પરસ્પર સમજૂતીથી થતા ડિવૉર્સ હવે ઝડપી બનશે

સુપ્રીમ કોર્ટ કહે છે કે જે દામ્પત્ય ટકવાનું જ ન હોય એમાં છૂટાછેડા લંબાવવાનો શું મતલબ


Representation pic


હિન્દુ મૅરેજ ઍક્ટમાં મહત્વના સુધારાના રૂપમાં સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે જણાવ્યું હતું કે પરસ્પર સંમતિથી જુદાં થતાં દંપતીઓને ડિવૉર્સ ડિક્રી આપવામાં છ મહિનાના વિલંબની જરૂર ન હોવાનું સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ‘અદાલતોએ ડિવૉર્સ ડિક્રી મંજૂર કરવા માટે છ મહિના પસાર કરવાની કોઈ જરૂર નથી. નિરર્થક લગ્નસંબંધને ખેંચ્યા કરવાનું કોઈ કારણ નથી. બન્ને પક્ષોને સમજાવી શકાય એમ ન હોય ત્યાં દંપતીની પરેશાની લંબાવવી યોગ્ય નથી. દરેક કેસની પરિસ્થિતિ અનુસાર છ મહિનાનો ફરજિયાત ગાળો રદ કરવો કે નહીં એનો નિર્ણય દરેક જજે લેવાનો રહેશે. કોઈ પણ લગ્ન બચાવવા માટે તમામ પ્રયાસો કરવા જોઈએ એ ખરું, પણ પતિ-પત્નીને ફરી ભેગાં કરવાની કોઈ શક્યતા ન હોય અને બન્ને પાત્રોને ફરી અન્ય પાત્રો સાથે ગોઠવાઈ જવાની શક્યતાઓ હોય એવા કિસ્સામાં સંબંધિત પક્ષોને વધુ સારા વિકલ્પો અપનાવવાની મોકળાશ કરી આપવામાં અદાલતો અસહાય સ્થિતિમાં ન હોવી જોઈએ. દંપતીએ ભરણપોષણની રકમ તથા સંતાનના કબજા જેવા મુદ્દામાં મતભેદોનો ઉકેલ મેળવી લીધો હોય તો એવા કિસ્સામાં છૂટાછેડાની અરજી મંજૂર કરતાં પૂર્વે છ મહિનાના ગાળાને રદ કરી શકાય.’

આઠ વર્ષથી જુદાં રહેતાં અને પરસ્પર સમજૂતીની કોઈ શક્યતા ન હોવાનું જણાવતાં સમાધાનની અશક્યતા દર્શાવતાં છ મહિનાની શરત રદ કરવાની દિલ્હીના એક દંપતીની છૂટાછેડાની અરજીના અનુસંધાનમાં ગઈ કાલે સર્વોચ્ચ અદાલતે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.

૨૦૧૨માં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે ‘છૂટાછેડાની અરજીઓના નિર્ણયોની બાબતમાં પ્રતીક્ષાનો છ મહિનાનો સમયગાળો રદ કરી શકાય. એ વખતમાં લગ્નના કાયદામાં સુધારાનો ખરડો ‘મૅરેજ લૉઝ અમેન્ડમેન્ટ બિલ-૨૦૧૦’ પ્રસ્તાવિત હતો. એ સુધારા અનુસાર કાયદામાં ‘અરજી મળ્યાના છ મહિના બાદ છૂટાછેડા મંજૂર કરવા’ શબ્દો રદ કરીને એની જગ્યા પર ‘અરજી પ્રાપ્ત થયા પછી છૂટાછેડા મંજૂર કરવા’ શબ્દો દાખલ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 

છૂટાછેડા માટેના કાયદામાં કેટલીક શરતો છે. એ શરતોમાં સંબંધિત અરજદારોએ એક વર્ષ જુદાં રહેવું, બન્ને સાથે રહી શકે એમ નથી એ નક્કી થવું જોઈએ અને લગ્નના બંધનમાંથી મુક્તિ માટે પરસ્પર સંમતિ જેવી જોગવાઈઓનો સમાવેશ છે. એ રીતે એક વર્ષ છૂટાં રહ્યા પછી અરજી કરતાં છ મહિને ડિવૉર્સ ડિક્રી મળતાં વિનાકારણ દોઢ વર્ષની રાહ જોવી પડે છે. છ મહિનાનો ગાળો સમાધાનની શક્યતા તપાસવા માટે હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy