સંભાળજો, ટિકિટચેકરો વીફરેલા છે

દંડ વસૂલ કરવાનો ટાર્ગેટ વધારી દેવામાં આવ્યો હોવાને પગલે તેઓ બ્લૅક દિવાલી મનાવવાના છે

railway tc


શહેરના ટિકિટચેકરોએ રેલવે-ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા તેમના ડેઇલી કલેક્શન-ટાર્ગેટમાં કરવામાં આવેલા વધારાના વિરોધમાં દિવાળી દરમ્યાન બ્લૅક રિબન બાંધીને કામ કરવાનો નિર્ણય લીધો છે. ટિકિટચેકર યુનિયને જણાવ્યા પ્રમાણે લૉન્ગ ડિસ્ટન્સની ટ્રેનોના ટિકિટચેકરોના ટાર્ગેટમાં ૧૦૦ ટકાનો અને લોકલ ટ્રેનના ટિકિટચેકરોના ટાર્ગેટમાં ૬૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે દરેક આઉટ સ્ટેશનની ટ્રેનના ટિકિટચેકરે દરરોજ ૩૦૦૦ને બદલે ૬૦૦૦ રૂપિયા અને લોકલ ટ્રેનના ટિકિટચેકરે ૨૫૦૦ને બદલે ૪૦૦૦ રૂપિયા દંડપેટે ઉઘરાવવા પડશે.

નામ ન જણાવવાની શરતે એક ટિકિટચેકરે કહ્યું હતું કે ‘અમે આ નિર્ણય બદલવા માટે ઍડ્મિનિસ્ટ્રેશનને વિનંતી કરી હતી, પરંતુ તેઓ માન્યા નથી. અમે ટાર્ગેટનો વિરોધ નથી કરતા, પરંતુ એ વાસ્તવિક હોવો જોઈએ.’

ટિકિટચેકરો જો તેમના ટાર્ગેટ આંબી ન શકે તો તેમની દૂરના વિસ્તારમાં બદલી કરી નાખવાની ચીમકી પણ આપવામાં આવી છે.

બીજી તરફ વેસ્ટર્ન રેલવેના ચીફ PRO રવીન્દ્ર ભાકરે કહ્યું હતું કે આપવામાં આવેલો ટાર્ગેટ વાસ્તવિક છે અને ટિકિટ વિના મુસાફરી કરનારાઓના અભ્યાસ બાદ એ નક્કી કરવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy