હવે દહાણુ સુધી થશે ફોર ટ્રૅક

રેલવે-ટ્રૅકના વિસ્તરણ માટે ૨૦ ગામડાંઓની જમીન લેવાશે : અત્યારનાં ૯ સ્ટેશનમાં બીજાં ૮ સ્ટેશન બનાવવાની પણ છે યોજના

dahanu

વિરારથી દહાણુ સુધીના પટ્ટામાં ફોર ટ્રૅક બનાવવાની વેસ્ટર્ન રેલવેની યોજના ઝડપભેર આગળ વધી રહી છે અને આ કામ માટે રેલવે-ટ્રૅકનાં વેસ્ટમાં આવેલાં ૨૦ ગામડાંઓની જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વાસ્તવમાં અત્યારે બહારગામની ટ્રેનોના ધસારાને કારણે વિરાર-દહાણુ વચ્ચે લોકલ ટ્રેનની સર્વિસ વધારવાનું શક્ય બનતું નથી.

બીજી તરફ વિરાર-દહાણુના પટ્ટામાં ઇન્ડસ્ટ્રિયલ-રેસિડેન્શિયલ પ્રોજેક્ટ મોટા પાયે આવી રહ્યા છે અને આ પટ્ટામાં મુંબઈ સુધી અવરજવર કરનારા લોકોની સંખ્યા વધી રહી છે એ બાબતને ધ્યાનમાં લેતાં હાલની ટ્રૅકની વેસ્ટ સાઇડમાં બે ઍડિશનલ લાઇન નાખવામાં આવશે. બીજું, દિલ્હી-મુંબઈ ડેડિકેટેડ ફ્રેઇટ કૉરિડોર પ્રોજેક્ટ માટે પણ બે લાઇનની જરૂર જણાઈ રહી છે. 

વેસ્ટર્ન રેલવેએ જે ૨૦ ગામો પાસેથી જમીન હસ્તગત કરવા નોટિફિકેશન બહાર પાડ્યું છે એમાં બીરવાડી, બોઇસર, ગોથનપુર, કાપસે, કર્વલે, કર્ડાલ, કસબે-માહિમ, કેળવે રોડ, કોળગાંવ, માકુણસાર, નાવલી, પાલઘર, રાણીશીગાંવ, રોઠે, સફાળે, ખૈરા, સતોર્ડી, ઉંબેરપાડા, ઉમરોલી, વાઢિવ સરાવલીનો સમાવેશ છે. સંપાદન માટે જે લોકો જમીન વેચવા તૈયાર હશે તેમની પાસેથી જમીન ખરીદવામાં આવશે અને જ્યારે અન્ય લોકો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે.

અત્યારે ૬૩.૮ કિલોમીટરના આ પટ્ટામાં ફક્ત ૯ રેલવે-સ્ટેશન આવેલાં છે એમાં બીજાં આઠ સ્ટેશનનો ઉમેરો કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આ પ્રસ્તાવિત રેલવે-સ્ટેશનોમાં વાઢિવ અને સાર્તોડી (વૈતરણા અને સફાળે વચ્ચે), માકુણસાર (સફાળે અને કેળવે રોડની વચ્ચે), ચિંટુપાડા (કેળવે રોડ અને પાલઘર વચ્ચે), ખારળે રોડ (પાલઘર અને ઉમરોલી વચ્ચે), પાંચાલી (ઉમરોલી અને બોઈસર વચ્ચે), વાંજરવાડા (બોઇસર અને વાનગાંવ વચ્ચે) અને BSES કૉલોની (વાણગાંવ અને દહાણુ રોડ વચ્ચે)નો સમાવેશ છે. 

૬૩.૮ વિરારથી દહાણુ વચ્ચે આટલા કિલોમીટરનું અંતર

૨૪૦ મિનિટ ચર્ચગેટથી દહાણુ વચ્ચેનો અંદાજિત સમય

૪ ૨૦૪૧માં આટલી મિનિટ ફ્રીકવન્સી પર લોકલ દોડશે

૧૧.૨૫ ૨૦૪૧માં આટલા લાખ લોકો રોજ અવસર જવર કરશે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy