આખરે હાર્બર લાઇનના સ્ટન્ટબાજ લૂંટારા ઝડપાઈ ગયા

ચાલતી ટ્રેનમાં ખતરનાક ખેલ કરીને ચારેય લોકોના મોબાઇલ આંચકી લેતા હતા

thieves

મમતા પડિયા

હાર્બર લાઇનમાં દોડતી ટ્રેનમાં સ્ટન્ટબાજી અને પ્લૅટફૉર્મ પર ઊભેલા દિવ્યાંગના હાથમાંથી મોબાઇલ આંચકવાના વિડિયોને પોતે જ વાઇરલ કરનાર ચાર ગઠિયાઓને મંગળવારે મોડી રાતે કુર્લાથી RPFએ પકડી પાડ્યા હતા. હાર્બર લાઇનમાં ચૂનાભઠ્ઠી અને GTB નગર સ્ટેશન વચ્ચે ધમાલ મચાવતા ચાર ગઠિયાઓનો વિડિયો બુધવારે વાઇરલ થતાં રેલવે-પોલીસને મળ્યો હતો. આ વિડિયો રવિવારનો હોવાની પ્રાથમિક માહિતી હતી, પરંતુ હકીકતમાં સ્ટન્ટબાજી મંગળવારે કરવામાં આવી હતી. રેલવે પ્રવાસીઓની સુવિધા માટે છે, પરંતુ આ પ્રકારના ઉપદ્રવોને રોકવા અને પાઠ ભણાવવા વડાલા રેલવે-પોલીસે મંગળવારે રાતે ૧૮થી ૨૦ વર્ષના અલી શેખ, રોહિત ચૌરસિયા, શેહબાઝ ખાન અને ઝૈઇદ શેખની ધરપકડ કરવામાં આવી હતી.

અમારી પાસે માત્ર વિડિયો હતો અને એ રવિવારનો હોવાની એક જ લીડ હતી એમ જણાવીને વડાલા ઞ્ય્ભ્ના સિનિયર ઇન્સ્પેક્ટર અજિત બારટક્કેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર લાઇનના અધિકારીઓને આ વિડિયો સર્ક્યુલેટ કરી દીધો હતો. આ વિડિયો હકીકતમાં રવિવારનો નહીં પણ સોમવારનો હતો. અમારી અન્ય ટીમ RPF સાથે સમન્વય સાધીને CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી રહી હતી. રવિવારના CCTV કૅમેરાનાં ફુટેજમાં કંઈ મળ્યું નહીં અને સોમવારના GTB નગર રેલવે-સ્ટેશનના CCTV કૅમેરાનાં ફુટેજમાં આ ચારેય જણ દેખાતાં વિડિયો બાબતે સ્પષ્ટતા થઈ હતી. દરમ્યાન અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિડિયો પરથી ડેવલપ કરેલા ફોટોગ્રાફ્સ ખબરી-નેટવર્કમાં સર્ક્યુલેટ કરી દીધા હતા. મંગળવારે રાતે ચારમાંથી બે જણ કુર્લામાં એક જગ્યાએ બેઠા હોવાની માહિતી મળી હતી. એના આધારે અમને એક જ ઠેકાણેથી ત્રણ ગઠિયા મળ્યા હતા. ત્યાર બાદ તેમની પૂછપરછ કરીને ચોથાને પણ કુર્લાથી જ પકડી પાડવામાં આવ્યો હતો.’

GTB નગર સ્ટેશન પરથી દિવ્યાંગના હાથમાંથી આંચકેલો મોબાઇલ તેમની પાસેથી રિકવર કરવામાં આવ્યો હતો એમ જણાવીને અજિત બારટક્કેએ કહ્યું હતું કે ‘ચારેયમાંથી એકેયનો ક્રિમિનલ રેકૉર્ડ નથી, પરંતુ ચારમાંથી ત્રણ નાની-મોટી નોકરી કરે છે, જ્યારે એક બેરોજગાર છે. રાતે ચારેય પકડાયા હતા અને તેમની મોડે સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ચારેય જણે ગુનાની કબૂલાત કરી હતી. આ યુવાનો માટે સ્ટન્ટ કરવા મનોરંજન હતું, પરંતુ તેમના મનોરંજનનો ભોગ અન્ય પ્રવાસી બને એ અમને મંજૂર નથી. તાજેતરમાં મહાલક્ષ્મી અને લોઅર પરેલ વચ્ચે ટ્રેનમાં સ્ટન્ટ કરતી એક વ્યક્તિની લાત ટ્રૅક-ટેક્નિશ્યનને લાગતાં તેણે જીવ ગુમાવ્યો હતો. એથી અમે આ યુવાનોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલવાનો નિર્ધાર લીધો હતો, જેથી ભવિષ્યમાં આવો કોઈ સ્ટન્ટ કરતાં પહેલાં ૧૦૦ વખત એના પરિણામને વિચારવામાં આવે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK