નોકરી બદલશો ત્યારે આપોઆપ જ PF ટ્રાન્સફર થશે

નોકરી બદલતી વખતે PFની રકમ હવે આપોઆપ ટ્રાન્સફર થશે એટલે નોકરી બદલીએ ત્યારે PF (પ્રોવિડન્ટ ફન્ડ) ખાતું નવી કંપનીમાં ફેરવવાની મગજમારીથી કર્મચારીઓને છુટકારો મળશે એવી માહિતી પ્રોવિડન્ટ ફન્ડના કમિશનર વી. પી. જૉયે આપી છે.

પ્રોવિડન્ટ ફન્ડ ટ્રાન્સફરની પ્રક્રિયા કર્મચારીઓ માટે સુવિધાજનક બને એ હેતુથી અનેક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. EPFO (એમ્પ્લૉઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશન) સમક્ષ વચ્ચે-વચ્ચે બંધ થતાં PF ખાતાં મોટું આહ્વાન બની રહ્યું છે એટલે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે.

નોકરી બદલીએ ત્યારે અનેક PF ખાતાં બંધ થાય છે એટલે કર્મચારી નવી કંપનીમાં પોતાનું ખાતું નવેસરથી ખોલાવે છે, પરંતુ હવે નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત કર્યું હોવાથી આ ખાતાં બંધ નહીં થાય. PF એક કાયમી સ્વરૂપનું ખાતું છે. હવે કોઈ પણ કર્મચારી નોકરી બદલે તો અરજી વગર જ તેના PF ખાતાની રકમ ત્રણ દિવસમાં ટ્રાન્સફર થઈ જશે. જે કર્મચારીઓ પાસે આધાર કાર્ડ અને વેરિફાઇડ આઇડેન્ટિફિકેશન હશે તે દેશમાં ક્યાંય પણ નોકરી માટે જાય તો તેનું PF ખાતું ટ્રાન્સફર થશે. આ સુવિધા જલદી જ શરૂ થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy