્રતિબંધ બાબતે પોતાની નારાજગી ગઈ કાલે આવા શબ્દોમાં વ્યક્ત કરી હતી.

મુંબઈ મેટ્રોના આઝાદ મેદાનમાં ચાલી રહેલા કામનું નિરીક્ષણ કરવા માટે આવેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જ્યારે શાંતિની અતિશયોક્તિ થશે ત્યારે નાગરિકોના અસંતોષનો વિસ્ફોટ થશે.

મેટ્રોના કામ માટે BMCની પરવાનગી બાબતે રાજ્યના નગરવિકાસ ખાતા દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવની ઝાટકણી કાઢતાં તેમણે કહ્યું હતું કે ‘BMC અને સરકારે સાથે મળીને જ કામ કરવું પડશે. બન્ને સાથે મળીને કામ કરશે તો જ વિકાસ થશે. BMCની પરવાનગી જો અન્ય બધા જ પ્રોજેક્ટ માટે આવશ્યક હોય તો એ મેટ્રો-મોનો માટે પણ લેવી જ પડશે. BMCના અધિકાર પર રાજ્ય સરકાર અતિક્રમણ કરવાનો પ્રયાસ કરશે તો એવો કોઈ પણ પ્રસ્તાવ હું મંજૂર નહીં કરું. ખરી રીતે નગરવિકાસ વિભાગે મેટ્રોને વિશેષ દરજ્જો આપવાનો પ્રસ્તાવ BMCમાં મંજૂરી માટે નહીં ફક્ત માહિતી માટે મોકલ્યો છે. એ મંજૂર કે નામંજૂર કરશે તો મેટ્રોને વિશેષ દરજ્જો મળી જ જશે.’

ઉદ્ધવ ઠાકરેએ એવી પણ ચેતવણી આપી હતી કે ‘આરેના પરિસરમાં થઈ રહેલા મેટ્રોના કામ બાબતે અમે સહમત નથી. હું જલદી જ આ ભાગની મુલાકાત લઈશ અને એ પછી મારો મત વ્યક્ત કરીશ. ત્યાં નિસર્ગ પર કુહાડી મારીને કામ થશે તો શિવસેનાનો વિરોધ કાયમ રહેશે.’

Comments (1)Add Comment
...
written by Buddy, October 12, 2017
This coward man is good for nothing. He should have warned judiceiries for passing any orders against Hinduism
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy