વચન જાન્યુઆરીનું, પણ ઑગસ્ટમાંય ઠેકાણાં નહીં

વેસ્ટર્ન રેલવે ફરી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય એવુંલાગે છે : વૈતરણા નદી પરનો રેલવે-બ્રિજ જોખમી હોવાનીપ્રવાસીઓને ચિંતા હોવા છતાં સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવવાના વાયદા પર મહિનાઓ પછી પણ કોઈ જ અમલ નહીં

BRIDGE



પ્રીતિ ખુમાણ ઠાકુર

વેસ્ટર્ન રેલવેમાં એલ્ફિન્સ્ટન રોડ, અંધેરી બ્રિજની દુર્ઘટના થઈ છતાં હજી સુધી હોનારતોને રોકવા માટેની કોઈ તૈયારી દેખાતી નથી. આવી જ એક હોનારત છેલ્લા અનેક મહિનાથી વૈતરણા રેલવે-બ્રિજ પર તોળાઈ રહી છે. આ બ્રિજ પરથી ટ્રેન પસાર થાય ત્યારે રેલવે-પ્રવાસીઓના જીવ મુઠ્ઠીમાં આવી જાય છે. મુંબઈથી ગુજરાત તરફ જતી બધી જ ટ્રેનો માટે મહત્વના વૈતરણા પુલની હાલત અત્યંત જોખમી છે. અહીં ગમે ત્યારે કોઈ પણ હોનારત સર્જાવાની ચિંતા રેલવે-પ્રવાસીઓને થઈ રહી હોવાથી અનેક માગણીઓ બાદ રેલવેએ લગભગ ૨૦૧૭ના ડિસેમ્બરમાં આ પુલનું સ્ટ્રક્ચરલ ઑડિટ જાન્યુઆરીમાં કરાશે એવું કહ્યું હતું. એથી રેલવે-પ્રવાસીઓને થોડી રાહત થઈ હતી કે ઑડિટ થયા બાદ કાર્યવાહી થશે, પરંતુ એ વાતને મહિનાઓ વીતી ગયા છતાં કોઈ ઑડિટ થયું નહોતું. અંતે અમુક જાગૃત રેલવે-પ્રવાસીઓ દ્વારા એક વખત નહીં પણ સાતથી વધુ વખત વેસ્ટર્ન રેલવેમાં RTI ઍક્ટ હેઠળ અરજી કરીને સ્ટ્રક્ચરલ ઑડિટ વિશે માહિતી માગવામાં આવી હતી, પરંતુ RTI ઍક્ટ હેઠળ મળી રહેલા જવાબથી રેલવે-પ્રવાસીઓને એવું લાગી રહ્યું છે કે રેલવે આની ગંભીરતા જ સમજી શકતી નથી. રેલવેના ધ રિચસર્ચ ડિઝાઇન ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑર્ગેનાઇઝેશન (RDSO) દ્વારા ઑડિટ કરાશે એવું કહેવાયું હતું, પરંતુ RTI ઍક્ટ હેઠળ આ ડિપાર્ટમેન્ટને આ ઑડિટ વિશે કોઈ માહિતી ન હોવાનું પણ કહ્યું છે. આવી ગંભીર અને અતિમહત્વની બાબત તરફ દુર્લક્ષ કરાતું હોવાથી ફરી કોઈ મોટી હોનારતની રેલવે રાહ જોઈ રહ્યું છે કે એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. પુલ દહાણુ અને ગુજરાત તરફ જતો રેલવેનો રૂટ હોવાથી કોઈ બનાવ બને તો રેલવે-પ્રવાસીઓને અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ સાથે માલગાડીઓની પણ મોટી સમસ્યા ઊભી થઈ શકે એમ છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા ૧૯૮૦માં બાંધવામાં આવેલા વૈતરણા નદી પરના રેલવે-પુલનું સ્ટ્રક્ચરલ ઑડિટ જાન્યુઆરી ૨૦૧૮માં કરાશે એવું દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાને રેલવે-પ્રશાસને કહ્યુંં હતું. વૈતરણા સ્ટેશનના નૉર્થ સાઇડ પર આવેલા આ પુલનું સ્ટ્રક્ચરલ ઑડિટ રેલવેમંત્રાલય અંતર્ગત આવેલા ય્Dલ્બ્ દ્વારા કરવામાં આવશે એવું પણ કહેવાયું હતું.

વેસ્ટર્ન રેલવેનો વૈતરણા નદી પર રેલવે-પુલ છે. વૈતરણા નદીમાંથી મોટા પ્રમાણમાં રેતી કાઢવાનું કામ કરવામાં આવે છે અને એને કારણે આ પુલના પિલરોને અસર થઈ હોવાથી આ પુલ સામે જોખમ ઊભું થયું છે. લગભગ બે વર્ષ પહેલાં આ પુલની સંરક્ષણ-દીવાલનો ભાગ તૂટી પડ્યો હતો ત્યારે અવરજવર ઠપ થઈ ગઈ હતી. મહાડમાં સાવિત્રી નદી પરનો પુલ તૂટવાની દુર્ઘટના બાદ આ પુલ વિશે પણ રેલવે-પ્રવાસીઓની ચિંતા જોવા મળી હતી અને આ પુલના સ્ટ્રક્ચરલ ઑડિટની માગણી લાંબા સમયથી કરવામાં આવી હતી. એ વખતે પણ દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના સભ્ય દ્વારા વૈતરણા રેલવે-પુલ ક્રમાંક ૯૨ અને ૯૩ વિશે RTI ઍક્ટ હેઠળ માહિતી માગવામાં આવી હતી, પરંતુ રેલવે-પ્રશાસન પાસે આ પુલ બાબતે કોઈ પણ માહિતી ન હોવાનું કહેવાયું હતું તેમ જ જિલ્લા-પ્રશાસન અને રેલવે-પ્રશાસનના વિવાદમાં આ પુલના સ્ટ્રક્ચરલ ઑડિટનો મુદ્દો પાછળ રહી ગયો હતો.

નદીમાંથી રેતી ઉલેચવાનાં ગંભીર પરિણામ બ્રિજને થઈ શકે છે એ બાબતની માહિતી રેલવેના સત્તાવાળાઓને પણ હતી અને તેમણે આ મુદ્દે જિલ્લા વહીવટીતંત્રને કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. જ્યાં સુધી પુલનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં ન આવે ત્યાં સુધી પુલને આટલાં વર્ષોમાં કેટલું નુકસાન થયું છે એ સમજી શકાય એમ નથી.

આ વિશે દહાણુ-વૈતરણા પ્રવાસી સેવાભાવી સંસ્થાના સભ્ય મહેશ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઉલ્લેખ કરવા જેવું એ છે કે આટલાં વર્ષ જૂના પુલનું આ પહેલાં પણ ક્યારેય સ્ટ્રક્ચરલ ઑડિટ કરવામાં આવ્યું જ નથી. અમારી સંસ્થાના દરેક સભ્ય RTI ઍક્ટનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરલ ઑડિટ થાય એ માટે પ્રયાસો કરી રહ્યા છીએ. એથી આખરે અનેક પ્રયાસો બાદ જાન્યુઆરી ૨૦૧૮માં પુલનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનું રેલવેએ માન્ય કર્યું હતું.’

રેલવે-પ્રશાસન દુર્લક્ષ કરી રહ્યું છે એમ જણાવતાં RTI ઍક્ટ હેઠળ અરજી કરનારા રેલવેના જાગૃત પ્રવાસી હિમાંશુ વર્તકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષો જૂના આ પુલનું મહkવ રેલવે-પ્રવાસીઓ અને રેલવે-પ્રશાસન પણ જાણે છે. રેતી થોડી-થોડી ધોવાઈ રહી હોવાથી આ પુલ જોખમી થવા લાગ્યો છે અને કોઈ હોનારત સર્જાય એ પહેલાં ઑડિટ કરીને માહિતી મેળવી લેવાય તો એને રોકવા માટે પગલાં ભરી શકાય. આ પુલ પરથી ૨૦૧૭માં ટ્રેનોને પસાર થવા માટે ૨૦થી ૭૦ કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ-લિમિટ રાખવામાં આવી હતી, પરંતુ સ્ટ્રક્ચરલ ઑડિટ કર્યા વગર જ લગભગ ફેબ્રુઆરીની આસપાસ સ્પીડ-લિમિટ વધારીને ૧૩૦ કિલોમીટર પ્રતિકલાક કરી નાખવામાં આવી છે. અંધેરી, એલ્ફિન્સ્ટન રોડ જેવી હોનારત બાદ અહીં પણ કોઈ હોનારત થશે એવી સતત ચિંતા થઈ રહી છે. રેલવે-પ્રશાસન આ વિશે ગંભીરતા કેમ દેખાડતું નથી એ એક મોટો પ્રfન છે. ઉલ્લેખ કરવા જેવું છે કે ડિસેમ્બર ૨૦૧૭માં જ્યારે RTI ઍક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી ત્યારે જાન્યુઆરી ૨૦૧૮માં સ્ટ્રક્ચરલ ઑડિટ કરાશે એવું કહેવાયું હતું. એ બાદ પ્રવાસીઓ તો રાહમાં હતા કે ઑડિટ કરાશે, પરંતુ એ કરાયું ન હોવાથી અંતે કંટાળીને ફરી RTI ઍક્ટ હેઠળ અરજી કરીને પૂછવામાં આવતાં ઑડિટનું કામ થયું નથી એવું કહેવાયું અને એ બાદ જવાબ અપાયો કે ય્Dલ્બ્ને આ ઑડિટ વિશે માહિતી નથી. ભારતની મહkવની સેવા અપાતું રેલવે-પ્રશાસન આવા ગંભીર મુદ્દે આવું દુર્લક્ષ કરે એ ખૂબ મોટી વાત કહેવાય. જો કોઈ હોનારત બની તો ખૂબ મોટું નુકસાન થઈ શકે છે.’ વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે-મૅનેજર સંજય મિશ્રાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે આ બાબતે સંપૂર્ણ તપાસ કરીને યોગ્ય પગલાં લેવાશે.


પુલનું સ્ટ્રક્ચરલ ઑડિટ થવું શું કામ જરૂરી?

આ પુલ અનેક વર્ષો જૂનો છે એથી આટલાં વર્ષોમાં પુલને શું નુકસાન થયું છે એ જાણવા મળે. પુલનો ટેãક્નકલ અભ્યાસ કરાય, પુલની ક્ષમતા કેટલી, એ કયા ભાગમાં કમજોર છે, પુલની ભાર લેવાની ક્ષમતા કેટલી, પુલ મજબૂત અને સુરક્ષિત છે કે વગેરે બાબતો ઑડિટ દરમ્યાન તપાસ કરવામાં આવે છે. ઉપરાંત પુલનું આયુષ્ય કેટલું છે, એ હજી કેટલાં વર્ષ ટકી શકશે એ પણ ઑડિટ બાદ જાણી શકાય છે તેમ જ ઑડિટમાં એ પણ જાણવા મળે છે કે પુલનું કયા ભાગમાં રિપેરિંગ કરવું પડશે અને કેવી રીતે કરવું એ પણ સમજાય છે.



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK