હીરાબજારમાં નનામા પોસ્ટરે મચાવી ચકચાર

ચર્ની રોડ રેલવે-સ્ટેશનથી લઈને ઑપેરા હાઉસ ડાયમન્ડ માર્કે‍ટમાં અને એની આજુબાજુ હીરાના એક દલાલ ચિરાગ અવૈયાએ દોઢથી બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે અને તેના મિત્ર રાજુ નાથાણીએ ધમકી આપી છે એવું જણાવતાં પોસ્ટરો ફોટા સાથે લગાવવામાં આવ્યાં છે અને લોકોને તેમનાથી સાવધ રહેવાનું જણાવવામાં આવ્યું છે.

 

-બકુલેશ ત્રિવેદી

ઓપેરા હાઉસ, તા. ૨૪

આ પોસ્ટરોમાં ચિરાગે ડાયમન્ડનો બદલો કરીને ૧.૫થી બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ બન્નેના ફોટા સાથે લગાડવામાં આવેલાં પોસ્ટરોને કારણે પંચરત્ન, પ્રસાદ ચેમ્બર્સ સહિત સમગ્ર હીરાબજારમાં ખળભળાટ ફેલાઈ ગયો છે.

 

એક દલાલ પર બે કરોડની ચીટિંગનો આક્ષેપ મૂકવા કોઈ અજાણ્યા બ્રોકર દ્વારા નવતર રીતની અજમાયશ


આવી રીતે બન્નેના ફોટા સહિત પોસ્ટર લગાડનારી વ્યક્તિએ પોતાનું નામ ન આપ્યું હોવાથી એ વ્યક્તિ કોણ હશે એની ચર્ચા એક તરફ ચાલી રહી છે, જ્યારે બીજી તરફ આ બન્નેને ઓળખતા લોકો તેમને ફોન કરીને તેમની પાસેથી પ્રકરણ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. હીરાબજારમાં ચર્ચાનો વિષય બનેલા આ પ્રકરણને કારણે બન્ને વેપારીઓ પણ ટેન્શનમાં આવી ગયા છે. ગઈ કાલે ચિરાગ અને તેના મિત્ર રાજુ નાથાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તેમનું નામ બગાડવા માટે જાણીજોઈને કરવામાં આવેલું આ કૃત્ય છે. તેમણે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નથી કરી અને જેને ફરિયાદ હોય તેમની સાથે ડાયમન્ડ મર્ચન્ટ્સ અસોસિએશનમાં વિવાદનો નિવેડો લાવવા માટે બેસવા તૈયાર છે.

બદનામ કરવાનું કાવતરું : ચિરાગ અવૈયા

મૂળ સૌરાષ્ટ્રના ભાવનગરનો લેઉવા અવૈયા જ્ઞાતિનો ચિરાગ પટેલ અત્યારે તેની ફૅમિલી સાથે વિરાર (વેસ્ટ)માં રહે છે. તેણે આ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘હું હજી માર્કે‍ટ પહોંચું એ પહેલાં જ મને ગઈ કાલે સવારથી જ મિત્રોના ફોન આવવા ચાલુ થઈ ગયા હતા કે તારાં પોસ્ટરો માર્કે‍ટમાં લાગ્યાં છે. આ બધું શું છે? મને પણ આ બાબતની ખબર નહોતી. હું છેલ્લાં છ-સાત વર્ષથી માર્કે‍ટમાં દલાલી કરું છું, પણ આવું ક્યારેય મારી સાથે થયું નથી એટલે હું પણ ચોંકી ઊઠuો હતો. મેં કોઈની સાથે ખોટું કર્યું નથી. મને એ નથી સમજાતું કે જો મેં કોઈની સાથે કરોડોની છેતરપિંડી કરી હોય તો તેણે તેના પૈસા પાછા મેળવવા માટે અસોસિએશનમાં ફ્રિયાદ કરવી જોઈએ, પોલીસફરિયાદ કરવી જોઈએ, પણ તેણે એવું નથી કર્યું. માત્ર અમને બદનામ કરવાના આશયથી પોસ્ટરો ચોંટાડ્યાં છે. હું નાનું-નાનું કામ કરું છું. છૂટક દલાલો પાસેથી માલ (ડાયમન્ડ) લઈ પાર્ટીને વેચતો હોઉં છું. મેં કોઈ દિવસ ૧૦૦ કૅરેટથી વધારેનું કામ નથી કર્યું. જોખમ હોય તો સાથે પાર્ટીના માણસને ખાસ રાખું છું. જ્યારે પોસ્ટરમાં એમ લખવામાં આવ્યું છે કે મેં ૩૦૫ કૅરેટના માલમાં બદલો કર્યો. આ સદંતર જુઠ્ઠાણું છે. મારી પાર્ટીઓમાંથી પણ આજે ફોન આવ્યા હતા. જ્યારે મેં તેમની સામે મારી વાત માંડી ત્યારે તેઓ પણ મારી વાત સાથે સહમત થયા હતા. હું તો માર્કે‍ટમાં જ છું અને અહીં જ દલાલી કરવાનો છું.’

રાજુ નાથાણીનું શું કહેવું છે

હીરાબજારની આસપાસ લાગેલાં પોસ્ટરોમાં એમ પણ લખવામાં આવ્યું છે કે ચિરાગના પાર્ટનર રાજુ નાથાણી દ્વારા ધમકી અપાઈ છે. જોકે આ બાબતે મીરા રોડમાં રહેતા રાજુ નાથાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધમકી કેવી ને વાત કેવી? હું બાર વર્ષથી માર્કે‍ટમાં દલાલી કરું છું. આજ સુધી મેં એવું કોઈ કામ નથી કર્યું કે કોઈ મારી સામે આંગળી ચીંધી શકે. મેં સર્પોટ કરવાના ઇરાદે ચિરાગ સાથે મળીને કામ કર્યું છે, બાકી અમે કોઈની સાથે છેતરપિંડી નથી કરી. જો અમે ખોટું કર્યું જ હોય તો તે અમને અસોસિએશનમાં ખંેચી ગયો હોત. અમે બન્ને સાથે કામ કરીએ એમ કોઈ નથી ઇચ્છતું એટલે આવાં પોસ્ટરો લગાડ્યાં છે. અમે અહીં જ છીએ અને અહીં જ દલાલી કરવાના છીએ. આજે આટલું થવા પછી પણ મારી પાર્ટીઓએ મારામાં વિfવાસ રાખ્યો છે અને મેં સોદા કર્યા છે. અમારે ખોટું કરવું નથી, જો કોઈ એમ કહેતું હોય કે છેતરપિંડી થઈ છે તો એ માટે અમે તેની સાથે અસોસિએશનમાં જવા તૈયાર છીએ. તે પુરવાર કરે કે અમે છેતરપિંડી કરી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK